• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્હીમાં થયું 67 ટકા મતદાન, એક્ઝિટ પોલમાં આપ બનાવશે સરકાર

|

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: આજે દિલ્હીમાં 70 બેઠકો માટે વોટિંગ થઇ રહ્યું છે. જેના માટે તમામ તૈયારીઓ સખત સુરક્ષા અને ચોક્સાઇ વચ્ચે પૂરી કરી લેવામાં આવી છે અને સવારે 8 વાગ્યે મતદાન શરૂ પણ કરાવી લેવામાં આવ્યું હતું. ચૂંટણીમાં કુલ 673 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી માત્ર 19 મહિલાઓ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ત્રણ પાર્ટીઓ-આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે જંગ છે. ચૂંટણી પરિણામો 10 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાશે.

voting
આ પેજને રિફ્રેસ કરતા રહો અને જાણતા રહો દિલ્હી વિધાનસભાની ચૂંટણીની પળેપળના સમાચાર...

6.48 pm: દિલ્હી વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ સમાપ્ત થઇ ગઇ, એક્ઝિટ પોલના પહેલા ડ્રાફ્ટ આવી ગયા છે જેમાં, આમ આદમી પાર્ટી ફરીથી દિલ્હીમાં પોતાની સરકાર બનાવતા દેખાઇ રહ્યા છે.

6.12 pm: દિલ્હીમાં 6 વાગ્યા સુધી નોંધાયું 67 ટકા મતદાન.

6.02 pm: આપ નેતા સંજય સિંહે ભાજપ કાર્યકર્તાઓને લાફા માર્યા- નુપુર શર્મા

5.42 pm: ભાજપ નેતા નુપુર શર્માએ એક વાર ફરી આમ આદમી પાર્ટીના સભ્યો પર કિદવઇ ગરમાં મારામારીનો આરોપ લગાવ્યો.

5.36 pm: આમ આદમી પાર્ટી એક મહત્વ વિરોધી દળ છે- પ્રિયંકા ગાંધી

5.23 pm: દિલ્હીમાં સાંજે પાંચ વાગ્યા સુધી 63 ટકા મતદાન થયું.

5.04 pm: ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે, આપના ઘણા બૂથ કાર્યકર્તાઓએ બુથ છોડી દીધું છે- અનંત કુમાર

4.49 pm: દિલ્હીના પોલીસ કમિશ્નર બીએસ બસ્સીએ પણ મતદાન કર્યું.

4.38 pm: દિલ્હીમાં 4 વાગ્યા સુધી 55.68 ટકા મતદાન થયુ.

3.30 pm: બપોરે 3 વાગ્યા સુધી દિલ્હીમાં 51.15 ટકા મતદાન નોંધાયું હતું.

3.22 pm: પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાઢેરાએ વોટિંગ કર્યું.

2.54 pm: દિલ્હીમાં 2 વાગ્યા સુધી 40 ટકા મતદાન નોંધાયું.

2.50 pm: દિલ્હીના હવે પછીના મુખ્યમંત્રી કિરણ બેદી બનશે- સુબ્રમણ્યમ સ્વામી

2.00 pm: મતદાન સ્થળ પર બૂથ અધિકારી નિયમોને તોડી રહ્યા છે, અને લંચ બ્રેક કરી રહ્યા છે, જેના પગલે મતદાન ધીરુ પડી રહ્યું છે- અરવિંદ કેજરીવાલ

1.58 pm: દિલ્હીમાં વર્તમાન મતદાન ટકાવારીને જોતા મતદાન પુરુ થતા મતદાન ટકાવારી 70 ટકા સુધી જવાની સંભાવના છે- એચએસ બ્રહ્મા

1.51 pm: આમ આદમી પાર્ટીએ કિરણ બેદીની વિરૂદ્ધ આચાર સંહિતા ભંગ કરવાની ફરિયાદ ચૂંટણી પંચને કરી.

1.48 pm: દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ વોટીંગ કર્યું.

1.43 pm: ઇન્ડિયા ગેટ પર નૂપુર શર્મા અને કરાવલનગરમાં શાજિયા ઇલ્મી સાથે આપ સમર્થકોની ગેરવર્તણૂક.

1.28 pm: આમ આદમી પાર્ટી મહિલા વિરોધી પાર્ટી છે- નૂપુર શર્મા

1.20 pm: છેડખાનીના વિરોધમાં ભાજપ ઉમેદવાર નુપુર શર્માએ પોલીસ ફરિયાદ કરી.

1.08 pm: દિલ્હીમાં 1 વાગ્યા સુધી 35.5 ટકા મતદાન થયું.

1.00 pm: 12 વાગ્યા સુધી દિલ્હીમાં 24 ટકા મતદાન.

