For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન: હોસ્ટેલનું ખાવાનું ખાવાથી 85 બાળકો ફૂડ પોઈઝનિંગનો શિકાર

રાજસ્થાનના અજમેર જિલ્લાના નસીરાબાદ શહેરમાં હડકંપ મચી ગયો જયારે સ્કુલ હોસ્ટેલમાં રહેનાર બાળકોની અચાનક તબિયત બગડી ગયી.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના અજમેર જિલ્લાના નસીરાબાદ શહેરમાં હડકંપ મચી ગયો જયારે સ્કુલ હોસ્ટેલમાં રહેનાર બાળકોની અચાનક તબિયત બગડી ગયી. અહીં એક નહીં પરંતુ 85 બાળકોને ખાવાનું ખાતા જ ઉલ્ટી અને પેટમાં દુખવા લાગ્યું. બધા જ બાળકોને નસીરાબાદ સામાન્ય ચિકિત્સાલયમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂચના મળતા જ જિલ્લા કલેક્ટરે હોસ્પિટલ પહોંચીને પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી. ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું કે હાલમાં બધા જ બાળકો ખતરા બહાર છે.

food poisoning

હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિધાર્થી પ્રદીપ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સાંજે લગભગ 8 વાગ્યે તેમને દાળ, રોટલી અને છાસ આપવામાં આવી હતી. તેના પછી તરત જ એક પછી એક બધા જ વિધાર્થીઓની તબિયત ખરાબ થવા લાગી. બાળકોની તબિયત ખરાબ થવાની સૂચના મળતા જ સ્કૂલ સંચાલક જયરામ સહીત અન્ય લોકો પણ હોસ્ટેલ પહોંચી ગયા. બધા જ બાળકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હોસ્પિટલમાં એક પછી એક બધા જ બાળકોના દાખલ થવાથી કોહરામ મચી ગયો. નર્સિંગ સ્ટાફ અને ચિકિત્સકો ઘ્વારા તરત બાળકોનો ઉપચાર કરવામાં આવ્યો. સૂચના મળતા જ એસડીએમ મુકેશ ચૌધરી અને નસીરાબાદ ચોકીની પોલીસ પણ હોસ્પિટલ પહોંચી ગયી.

food poisoning

બાળકોનો મામલો સાંભળીને જિલ્લા કલેક્ટર આરતી ડોગરા ઘ્વારા જાતે હોસ્પિટલ પહોંચીને બાળકોની તબિયત વિશે જાણકારી મેળવી. તેમને બાળકો સાથે વાતચીત પણ કરી. હાલમાં બાળકોની સ્થિતિ ખતરાથી બહાર જણાવવામાં આવી રહી છે. હાલમાં બાળકોને જે ખોરાક ખવડાવવામાં આવ્યો છે તેને જાંચ માટે મોકલી આપવામાં આવ્યો છે. જાંચ પછી જ ખબર પડશે કે આખરે બાળકોની તબિયત કયા કારણસર બગડી છે.

English summary
school children affected with food poisoning admitted in hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X