For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈય્યરનું 95 વર્ષની વયે નિધન

જાણીતા વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈય્યરનું 95 વર્ષની વયે મોડી રાતે નિધન થઈ ગયુ. તેઓ દિલ્હીની હોસ્પિટલમાં ભરતી હતા જ્યાં તેમનું નિધન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

જાણીતા વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈય્યરનું 95 વર્ષની વયે મોડી રાતે નિધન થઈ ગયુ. તેઓ દિલ્હીની હોસ્પિટલમાં ભરતી હતા જ્યાં તેમનું નિધન થઈ ગયુ. આજે લોધી ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કુલદીપ નૈય્યર દેશના સમ્માનિત વરિષ્ઠ પત્રકારોમાંના એક હતા. જેમને મીડિયા જગત ખૂબ સમ્માનની નજરે જોતા હતા.

kuldeep nayar

તમને જણાવી દઈએ કે કુલદીપ નૈય્યરનો જન્મ પાકિસ્તાનના સિયાલકોટમાં 14 ઓગસ્ટ 1924 ના રોજ થયો હતો. તેઓ ભારતના જાણીતા પત્રકાર અને લેખક હતા. તેમને ભારત સરકારના પ્રેસ સૂચના અધિકારીના પદ પર કામ કરવાની ઘણા લાંબા સમય સુધી તક મળી હતી. એટલુ જ નહિ તેમણે યુએનઆઈ, પીબીઆઈ, ધ સ્ટેટ્સમેન, ઈન્ડિયન એક્સપ્રેસ સાથે ઘણા લાંબા સમય સુધી કામ કર્યુ. તેઓ 25 વર્ષો સુધી ધ ટાઈમ્સ લંડનમાં પણ કોરસપોન્ડન્ટ રહ્યા.

આ પણ વાંચોઃ બજરંગદળનું એલાનઃ 'નવજોત સિદ્ધુનું માથુ કાપીને લાવનારને આપશે 5 લાખ'આ પણ વાંચોઃ બજરંગદળનું એલાનઃ 'નવજોત સિદ્ધુનું માથુ કાપીને લાવનારને આપશે 5 લાખ'

2011 માં અન્ના આંદોલનને પણ કુલદીપ નૈય્યરે પોતાનું સમર્થન આપ્યુ હતુ. એટલુ જ નહિ તેમણે 1971 માં પૂર્વી પાકિસ્તાનમાં થઈ રહેલી હિંસા માટે પણ પાકિસ્તાન પર નિશાન સાધ્યુ હતુ. તેમણે અહીં સેના દ્વારા લોકોની માફી નહિ માંગવા પર પાકિસ્તાનની ટીકા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાનના કારણે જ 1971 માં બાંગ્લાદેશનું નિર્માણ થયુ હતુ. પૂર્વી પાકિસ્તાનના રસ્તે ભારતમાં નશીલી દવાઓની હેરાફેરી કરવામાં આવતી હતી. કુલદીપ નૈય્યરનું શાળાકીય શિક્ષણ સિયાલકોટમાં જ થયુ હતુ. તેમણે લાહોરથી કાયદાની ડિગ્રી મેળવી હતી અને અમેરિકાથી પત્રકારિતાની ડિગ્રી મેળવી હતી. નૈય્યરે દર્શનશાસ્ત્રમાં પીએચડી પણ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને નવજોત સિંહ સિદ્ધુને શાંતિદૂત ગણાવ્યાઆ પણ વાંચોઃ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને નવજોત સિંહ સિદ્ધુને શાંતિદૂત ગણાવ્યા

English summary
Senior journalist Kuldeep Nayyar passed away at the age of 95
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X