ગુજરાત, દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં આજથી ખુલી સ્કૂલો, જાણો શું છે ગાઈડલાઈન્સ
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના કેસોમાં પહેલા કરતા ઘટાડો થયો છે જેના કારણે આજથી ગુજરાત, દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં સ્કૂલો ખુલી ગઈ છે. દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી(DDMA)એ આજથી રાજધાનીમાં 9થી 12 માટે સ્કૂલો અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટરને ખોલવાના આદેશ આપ્યા છે. માત્ર દિલ્લી જ નહિ આજથી ગુજરાત, કેરળ, યુપી અને બિહારમાં પણ સ્કૂલો ખોલવા માટે આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ આ બધા રાજ્યોમાં સ્કૂલોવાળાએ કોવિડ પ્રોટોકૉલનુ કડકાઈથી પાલન કરવાનુ રહેશે.
દિલ્લીઃ દેશની રાજધાનીમાં આજથી 9થી 12ની સ્કૂલો ખુલી રહી છે જ્યારે 14 ફેબ્રુઆરીથી નર્સરીથી 8માં સુધીના ક્લાસ ખોલવામાં આવશે.
ગુજરાતઃ આજથી પહેલા ધોરણથી નવમાં ધોરણ માટે ઑફલાઈન અભ્યાસ શરુ કરવામાં આવ્યો છે.
કેરળઃ 10માંથી 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે આજથી સ્કૂલો ખુલી છે.
બિહારઃ આજથી આઠવા ધોરણ સુધીની બધી વિદ્યાલય 50 ટકાની ક્ષમતા સાથે અને 9માંથી ઉપરના ધોરણ 100 ટકા ક્ષમતા સાથે ખોલવામાં આવ્યા છે.
યુપીઃ 9માંથી 12માં ધોરણની સ્કૂલો ખુલી છે. બધાએ કોરોના પ્રોટોકૉલનુ પાલન કરવાનુ રહેશે.
શું છે ગાઈડલાઈન્સ
સ્ટાફનુ વેક્સીનેશન જરુરી
છાત્ર-છાત્રાઓ, શિક્ષકો અને સ્ટાફે માસ્ક પહેરનુ જરુરી.
સોશિયલ ડિસ્ટંસીંગનુ ધ્યાન રાખવુ.
સ્કૂલોએ એક નોડલ અધિકારી નિયુક્ત કરવા કે જે યથા સ્થિતિ પર નજર રાખે.
ઘટી રહ્યા છે કોરોનાના કેસ
કોરોના કેસમાં પહેલા કરતા ઘટાડો થયો છે. રવિવવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર થયેલા આંકડાઓ મુજબ 24 કલાકમાં કોરોનાના 107474 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 213246 લોકો કોરોનાથી રિકવર થઈ ગયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 865 લોકોના મોત થઈ ગયા છે. દેશમાં કોરોનાના હજુ પણ સક્રિય કેસની વાત કરીએ તો તે 1225011 છે જ્યારે અત્યાર સુધી દેશમાં કોરોનાથી 501979 લોકોના મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધી ભારતમાં 1694626697 કોરોના વેક્સીનનો ડોઝ લોકોને આપવામાં આવી ચૂક્યો છે.