For Daily Alerts
આજથી આ રાજ્યોમાં ખુલશે સ્કૂલો, જાણો શું છે ગાઈડલાઈન
નવી દિલ્લીઃ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલ લૉકડાઉનના કારણે દેશભરમાં સ્કૂલ માર્ચથી બંધ છે પરંતુ આજે સાત મહિના બાદ દેશના ઘણા રાજ્યોમાં સ્કૂલ ખુલી રહ્યા છે. સોમવારે જ્યાં સ્કૂલો ખુલી રહી છે તે રાજ્યો છે ઉત્તર પ્રદેશ, પંજાબ અને સિક્કિમ. આ રાજ્યોમાં પણ માત્ર ધોરણ 9થી 12માં સુધીના બાળકો જ સ્કૂલે જઈ શકશે પરંતુ ત્યાં બધાને કોવિડ-19 માટે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનુ કડકપણે પાલન કરવાનુ રહેશે.
શું છે ગાઈડલાઈન
- સરકારે કહ્યુ છે કે માત્ર ધોરણ 9થી 12માંના છાત્રોને જ માતાપિતાની લેખિત સંમતિથી સ્કૂલોમાં જવાની મંજૂરી હશે. સ્કૂલ બે શિફ્ટમાં ચાલશે.
- પહેલી શિફ્ટમાં 9માં તેમજ 10માંના બાળકો અને બીજી શિફ્ટમાં 11માં તેમજ 12માંના બાળકો આવી શકશે.
- સ્કૂલોએ સોશિયલ ડિસ્ટંસીંગનુ સંપૂર્ણપણે પાલન કરવુ જરૂરી રહેશે અને સેનિટાઈઝેશનની પણ પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે.
- એક ક્લાસમાં માત્ર 50 ટકા બાળકોને આવવાની જ મંજૂરી હશે. જ્યારે બાકીના 50 ટકા બાળકોને બીજા દિવસે ક્લાસ માટે બોલાવવામાં આવશે.
- કોઈ પણ છાત્રને સ્કૂલે આવવા માટે ફરજ પાડવામાં આવશે નહિ.
- કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા બાળકો, શિક્ષક કે સ્ટાફને સ્કૂલે આવવાની મંજૂરી નથી. જો કોઈ બાળક, શિક્ષક કે પછી કોઈ પણ કર્મચારીને તાવ કે શરદી હોય તો પણ તે સ્કૂલે નહિ આવે.
- ક્લાસ દરમિયાન એક બેંચ પર માત્ર એક બાળકને બેસવાની મંજૂરી હશે. સ્કૂલે આવવા અને જવાના સમયે ગેટને ખોલવામાં આવશે જેથી એકસાથે ભીડ જમા ના થઈ શકે.
- બધા સ્ટુડન્ટ, ટીચર અને સ્ટાફ માટે માસ્ક પહેરવુ અનિવાર્ય હશે.
- સ્કૂલ પ્રશાસન એવા ઉપાયો પસંદ કરે કે કોઈના સંપર્કમાં ન આવે.
- આ ઉપરાંત સ્કૂલમાં એન્ટર કરતી વખતે પણ બધા છાત્રો, શિક્ષકો અને કર્મચારીઓની થર્મલ સ્ક્રીનિંગ જરૂરી હશે.
- સ્કૂલમાં કોવિડ-19થી સંબંધિત બધા નિયમોને જાગૃત કરતા પોસ્ટર લગાવવામાં આવશે. શૌચાલયોની સ્વચ્છતાનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે.
અસમ-મિઝોરમ સીમા પર તણાવ, ઘણા ઘાયલ, ગૃહમંત્રીએ બોલાવી બેઠક