
કિલ્લામાં ફેરવાયુ અંબાલા એરબેઝ, રાફેલ લેંડિંગ પહેલા કલમ 144 લાગુ, 3 કિમી સુધી નો ડ્રોન ઝોન
પાકિસ્તાન અને ચીનની સ્થિતિ પતલી કરવા માટે ફ્રાંસથી અત્યાધુનક ફાઈટર વિમાન રાફેલની પહેલી ખેપે ઉડાન ભરી દીધી છે. ફ્રાંસ અને ભારત વચ્ચે 7000થી વધુ કિલોમીટરની સફર ખેડીને અત્યાધુનિક મિસાઈલો અને ઘાતક બોમ્બ ધરાવનાર ભારતીય વાયુસેનાના સૌથી ઘાતક ફાઈટર જેટ રાફેલ કાલે એટલે કે 29 જુલાઈએ ભારત પહોંચી જશે. તમને જણાવી દઈએ કે ફ્રાંસના મેરિનેક એરબેઝથી 5 રાફેલ ફાઈટર વિમાનોની પહેલી બેચ રવાના થઈ ચૂકી છે. આ દરમિયાન ભારત પહોંચ્યા બાદ રાફેલની સુરક્ષાના કારણે અંબાલા એરબેઝ આસપાસ કલમ 144 લગાવી દેવામાં આવી છે.

ભારતીય વાયુસેનાની તાકાત અનેક ગણી વધી જશે
ઉલ્લેખનીય છે કે ચીન સાથે સીમા તણાવ વચ્ચે ભારત આવી રહેલા અત્યાધુનિક ફાઈટર વિમાન રાફેલથી ભારતીય વાયુસેનાની તાકાત અનેક ગણી વધી જશે. એવામાં દુશ્મનોથી આ વિમાનની રક્ષા માટે ભારત લેન્ડ થતા જ કડક નિરીક્ષણમાં મોકલી દેવામાં આવશે. માહિતી મુજબ દુનિયાના સૌથી શક્તિશાળી ફાઈટર વિમાનોમાંના એક રાફેલની પહેલી ખેપ બુધવારે સવારે ભારત પહોંચશે. તમને જણાવી દઈએ કે સાત કલાકની મુસાફરી કરીને પાંચે વિમાન યુએઈ પહોંચ્યા છે અને ત્યારબાદ બુધવારે ભારતમાં લેન્ડ કરશે.

અંબાલા એરબેઝ આસપાસ કલમ 144 લાગુ
ફ્રાંસથી ભારત આવી રહેલા પાંચ વિમાન અંબાલા એરબેઝ પર લેન્ડ કરશે, વિમાનોની લેંડિંગ પહેલા અંબાલા એરબેઝના 3 કિલોમીટરની સીમામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. અહીં કોઈ ડ્રોનને ઉડાવવાની પણ મંજૂરી નથી. આ દરમિયાન ડ્રોન કે અન્ય કોઈ પ્રકારની ઉડાન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર અહીં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ વિસ્તારમાં 4થી વધુ લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ છે.
|
મળવાના છે 36 રાફેલ વિમાન
તમને જણાવી દઈએ કે 36 રાફેલ વિમાન મળવાના છે જેમાંથી 5 વિમાનોની પહેલી ખેપ બુધવારે સવારે અંબાલા એરબેઝ પર લેન્ડ કરશે. બધા 36 વિમાનોની ડિલીવરી 2021 સુધી પૂરી થઈ શકે છે. માહિતી મુજબ ફ્રાંસથી ઉડાન ભર્યા બાદ પાંચે રાફેલ વિમાન યુએઈના અલ દફરા એરપોર્ટ પર છે. ત્યાંથી રાફેલનો જત્થો કાલે સવારે ઉડાન ભરશે અને અમુક કલાકોમાં ભારતના અંબાલા એરબેઝ પર લેન્ડ કરશે. આ જ કારણ છે કે અંબાલા એરબેઝને કિલ્લામાં ફેરવી દેવાયુ છે.
In view of Rafale's landing tomorrow, the administration is on a high alert.
— ANI (@ANI) July 28, 2020
Section 144 has been imposed in 4 villages closer to Ambala airbase.
Gathering of people on roofs and photography during landing has been strictly prohibited: Munish Sehgal, DSP Traffic, Ambala #Rafale pic.twitter.com/CVpqrUiVc9
બાઈકમાં પેટ્રોલ ભરતી વખતે અચાનક લાગી આગ, કર્મીની હિંમતથી બચ્યો જીવ