• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કલમ 377: સમલૈંગિકતા પર અત્યાર સુધી શું શું થયુ? જુઓ આખી TimeLine

|
Google Oneindia Gujarati News

સમલૈંગિકતાને ગુનો ગણતી આઈપીસીની કલમ 377 ની બંધારણીય માન્યતા પર સુપ્રિમ કોર્ટ આજે પોતાનો ચૂકાદો સંભળવશે. સુપ્રિમ કોર્ટમા કલમ 377 ની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાના નેતૃત્વમાં પાંચ જજોની બંધારણીય બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. સુપ્રિમ કોર્ટમાં આ કેસની સુનાવણી પૂરી થઈ ચૂકી છે અને 17 જુલાઈએ સુપ્રિમ કોર્ટે આના પર પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ કેસની સુનાવણી કરતી બેંચમા ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ આરએફ નરિમન, જસ્ટીસ એએમ ખાનવિલકર, જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રા શામેલ છે. આવો જાણીએ આ કેસમાં અત્યાર સુધીમાં શું થયુ છે....

2001 માં નાઝ ફાઉન્ડેશને દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરી જનહિત અરજી

2001 માં નાઝ ફાઉન્ડેશને દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરી જનહિત અરજી

  • વર્ષ 2001 માં સૌથી પહેલા સમલૈંગિક લોકો માટે અવાજ ઉઠાવતી સંસ્થા નાઝ ફાઉન્ડેશન તરફથી હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી.
  • વર્ષ 2003 માં દિલ્હી હાઈકોર્ટે નાઝ ફાઉન્ડેશનની અરજી ફગાવી દીધી.
  • ત્યારબાદ સપ્ટેમ્બર, 2004 માં દિલ્હી હાઈકોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી.
  • 3 નવેમ્બર, 2004 ના રોજ હાઈકોર્ટે રિવ્યુ પિટિશન પણ ફગાવી દીધી.
  • આ પણ વાંચોઃશું છે કલમ 377? કેમ થઈ રહ્યો છે આટલો હોબાળો આના પર? જાણો વિસ્તારથી
2009 માં દિલ્હી હાઈકોર્ટે સમલૈંગિકતાને ગુનાની સીમામાંથી હટાવ્યુ

2009 માં દિલ્હી હાઈકોર્ટે સમલૈંગિકતાને ગુનાની સીમામાંથી હટાવ્યુ

  • ડિસેમ્બર 2004 માં અરજીકર્તાઓએ દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો.
  • એપ્રિલ, 2006 માં સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટને આ કેસને ફરીથી સાંભળવા માટે કહ્યુ.
  • આ કેસમાં સુનાવણી દરમિયાન સપ્ટેમ્બર, 2008 માં કેન્દ્ર સરકારે હાઈકોર્ટને પોતાનો પક્ષ રાખવા માટે સમય માંગ્યો.
  • 7 નવેમ્બર, 2008 ના રોજ દિલ્હી હાઈકોર્ટે આના પર ચૂકાદો સુરક્ષિત રાખ્યો.
  • જુલાઈ, 2009 ના રોજ દિલ્હી હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો સંભળવતા સમલૈંગિકતાને ગુનાની સીમામાંથી હટાવી દીધુ.
  • 2013 માં સુપ્રિમ કોર્ટે આને ફરીથી ગુનો ગણાવ્યો

    2013 માં સુપ્રિમ કોર્ટે આને ફરીથી ગુનો ગણાવ્યો

    • 2009 માં દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો.
    • 2013 માં સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટના ચૂકાદાને પલટાવીને સુપ્રિમ કોર્ટે તેને ફરીથી ગુનો ગણાવ્યો.
    • 2014 માં સર્વોચ્ચ કોર્ટે આ સંબંધમાં દાખલ રિવ્યુ પિટિશન પણ ફગાવી દીધી.
    • 2016 માં પાંચ અરજીકર્તાઓએ એસસીમાં દાખલ કરી અરજી
    • 2016 માં પાંચ અરજીકર્તાઓ એસ જોહર, પત્રકાર સુનીલ મહેરા, સેફ રિતુ ડાલમિયા, હોટલ વેપારી અમનનાથ અને આયશા કપૂરે કલમ 377 સામે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી.
    • 2017 માં સુપ્રિમ કોર્ટે સેક્સ્યુઆલિટીને પ્રાઈવસીનો અધિકાર માન્યો. કોર્ટે કહ્યુ કે કોઈ પણ વ્યક્તનો સેક્સ પ્રત્યે ઝૂકાવ તેના રાઈટ ટુ પ્રાઈવસીનો મૂળભૂત અંગ છે.
    • 2016 માં પાંચ અરજીકર્તાઓએ એસસીમાં દાખલ કરી અરજી

      2016 માં પાંચ અરજીકર્તાઓએ એસસીમાં દાખલ કરી અરજી

      • 2016 માં પાંચ અરજીકર્તાઓ એસ જોહર, પત્રકાર સુનીલ મહેરા, સેફ રિતુ ડાલમિયા, હોટલ વેપારી અમનનાથ અને આયશા કપૂરે કલમ 377 સામે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી.
      • 2017 માં સુપ્રિમ કોર્ટે સેક્સ્યુઆલિટીને પ્રાઈવસીનો અધિકાર માન્યો. કોર્ટે કહ્યુ કે કોઈ પણ વ્યક્તનો સેક્સ પ્રત્યે ઝૂકાવ તેના રાઈટ ટુ પ્રાઈવસીનો મૂળભૂત અંગ છે.
      • સુપ્રિમ કોર્ટે આ કેસમાં જનમત સંગ્રહનો કર્યો ઈનકાર

        સુપ્રિમ કોર્ટે આ કેસમાં જનમત સંગ્રહનો કર્યો ઈનકાર

        આ કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે જનમત સંગ્રહનો ઈનકાર કરી દીધો. કોર્ટે આ મુદ્દે જનમત સંગ્રહની વાત કરતી અરજી ફગાવી દીધી છે. આમ કરીને કોર્ટે કહ્યુ છે કે તેઓ બહુમત નૈતિકતાની જગ્યાએ બંધારણીય નૈતિકતાને મહત્વ આપશે અને આઈપીસીની કલમ 377 ને બંધારણના અનુચ્છેદ 14, 19 અને 21 ના આધારે જોશે. ઓક્ટોબર, 2017 સુધી દુનિયાના 25 દેશોમાં સમલૈંગિકો વચ્ચે યૈન સંબંધોને કાયદાકી માન્યતા મળી ચૂકી છે. આ દેશોમાં અમેરિકા, કેનેડા અને બ્રિટન જેવા દેશ શામેલ છે.

        આ પણ વાંચોઃભારત-અમેરિકા વચ્ચે પહેલી 2+2 વાતચીત, અમેરિકી મંત્રી પોપેયો-મેટીસ પહોંચ્યા દિલ્હીઆ પણ વાંચોઃભારત-અમેરિકા વચ્ચે પહેલી 2+2 વાતચીત, અમેરિકી મંત્રી પોપેયો-મેટીસ પહોંચ્યા દિલ્હી

English summary
Section 377 Comlete Timeline of Events Supreme Court, all you need to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X