
ટ્રાન્સફર જોઈતી હોય તો પત્નીને મોકલ, JEના ત્રાસથી લાઇનમેને કરી આત્મહત્યા
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વીજ વિભાગમાં ફરજ બજાવતો એક લાઇનમેને જેઇની હેરાનગતિથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. લખનઉમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. લાઇનમેનના મૃત્યુ પહેલાનો વીડિયો મળતાં ડીએમ મહેન્દ્ર બહાદુર સિંહે જેઈને સસ્પેન્ડ કરવાની ભલામણ વિદ્યુત વિભાગને કરી છે અને વિભાગીય તપાસના આદેશ આપ્યા છે.

પરિવારજનોએ લગાવ્યા ગંભીર આરોપ
મળતી માહિતી મુજબ, પાલિયા વિસ્તારના બામનગર વિસ્તારમાં રહેતા રામૌતરનો 45 વર્ષીય પુત્ર ગોકુલ પ્રસાદ ગોલાના કુકરામાં લાઇનમેન તરીકે તૈનાત હતો.
છેલ્લા22 વર્ષથી તેઓ વીજળી વિભાગમાં નોકરી કરતા હતા. આરોપી જેઈ તેની સતત બદલી કરાવી રહ્યો હતો. આ ઘટનાક્રમ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, જુનિયરઈજનેર ટ્રાન્સફર અટકાવવા પૈસાની માંગણી કરતો હતો અને સતત માનસિક ત્રાસ ગુજારતો હતો.
આવા સમયે, ગોકુલની પત્નીનું કહેવું છે કે, તેનો પતિ જેઈના કારણેતણાવમાં હતો, તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ક્યાંય કોઈ સુનાવણી થઈ ન હતી.

'તમારે ટ્રાન્સફર જોઈતી હોય તો પત્નીને મારી પાસે મોકલો'
મૃત્યુ પહેલા લાઈનમેને જેઈ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. લાઇનમેને વીડિયોમાં જણાવ્યું છે કે, જેઇ અને તેના ટાઉટ ટ્રાન્સફરના બદલામાં મારી પત્નીની માંગણી કરી રહ્યાછે. મેં નંબર આપીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ કંઈ થયું નહીં.
SSP સંજીવ સુમને સોમવારના રોજ જણાવ્યું હતું કે, લખનઉમાં આત્મહત્યા કરનારલાઇનમેનનું સારવાર દરમિયાન મોત થયું છે. લાઇનમેનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એક વરિષ્ઠ પર આરોપ લગાવી રહ્યો હતો.

આ કલમો હેઠળ નોંધાયો કેસ
હવે આ લાઇનમેનના આત્મહત્યાના કેસને લઈને પાલિયા કોતવાલીમાં કલમ 504 અને 306 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારે વીજ વિભાગના અધિકારીઓ કંઈ પણબોલવાનું ટાળી રહ્યા છે.