For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલકત્તા પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નક્સલીઓના ગઢ દંતેવાઢાની મુલાકાત લીધી. નોંધનીય છે કે 30 વર્ષ બાદ કોઇ ભારતીય વડાપ્રધાન આ મુલાકાત લેવાનો છે. જો કે આ મુલાકાત પહેલા જ આ આખી યાત્રાને ગુપ્તચર વિભાગે હાઇ એલર્ટ જાહેર કરી દીધી છે. વધુમાં નક્સલીઓએ પણ ચોપાનિયા વેંચીને સાફ કરી દીધું છે કે તે મોદીની આ યાત્રાને વિફળ કરીને રહેશે.

નક્સલીઓ પણ બીજી તરફ સુકમા જિલ્લાના ગ્રામજનો જે મોદીની રેલીમાં ભાગ લેવાના હતા તેને બંદી બનાવી લીધા છે. લગભગ 500 ગ્રામવાસીઓને બંધક બનાવી લેવામાં આવ્યા છે. અને એક રેલ્વે ટ્રેક પણ ઉડાવી દીધો છે. જો કે આ તમામ પરિસ્થિતિઓ બાદ પણ મોદીએ ત્યાં પહોંચીને નક્સલ પ્રભાવિત લોકોને મળ્યા.

ત્યારે મોદીની આ રેલીની પળ પળની ખબર માટે આ ફોટોસ્લાઇડરને રિફ્રેશ કરતા રહો. અને અમે તમને મોદીની આ આખી યાત્રાની તમામ માહિતીઓ તમને મોકલાવતા રહીશું. જુઓ આ ફોટો સ્લાઇડર...

કોલકત્તા પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

છત્તીસગઢમાં પોતાની યાત્રા પૂરા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કોલકત્તા પહોંચ્યા

રમણ સિંહ માન્યો પીએમનો આભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેર સભામાં છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહના વખાણ કર્યા. તેમણે કહ્યું કે રમણ સિંહની હાજરીમાં વિકાસના કામોમાં તેજી આવી છે. આ વખાણ બાદ રમણ સિંહે પીએમનો આભાર માનતા કહ્યું હતું કે જ્યારે વડાપ્રધાન તમારા રાજ્યના વખાણ કરે ત્યારે તમને વધુ સારું કામ કરવા પ્રોત્સાહન મળે છે.

દંતેવાડામાં વિકલાંગ બાળકોને મળ્યા મોદી

દંતેવાડામાં વિકલાંગ બાળકોને મળ્યા મોદી

છત્તીસગઢના દંતેવાડામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સક્ષમ એજ્યુકેશન સીટીમાં વિકલાંગ બાળકો સાથે ખાસ મુલાકાત લીધી. વધુમાં તેમણે શિક્ષકોના કામકાજને પણ વખાણ્યું.

મોદી: "હિંસાનું કોઇ ભવિષ્ય નથી પણ શાંતિનું છે."

છત્તીસગઢના દાંતેવાડામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે હિંસાનું કોઇ ભવિષ્ય નથી પણ શાંતિનું ભવિષ્ય છે. વધુમાં તેમણે કહ્યું કે જ્યાંથી નક્સલવાદની શરૂવાત થઇ હતી તે જગ્યાએ પણ આજે શાંતિ છે. જે બતાવે છે કે યુદ્ધ કોઇનું ભલું નહીં કરે.

મોદીએ રમણ સિંહના કર્યા વખાણ

મોદીએ રમણ સિંહના કર્યા વખાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહના વખાણ કરતા આજે રેલીમાં કહ્યું કે પહેલાની સરકારનું કામ કાજ ધીમું હતું જેથી લોકો જલ્દી નિરાશ થઇ જતા હતા. પણ રમણ સિંહના આવવાથી કામમાં તેજી આવી છે. તેમણે હથિયાર ઉપાડતા વિદ્યાર્થીઓના હાથમાં કોમ્પ્યૂટર અને પેન આપી છે.

નક્સલીઓને કરી મોદીએ અપીલ

નક્સલીઓને કરી મોદીએ અપીલ

મોદીએ નક્સલીઓને હિંસા છોડવાની અપીલ કરી તેમણે કહ્યું કે કોઈ પણ સરકાર અને સરકારની નિતીઓ કદાચ તમારું મન ના બદલી શકે પણ ઘરે આવી તમારા બાળકો સાથે રહો તેમની જોડે વાત કરો મને લાગે છે તે પછી તમને બંદૂક ઊપાડવાનું મન નહીં થાય.

નક્સલીઓએ ગ્રામજનો નથી બનાવ્યા બંદી

નક્સલીઓ દ્વારા સુકમા જિલ્લામાં 300 થી 500 જેટલા ગ્રામજનોને બંધક બનાવાની વાત પર છત્તીસગઢ પોલિસ નિવેદન આપ્યું છે કે આવી કોઇ ધટના નથી બની અને તે વિસ્તારમાં સ્થિતિ પોલિસ અને સરકારના કાબુમાં છે.

મોદીએ ક્રોંગ્રેસને આડે હાથે લીધી

મોદીએ છત્તીસગઢમાં ક્રોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે પહેલા છાપામાં ખાલી કૌભાંડોની વાતો આવતી હતી પણ મારા શાસનકાળમાં તમને આવા સમાચાર જોવા નહીં મળે. જે બતાવે છે કે ઇમાનદારી પણ સરકાર ચલાવી શકાય છે.

