For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક્શન 377: પોલિસ સામે પડકાર, પુરુષોને કેવી રીતે માનશે બળાત્કાર પીડિત

સેક્શન 377 ના ચૂકાદા બાદ પોલિસ વિભાગમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક અધિકારોએ આ અંગે કાયદાકીય જટિલતાઓનો પણ હવાલો આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રિમ કોર્ટે એકબીજાની સંમતિથી બનાવેલા સમલૈંગિક સંબંધને ગુનાની શ્રેણીમાંથી બહાર કાઢી દીધા છે. સેક્શન 377 પર ચૂકાદો સંભળવાતા સુપ્રિમ કોર્ટે કહ્યુ કે સમલૈંગિકોના અધિકાર પણ બીજા નાગરિકો જેવા જ છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ કે મહિલાઓ, પશુઓ અને બાળકો સાથે અપ્રાકૃતિક યૌન ક્રિયા સાથે સંબંધિત સેક્શન 377 નો હિસ્સો પહેલાની જેમ લાગુ રહેશે. વળી, આ ચૂકાદા બાદ પોલિસ વિભાગમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક અધિકારોએ આ અંગે કાયદાકીય જટિલતાઓનો પણ હવાલો આપ્યો છે.

એલજીબીટી સમાજના લોકોનું શોષણ અટકશે

એલજીબીટી સમાજના લોકોનું શોષણ અટકશે

કેટલાક પોલિસ અધિકારીઓનું કહેવુ છે કે સુપ્રિમ કોર્ટના આ ચૂકાદા બાદ સંમતિથી ગે સેક્સને કાયદેસર ગણાવાથી એલજીબીટી સમાજના લોકોનું શોષણ અટકશે. એક પોલિસ અધિકારીએ આ મુદ્દા પર વાત કરતા કહ્યુ કે ઘણી વાર એલજીબીટીના લોકોને હિંસા, બ્લેકમેલ કે ધમકીઓના શિકાર થવુ પડે છે. સમલૈંગિક પુરુષ બળાત્કાર કે અન્ય ગુનાઓની વાત કરવાનું ટાળે છે અને તેમને ડર લાગે છે કે તેમની સામે ક્યાંક કેસ ના થઈ જાય. આના માટે તેમને માનસિક દબાણમાંથી પસાર થવુ પડે છે.

આ પણ વાંચોઃહાર્દિક પટેલ ભાજપ માટે માથાનો દુખાવો કે ગુજરાતના રાજકારણનો નાયકઆ પણ વાંચોઃહાર્દિક પટેલ ભાજપ માટે માથાનો દુખાવો કે ગુજરાતના રાજકારણનો નાયક

‘યૌન સંબંધ સંમતિથી બન્યા હતા કે બળજબરીથી?'

‘યૌન સંબંધ સંમતિથી બન્યા હતા કે બળજબરીથી?'

એક પોલિસ અધિકારીનું કહેવુ છે કેલ આ મામલે પોલિસને હવે સંમતિનો સિદ્ધાંત સ્થાપિત કરવો પડશે કારણકે સમલૈંગિક સંબંધોમાં કાયદાકીય એજન્સીઓને આના ઉદાહરણ જોવા પડશે. એક અધિકારીઓ જણાવ્યુ કે આ ચૂકાદાની વ્યાખ્યાથી પોલિસના કામ કરવાના પ્રકારમાં ફેરફાર પણ આવી શકે છે. તે ઉદાહરણ આપે છે કે એક છાત્રએ પોતાના સીનિયર સામે બળજબરીથી અપ્રાકૃતિક સેક્સની ફરિયાદ કરી. ત્યારબાદ તેને એઈડ્ઝ થઈ ગયો. હવે આવા કેસમાં પોલિસને એ જાણવામાં મુશ્કેલી આવે છે કે યૌન સંબંધ સંમતિથી બન્યો હતો કે બળજબરીથી.

સંમતિનો સવાલ પોલિસને હેરાન કરી રહ્યો છે

સંમતિનો સવાલ પોલિસને હેરાન કરી રહ્યો છે

એક વરિષ્ઠ પોલિસ અધિકારીના જણાવ્યા મુજબ આ મામલે ગાઈડલાઈન્સની જરૂર છે. તેમનુ માનવુ છે કે જો સમલૈંગિક વ્યક્તિ સંમતિની ના પાડી દે અને પોતાના પાર્ટનર સામે કેસ ફાઈલ કરાવે તો આ સ્થિતિમાં પોલિસ શું કરશે? યૌન ગુનાઓ માટેનો ભારતીય કાયદો પુરુષોને બળાત્કાર પીડિત નથી માનતો.

આ પણ વાંચોઃહાર્દિક પટેલના સમર્થનમાં ખુલીને આવી કોંગ્રેસ, 24 કલાકના ઉપવાસ પર બેસવાની ધમકીઆ પણ વાંચોઃહાર્દિક પટેલના સમર્થનમાં ખુલીને આવી કોંગ્રેસ, 24 કલાકના ઉપવાસ પર બેસવાની ધમકી

English summary
section 377: after supreme court's judgement police face the unfamiliar, victim men and consent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X