For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્કૂલના બાળકોને સરકાર મફતમાં વહેંચશે 'આકાશ-4'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 જુલાઇ: દેશના દરેક વિદ્યાર્થીના હાથમાં હવે આકાશ હશે. કેન્દ્ર સરકારે સ્કૂલના બાળકોને 1 કરોડ આકાશ-4 ટેબલેટ મફતમાં વહેંચવા જઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર 2014ની લોકસભાની ચૂંટણીના ઠીક પહેલાં ડિસેમ્બરમાં આ યોજના લાગૂ કરશે. જાણકારોનું માનવું છે કે સરકાર આ યોજનાના માધ્યમથી લોકોના મતને પોતાના પક્ષમાં કરવામાં માંગે છે.

રાજકીય જાણકારોના અનુસાર યૂપીએ સરકાર પાસે આ વખતે લોકો પાસે વોટ માંગવા માટે કોઇ મુદ્દો રહ્યો નથી. વધતી જતી મોંઘવારી, કૌંભાડ અને ભ્રષ્ટાચારે સરકારનું મોઢું બંધ કરી દિધું છે. 2014ની ચૂંટણી પહેલાં સરકારને લોકોની સમક્ષ જવા માટે પહેલાં મુદ્દો જોઇએ. આથી સરકાર ચૂંટણીની જાહેરાત પહેલાં સ્કૂલના બાળકોને 1 કરોડ આકાશ ટેબલેટ વહેંચીને લોકોના મત એકઠા કરવા માંગે છે.

akash600

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં 2011માં પણ સ્કૂલમાં આકાશ ટેબલેટ આપવાની સરકાર પ્રયત્ન કરી ચૂકી છે, પરંતુ તે સમયે સરકારની આ યોજના નિષ્ફળ રહી હતી. આ વખતે યૂપીએ સરકારે આ યોજનાને લઇને પોતાની કમર કસી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પહેલાં સ્કૂલમાં 9 થી 12મા ધોરણમાં અભ્યાસ કરનાર બાળકોને ટેબલેટ વહેંચવાનું સરકારે મન બનાવી લીધું છે. 1 કરોડ બાળકોને આકાશ આપવા માટે યૂપીએ સરકાર સરકારી ખજાનામાંથી 3 કરોડ રૂપિયા ખર્ચ કરશે. માનવામાં આવે છે કે ટેબલેટ ખરીદવા માટે ગ્લોબલ ટેન્ડર જાહેર કરવામાં આવશે.

આ જવાબદારી વાણિજ્ય મંત્રાલયને આપવામાં આવી છે. ગ્લોબલ ટેન્ડર માટે અત્યારસુધી 19 કંપનીઓને આ યોજના માટે પોતાની દિલચસ્પી બતાવી છે. સરકાર દ્વારા સ્કૂલના બાળકોને મફતમાં અત્યાધુનિક આકાશ-4 ટેબલેટ વહેંચવામાં આવશે. આકાશ 4 ખાસિયત છે કે આ ટેબલેટથી ફોન પણ કરી શકાય છે. માનવામાં આવે છે કે જુલાઇના અંત સુધી ટેબલેટ સ્કીમની બ્લૂપ્રિંટ તૈયાર થઇ જશે. જો કે હાલ તો સરકાર સોનિયા અને રાહુલ ગાંધીના ડ્રીમ પ્રોજેક્ટ ફૂડ સિક્યોરિટી બિલને લઇને પરેશાન છે અને સહમતિ બની શકતી નથી. ત્યારે જોવાનું એ રહ્યું છે કે સરકાર ફરી એકવાર બાળકોને મફતમાં ટેબલેટ વહેંચવાની યોજના પુરી કરી શકશે.

English summary
1 crore school students would be provided with Akash-4 tablets.UPA Government palnned to distribute Aakash-4 tablets to school Student in this December.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X