મોદી પહોંચ્યા નક્સલીઓના ગઢ દંતેવાડા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નક્સલીઓના ગઢ દંતેવાડા પહોંચ્યા. જ્યાં તેમનું સ્વાગત છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહે કર્યું. નોંધનીય છે કે 30 વર્ષ પછી દેશના વડાપ્રધાન કોઇ નક્સલ પ્રભાવિત વિસ્તારની મુલાકાતે જઇ રહ્યા છે. આ યાત્રા દરમિયાન વડાપ્રધાન 24 હજાર કરોડ રૂપિયાથી તૈયાર કરવામાં આવેલી બે યોજનાઓનું ઉદ્ધાટન કરશે.

દાંતેવાડાની જનસભામાં પહોંચ્યા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એજ્યુકેશન સીટીની મુલાકાત લીધા બાદ દાંતેવાડામાં જનસભાને સંબોધવા પહોંચ્યા. આ પ્રસંગ્રે તેમની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ પણ હાજર હતા.

દંતેવાડાની એજ્યુકેશન સિંહે પહોંચ્યા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ, દંતેવાડાની એજ્યુકેશન સીટી પહોંચ્યા. અહીં તેમણે નક્સલ પ્રભાવી વિદ્યાર્થીઓ જોડે વાતચીત કરી અને તેમના પ્રશ્નોના ઉત્તર આપ્યા.

નક્સલીઓએ મોદીના પૂતળાને ફાંસી આપી

નક્સલીઓએ મોદીના પૂતળાને ફાંસી આપી

શુક્રવારે નક્સલી વિસ્તારમાં નરેન્દ્ર મોદીના આવવાના છે તે પહેલા ચોપાનિંયા વહેચી નક્સલીઓએ 8 અને 9 મેને બંધ જાહેર કર્યો છે. વધુમાં તેમણે આ ચોપાનિંયામાં મોદીને તાનાશાહ કહ્યો છે. તથા મોદીના પૂતળા ઝાડ પર લડકાવીને ફાંસી પણ આપવામાં આવી છે ત્યારબાદ ઇન્ટેલિઝન્ટ બ્યૂરોએ મોદીની આ યાત્રા માટે હાઇએલર્ટ જાહેર કર્યો છે.

નક્સલીઓએ બનાવ્યા 500 ગ્રામજનોને બંદી

છત્તીસગઢમાં પોતાના ગઢ દાંતેવાડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિને નક્સલીઓને ખટકી છે તેમણે સુકમા જિલ્લાના 500 ગ્રામજનોને બંદી બનાવી લીધા છે. આ ગ્રામજનો નરેન્દ્ર મોદીની રેલીમાં ભાગ લેવાના હતા. વધુમાં તેમણે એક રેલ્વે ટ્રેકને પણ ઉડાવી દીધો છે.

બીજેપી :કાયર છે નક્સલી

સુકમા જિલ્લાના 500 ગ્રામજનોને બંદી બનાવાની ધટના પર પ્રતિક્રિયા આપતા બીજેપી નેતા શ્રીંચંદ સુંદ્રાણીએ કહ્યું કે આ ધટના નક્સલીઓની કાયરતા બતાવે છે. પણ સરકાર નક્સલીઓની સામે નહીં ઝૂકે.

મોદીને છત્તીસગઢમાં અપાશે 17 સ્તરીય સુરક્ષા

આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીગઢના નક્સલીગઢ દાંતેવાઢાની મુકાલાતે છે ત્યારે મોદીને 17 સ્તરીય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. વધુમાં તેમની 12 કિલોમીટરની સડક યાત્રા દરમિયાન કુલ 11 હજાર જવાન સૈનિકો તેમની સુરક્ષા કરશે.

રાયપુરમાં વાવાઝોડાએ મોદીનો મંચ પાડી નાંખ્યો

રાયપુરમાં આંધી અને વાવાઝોડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તૈયાર કરેલ મંચને તોડી પાડ્યો આ ધટનામાં લગભગ 45થી વધુ લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વધુમાં છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ ધટનાસ્થળની મુલાકાત લઇને આ કાર્યક્રમ રદ્દ કરવાની જાહેરાત કરી છે.

છત્તીસગઢમાં મોદીનો કાર્યક્રમ

છત્તીસગઢમાં મોદીનો કાર્યક્રમ

પોતાની આ યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દંતેવાડાના ડિલમિલ ગામમાં એક સ્ટીલ પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે અને ત્યારબાદ રાવધાટ અને જગદલપુર વચ્ચે બનેલી 140 કિલોમીટરની રેલ્વે લાઇનનું ઉદ્ધાટન કરશે.

વડાપ્રધાને વિદ્યાર્થીઓને કંઇક આમ કહ્યું

દાંતેવાડામાં નક્સલ પ્રભાવી વિસ્તારના વિદ્યાર્થીઓને સવાલોના જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોને કેટલીક સરસ વાતો કહી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ વાંચન પર વધુ મહત્વ આપવું જોઇએ. ડોક્ટર, એેન્જીનિયર બનવાની સાથે જ કદી સ્પોર્ટસમેન બનવાનું પણ વિચારવું જોઇએ. કામના કલાક અને સારા ખોટા કામોની ગણતરીમાં સમય બરબાદ ન કરતા કામ કરી ખુશ થવું જોઇએ અને કંઇક બનવાના સપના જોવા કરતા કંઇક કરવાના સપના જોઇ તેને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ રહેવું જોઇએ.

English summary
Security beefed up ahead of Narendra Modi's visit to Chhattisgarh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X