12.49 pm: નુપુર શર્માના આરોપ નિરાધાર છે, આ માત્ર ભાજપાની ચૂંટણી રણનીતિ છે- કુમાર વિશ્વાસ

12.46 pm: ભાજપે પોતાની હાર માની લીધી છે, અમે ભારે જીત તરફ આગળ વધી રહ્યા છીએ- અરવિંદ કેજરીવાલ

12.36 pm: કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ પણ વોટિંગ કર્યું.

12.24 pm: ભાજપ ઉમેદવાર નુપુર શર્માએ આમ આદમી પાર્ટી સમર્થકો પર છેડછાડનો આરોપ લગાવ્યો.

11.57 am: દિલ્હીમાં જો કોંગ્રેસ હારી તો સંપૂર્ણ પાર્ટીએ લેવી પડશે જવાબદારી- શીલા દીક્ષિત

11.50 am: મંગોલપુરીમાં ભાજપ ઉમેદવારોને દારુ વહેચવાના ગુનામાં ધરપકડ કર્યાના સમાચાર.

11.42 am: દેવેલી વિધાનસભાના એક પોલિંગ બૂથનું મશીન લગભગ એક કલાકથી ખરાબ, લાઇનમાં ઊભેલા લોકો વોટિંગ કરવાની રાહ જોઇ રહ્યા છે.

11.25 am: દિલ્હીમાં મતદાન 11 વાગ્યા સુધી 19 ટકા થયું.

11.21 am: નિર્માણ વિહાર બૂથ પર વરૂણ ગાંધીએ કર્યું મતદાન.

11.06 am: સાંજે 6.31 સુધી કોઇ પણ ચૂંટણી સર્વે નહીં બતાવવામાં આવે- ચૂંટણી પંચ

10.52 am: સવારે દસ વાગ્યા સુધી 9.25 ટકા મતદાન.

10.46 am: આમ આદમી પાર્ટીના લોકોએ ધમકી આપી છે કે જો તેમને વોટ નહીં કરો તો બોમ્બથી ઝોપડીઓને ઊડાવી દઇશું- સ્થાનીય વ્યક્તિ

10.43 am: ગઇકાલે રાત્રે દિલ્હીમાં ખૂબ દારુ અને રૂપિયાની વહેંચણી કરવામાં આવી, દિલ્હીના લોકો જાણે છે કે કોણે શું કર્યું, લોકો તેમને વોટ નહીં આપે- અરવિંદ કેજરીવાલ

10.37 am: મીડિયા નિષ્પક્ષ રિપોર્ટિંગ કરે, આમ આદમી પાર્ટીના લોકો દારુ વહેંચી રહ્યા છે અને લોકોને ધમકી આપી રહ્યા છે- કિરણ બેદી.

10.35 am: ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ કર્યું વોટિંગ.

10.16 am: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચ્યા વોટિંગ કરવા.

10.15 am: આપ નેતા રાઘવ ચડ્ઢાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

9.56 am: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વોટિંગ કર્યું.

9.46 am: આપ નેતા મનિષ સિસોદિયાએ પણ પોતાનો વોટ નાખ્યો.

9.36 am: સોનિયા ગાંધી અને શીલા દીક્ષિતે વોટિંગ કર્યું.

9.31 am: કોઇપણ હાલતમાં આમ આદમી પાર્ટીને સમર્થન નહીં આપીએ- અજય માકન

9.27 am: કોંગ્રેસના અજય માકને રાજૌરી ગાર્ડનમાં પોલિંગ બૂથ પર પોતાનો વોટ નાખ્યો.

9.17 am: આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્કા લાંબાએ વોટ નાખ્યો.

9.12 am: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ વોટિંગ નાખવા માટે ઘરેથી રવાના થયા.

9.03 am: ડોક્ટર હર્ષવર્ધને પોતાની માતાની સાથે વોટિંગ કર્યું.

8.58 am: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ પોતાનો વોટ નાખ્યો, વોટ નાખ્યા બાદ તેમણે જણાવ્યું કે તે ચોક્કસ જીતશે.

8:39 am: ભાજપની મુખ્યમંત્રી પદના ઉમેદવાર કિરણ બેદીએ પણ વોટીંગ કર્યું.

8:26 am: કિરણ બેદીએ સૌને ભારે વોટિંગ કરવા માટે આહ્વાન કર્યું.

8: 15 am: અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને નહાઇ-ધોઇને પોતાના ઇસ્ટ દેવને યાદ કરીને વોટીંગ કરવા જવા આહ્વાન કર્યું.

8: 00 am: દિલ્હી વિધાનસભા માટે વોટિંગ શરૂ થયું. ઘણા બૂથોની બહાર લાઇન લગાવીને ઊભા છે લોકો.

7: 50 am: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને રેકોર્ડ બ્રેક વોટિંગ કરવા જણાવ્યું.

English summary
Today, The voting for the 70-member Delhi Assembly will begin at 8 AM. With a high-pitched, bitterly contest election campaign behind, the fate of 673 candidates which includes 63 women in now in the hands of 1.30 crore voters. Here is the live Updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more