Ahmed Patel Profile: કોગ્રેસના સંકટમોચક હતા અહેમદ પટેલ, પડદા પાછળ નિભાવી મહત્વની ભૂમિકા
Ahmed Patel Profile : 71 વર્ષના અહેમદ પટેલે બુધવારે સવારે દુનિયાને અલવિદા કહી દીધુ. તેમનુ જવુ કોંગ્રેસ પાર્ટી માટે બહુ મોટી ખોટ છે. આજે તેમણે પોતાના સંકટમોચક નેતાને ગુમાવી દીધા છે. તમને જણાવી દઈએ કે બુધવારે સવારે અહેમદ પટેલે મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તે કોરોનાથી સંક્રમિત હતા અને 15 નવેમ્બરથી મેદાંતામાં ભરતી હતા. તમને જણાવી દઈએ કે 21 ઓગસ્ટ, 1949ના રોજ ગુજરાતમાં જન્મેલા અહેમદ પટેલ ગાંધી પરિવારની ખૂબ જ નજીક ગણાતા હતા. અહેમદ પટેલ ત્રણ વાર લોકસભા સાંસદ ચૂંટાયા હતા. આ ઉપરાંત તે 5 વાર રાજ્યસભાા સાંસદ પણ ચૂંટાયા હતા. ગુજરાતમાં તે હાલમાં એકમાત્ર મુસ્લિમ સાંસદ હતા.

26 વર્ષની ઉંમરે પહેલી વાર ભરૂચથી લોકસભા ચૂંટણી જીતી
તમને જણાવી દઈએ કે અહેમદ પટેલે વર્ષ 1977માં 26 વર્ષની ઉંમરે પહેલી વાર ભરૂચથી લોકસભા ચૂંટણી જીતી હતી. વર્ષ 2018ના ઓગસ્ટ મહિનામાં તેમને કોંગ્રેસના ખજાનચીના પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સંકટની દરેક ઘડીમાં અહેમદ પટેલ પાર્ટી અને ગાંધી પરિવાર સાથે હંમેશા ઉભેલા જોવા મળતા હતા. તે પડદા પાછળની રાજનીતિમાં ભરોસો કરતા રહ્યા. ગુજપાતની પેટાચૂંટણી હોય કે પછી ઉના કાંડ હોય કે આંધ્રમાં રોહિત વેમૂલાની આત્મહત્યાનો મામલો અહેમદ પટેલે દરેક જગ્યાએ કોંગ્રેસ પાર્ટીના તારણહારનુ કામ કર્યુ. તેમની વ્યવહારકુશળતાનુ જ પરિણામ હતુ કે તેમની પહોંચ રાજકીય પાર્ટીઓથી લઈને ઔદ્યોગિક પરિવારો સુધી હતી.

સોનિયા ગાંધીએ વ્યક્ત કર્યુ દુઃખ
સોનિયા ગાંધી સહિત ઘણા દિગ્ગજોએ આજે અહેમદ પટેલના નિધન પર ઉંડો શોક પ્રગટ કર્યો છે. સોનિયા ગાંધીએ કહ્યુ કે, 'આજે મે મારા પોતાના એક વફાદાર સહયોગી, એક દોસ્ત અને એક એવા કૉમરેડને ગુમાવી દીધા જેમની જગ્યા કોઈ ન લઈ શકે. હું તેમના નિધન પર શોક વ્યક્ત કરુ છુ અને હું તેમનો શોક સંતપ્ત પરિવાર માટે સાંત્વના આપુ છુ. અહેમદ પટેલના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ અને સમર્થનની સાચી ભાવના પ્રદાન કરુ છુ.'

પીએમ મોદીએ વ્યક્ત કર્યો ઉંડો શોક
વળી, પીએમ મોદીએ પણ અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરીને ટ્વિટ કર્યુ કે, 'અહેમદ પટેલજીના નિધનથી દુઃખી છુ. તેમણે સાર્વજનિક જીવનમાં ઘણા વર્ષો સમાજની સેવામાં વીતાવ્યા. પોતાના તેજ દિમાગ માટે જાણીતા અહેમદ પટેલને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં તેમની ભૂમિકા હંમેશા યાદ કરવામાં આવશે, તેમના દીકરી ફેઝલ સાથે વાત કરી છે અને સંવેદના વ્યક્ત કરી, અહેમદ ભાઈની આત્માની શાંતિ મળે.'
અહેમદ પટેલના નિધન પર રાહુલ-પ્રિયંકાએ વ્યક્ત કર્યો ઉંડો શોક