For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મહિલા IASને વાંધાજનક મેસેજ મોકલવા યૌન શોષણ નથી': કોંગ્રેસ નેતા

કોંગ્રેસ નેતા આશા કુમારીએ કહ્યુ કે કોઈને મેસેજ મોકલવા યૌન શોષણનો મામલો ન માની શકાય.

|
Google Oneindia Gujarati News

મહિલા આઈએએસને વાંધાજનક મેસેજ મોકલવા મામલે જ્યાં વિપક્ષ પંજાબ સરકારના કેબિનેટ મંત્રી ચરણજીત સિંહ ચન્ની સામે કાર્યવાહીની માંગ કરી રહી છે. ત્યાં રાજ્ય કોંગ્રેસ પ્રભારી તેમજ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ આશા કુમારીએ મંત્રી પર લાગેલા આરોપો મામલે હાથ ખંખેરી લેવાની કોશિશ કરી છે. આશા કુમારીએ કહ્યુ કે કોઈને મેસેજ મોકલવા યૌન શોષણનો મામલો ન માની શકાય.

આ પણ વાંચોઃ દેશના પૈસા લઈને ભાગેલા ભાગેડુઓને ભારત લાવવામાં આવશેઃ રાજનાથ સિંહઆ પણ વાંચોઃ દેશના પૈસા લઈને ભાગેલા ભાગેડુઓને ભારત લાવવામાં આવશેઃ રાજનાથ સિંહ

આશા કુમારીએ કર્યો મંત્રીનો બચાવ

આશા કુમારીએ કર્યો મંત્રીનો બચાવ

આશા કુમારીએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી પાસે ચન્ની સામે હજુ કોઈ ફરિયાદ નથી આવી. તેમણે કહ્યુ કે મુખ્યમંત્રીએ આ મામલે પહેલા જ પોતાની વાત કરી દીધી છે. આશા કુમારી સીબીઆઈ કાર્યાલય બહાર કોંગ્રેસના પ્રદર્શનમાં શામેલ થવા આવી હતી અને મહિલા અધિકારીને વાંધાજનક મેસેજ મોકલવા મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા.

અકાલી દળે કર્યો કોંગ્રેસ નેતા પર હુમલો

અકાલી દળે કર્યો કોંગ્રેસ નેતા પર હુમલો

બીજી તરફ કોંગ્રેસ નેતાના આ નિવેદન અકાલી દળે હુમલો કરી દીધો અને પાર્ટીના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે કહ્યુ કે આ ખરેખર ચોંકાવનારી વાત છે કે એક મહિલા જ બીજી મહિલાનો સાથ નથી આપી રહી કારણકે રાહુલ ગાંધીએ તે મંત્રીને છાવરવાની જવાબદારી સોંપી છે.

મહિલા IAS ને વાંધાજનક મેસેજ મોકલવાનો મામલો

મહિલા IAS ને વાંધાજનક મેસેજ મોકલવાનો મામલો

સીએમ કેપ્ટન અમરિંદર સિંહે આ પહેલા કહ્યુ હતુ કે તે આ મામલે કેબિનેટ મંત્રી ચન્ની પાસે મહિલા અધિકારીની માફી મંગાવી ચૂક્યા છે ત્યારબાદ બંને વચ્ચે આ મામલો ખતમ થઈ ચૂક્યો છે પરંતુ સીએમની આ કાર્યવાહીને વિપક્ષે સંપૂર્ણપણમે મહિલા વિરોધી ગણાવી છે અને સતત કોંગ્રેસ પર હુમલા કર્યા છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ધરખમ ઘટાડો, જાણો આજનો ભાવઆ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ધરખમ ઘટાડો, જાણો આજનો ભાવ

English summary
Sending an inappropriate text message different From Sexual Harassment, punjab congress leader asha kumari
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X