10000 આદિવાસીઓ પર દેશદ્રોહના મામલા પર ભડક્યા રાહુલ ગાંધી, કહ્યું- મીડિયા વેચાઈ ગયું
નવી દિલ્હીઃ ઝારખંડના ખૂંટી જિલ્લામાં 10,000 આદિવાસીઓ વિરુદ્ધ જેવી રીતે 14 અલગ-અલગ એફઆઈઆરમાં દેશદ્રોહનો મામલો નોંધાયો છે, તેની વિરુદ્ધ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હુમલાવર થયા છે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે કઈ સરકાર 10000 આદિવાસીઓ વિરુદ્ધ કઠોર દેશદ્રોહનો મામલો નોંધી શકે છે. સરકારના દમન વિરુદ્ધ જે આદિવાસીઓ આંદોલન કરી રહ્યા હતા તેમની વિરુદ્ધ દેશદ્રોહનો મામલો નોંધી દેવામાં આવ્યો છે.
રાહુલ ગાંદીએ કહ્યું કે જેવી રીતે 10,000 આદિવાસીઓ વિરુદ્ધ દેશદ્રોહના મામલા નોંધવામાં આવ્યા છે તે બાદ દેશભરના લોકોની અંતરાત્માને ઝાટકો લાગવો જોઈતો હતો અને મીડિયામાં તોફાન આવી જવું જોઈતું હતું. પરંતુ એવું કંઈ ન થયું. મીડિયા પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આપણું વેચાયેલ મીડિયા કદાચ પોતાનો અવાજ ગુમાવી ચૂક્યું છે. શું નાગરિક તરીકે આપણે આ સહન કરી શકીએ છીએ. સ્ક્રોલના અહેવાલ મુજબ ઝારખંડના ખૂટી જિલ્લામાં પથલગાડી આંદોલનમાં ભાગ લેવાના કારણે 10,000 આદિવાસીઓ વિરુદ્ધ દેશદ્રોહનો મામલો નોંધવામાં આવ્યો છે.
That any Govt. could slam the draconian "sedition" law on 10,000 Adivasis, fighting against state oppression, should have shocked the conscience of our nation & raised a media storm.
— Rahul Gandhi (@RahulGandhi) November 20, 2019
But it hasn’t.
Our “sold out”media may have lost its voice; as citizens can we afford to? https://t.co/W7zTd7TOYN
આ કેસ 2017-18માં નોંધવામાં આવ્યો હતો. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અમારી પાસે 14 એફઆઈઆરની જાણકારી છે જેમાં 10,000 લોકો વિરુદ્ધ દેશદ્રોહનો મામલો નોંધવામાં આવ્યો છે. પરંતુ જો આનાથી વધ એફઆઈઆર નોંધાઈ હસે તો દેશદ્રોહના મામલા હજી પણ વધી શકે છે. આ દેશદ્રોહના મામલા વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેની એક કોપી ઝારખંડ સરકાર અને પોલીસ વિભાગને પણ સોંપવામાં આવી છે. આ અરજી પર પહેલી સુનાવણી થવી બાકી છે.
રાજ્યસભા ચેમ્બરમાં સીટ બદલી જતાં ભડક્યા સંજય રાઉત, સભાપતિને ચિઠ્ઠી લખી