• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી સી શુક્લનું નિધન

|
Google Oneindia Gujarati News
નવી દિલ્હી, 11 જૂન : પૂર્વ કંન્દ્રીય મંત્રી અને છત્તીસગઢની પ્રદેશ કોંગ્રેસમાં વરિષ્ઠ નેતા વિધાચરણ શુક્લ (વી સી શુક્લ)નું મંગળવારે 11 જૂન, 2013ના રોજ ગુડગાંવની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ એક પખવાડિયા પહેલા છત્તીસગઢમાં કોંગ્રેસાન નેતાઓના કાફલા પર થયેલા નક્સલવાદી હુમલામાં ગોળી વાગવાથી ઘાયલ થયા હતા.

ગુડગાંવની મેદાંતા મેડસિટી હોસ્પિટલમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્રિટિકલ કેર એન્ડ એનેસ્થેસિયોલોજીના પ્રમુખ યતીન મહેતાએ જણાવ્યું કે "84 વર્ષના શુક્લએ બપોરે 2 વાગીને 38 મીનિટે છેલ્લા શ્વાસ લીધા હતા. શુક્લાના મુખ્ય અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ગોળી વાગવાને કરણે પડેલા ઘા અને મોટી ઉંમરને કારણે તેમને બચાવી શકાયા ન હતા."

શુક્લાના પરિવારમાં પત્ની અને ત્રણ પુત્રીઓ છે. વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આ માટે શોક વ્યક્ત કર્યો છે. 25 મે, 2013ના રોજ થયેલા નક્સલવાદી હુમલામાં શુક્લા ગંભીર રીતે ઘવાયા હતા. આ હુમલામાં કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ સહિત 30 લોકોના મૃત્યુ થયા હતા. શુક્લાને 3 ગોળીઓ વાગી હતી.

English summary
Senior Congress leader V C Shukla dies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X