રાધેમાં માટે SHOએ છોડી પોતાની ખુરશી, તસવીરો વાયરલ

Posted By:
Subscribe to Oneindia News

દેશની રાજધાની દિલ્હીમાં એક પોલીસ સ્ટેશનની એક તસવીર હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેને લોકોને ચોંકાવી દીધા છે. દિલ્હીના વિવેક વિહાર પોલીસ સ્ટેશન પર પોતાને ધર્મગુરુ કહેનારી રાધે માં જ્યારે દર્શન આપવા પહોંચી ત્યારે ત્યાંના SHO સંજય શર્માએ તેમના માનમાં તેમની ખુરશી છોડી દીધી. અને રાધેમાં SHOની ખુરશી પર બેસી ગયા અને એસએચઓ પોતે બાજુમાં બે હાથ જોડીને ઊભા રહી ગયા. જો કે આ પોલીસ સ્ટેશનમાં તેમના સીવાય પણ અનેક પોલીસકર્મીઓ હતા જેમણે પગે પડી પડીને રાધેમાંના આશીર્વાદ લીધા.

radhe ma
Radhe Maa gets VIP treatment at Vivek Vihar police station in Delhi

નોંધનીય છે કે મીડિયા દ્વારા જ્યારે રાધે માં પર લગાવવામાં આવેલા દહેજ ઉત્પીડન, ધમકીઓના કેસ મામલે પોલીસ અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે આ મામલે ચૂપ જ રહેવાનું પસંદ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાધેમાંને હાલમાં જ સાધુ સંતોના એક સંસ્થાન દ્વારા ઢોંગી બાબાઓના લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા છે. વધુમાં હાલ જે રીતે એક પછી એક બાબાઓના નામ બહાર આવી રહ્યા છે ત્યારે તે વાત પણ એટલી જ સાચી છે કે હજી પણ અનેક લોકો ધર્મના નામે ચાલતા આ વેપારને અતૂટ શ્રદ્ધાથી માને છે.

English summary
Self styled god woman Radhe Ma welcomed at Vivek Vihar police station in Delhi, sat on chair of SHO.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.