For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26/11ના હુમલાઓ અંગે પહેલેથી જાણતો હતો ઓસામા!

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

26/11ના હુમલાઓ અંગે પહેલેથી જાણતો હતો ઓસામા!

26/11ના હુમલાઓ અંગે પહેલેથી જાણતો હતો ઓસામા!

પાકિસ્તાનના ન્યૂઝ પેપર ધ ડૉનમાં છાપવામાં આવેલા એક રીપોર્ટ મુજબ અલકાયદાનો મુખિયા ઓસામા બીન લાદેનને 26/11ના હુમલા અંગે સમગ્ર જાણકારી હતી. મહત્વપૂર્ણ છેકે 26 નવેમ્બર 2008ના રોજ ભારતની આર્થિક રાજધાની મુંબઇ પર ભયાનક આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો.

એક બટન ક્લીક કરવાથી સાફ થશે ટ્રેનનો કોચ

એક બટન ક્લીક કરવાથી સાફ થશે ટ્રેનનો કોચ

રેલવે કોચમાં ફેલાયેલી ગંદકી હવે માત્ર એક બટન દબાવવાથી દૂર થશે. જી હા, ટ્રેનમાં હવે વિમાન જેવી સુવિધા ઉપલબ્ધ બનશે. એક બટન ક્લિક કરવાથી માત્ર 15 મિનીટની અંદર રેલવે કોચમાં ફેલાયેલી ગંદકી સાફ થઇ જશે. આ માટે રેલ્વેએ ક્લીન માય કોચ નામની એપ ડિઝાઇન કરી છે. આ એપને આજે લખનઉમાં લોન્ચ કરવામાં આવી છે.

દુનિયાની સૌથી લાંબી નોન સ્ટોપ ઉડાનની તૈયારીમાં એર ઇન્ડીયા

દુનિયાની સૌથી લાંબી નોન સ્ટોપ ઉડાનની તૈયારીમાં એર ઇન્ડીયા

સરકારી એરલાઇન્સ એર ઇન્ડીયા બેંગ્લોર અને અમેરિકી શહેર સાન ફ્રાંસિસ્કોની વચ્ચે વિશ્વની સૌથી લાંબી નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ દેશના અર્થતંત્રમાં ખુબ જ ઝડપથી જે વિકાસ થઇ રહ્યો છે તેનો સંકેત છે. મહત્વપૂર્ણ છેકે આ ઉડાન એર ઇન્ડીયાની રોકાણ કર્યા વગરની સૌથી પહેલી ઉડાન હશે.

સાનિયા-હિંગીસે જીત્યો વર્ષનો છઠ્ઠો ખિતાબ

સાનિયા-હિંગીસે જીત્યો વર્ષનો છઠ્ઠો ખિતાબ

ફરી એકવખત ભારતની સાનિયા મિર્ઝા અને સ્વીટ્ઝલેન્ડની માર્ટિના હિંગીસની શાનદાર જોડીએ કમાલ કરી નાખ્યો છે. બંનેએ ફરી એકવખત જીતના પરચમ લહેરાવ્યા છે. શનિવારે સાનિયા-હિંગીસની જોડીએ ક્વાગંચો ઓપન ટેનીસ ટૂર્નામેન્ટમાં મહિલા યુગલ ખિતાબ જીતી લીધો છે.

પવાર ગૃપના કારણે શશાંક મનોહર હશે BCCIના નવા ચીફ?

પવાર ગૃપના કારણે શશાંક મનોહર હશે BCCIના નવા ચીફ?

જગમોહન દાલમિયાના અચાનક નિધનને કારણે BCCI ચીફની પોસ્ટને લઇને ઘણો વિવાદ અને મારા-મારી ચાલી રહી છે. ટીવી ચેનલ્સ પરથી જે રીતે ખબર મળી રહી છે, હવે આ અંગે શરદ પવાર ગૃપ ઘણું એક્ટીવ થઇ રહ્યું છે. અને એટલે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છેકે શશાંક મનોહરને BCCI અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.

પતિને બચાવવા પત્નિએ ઉતાર્યા કપડા

પતિને બચાવવા પત્નિએ ઉતાર્યા કપડા

ઉત્તરપ્રદેશના નોયડામાંથી એક અજીબો ગરીબ ઘટનાના સમાચાર છે. જ્યાં દબંગોથી પોતાના પતિનો જીવ બચાવવા માટે એક પત્નિએ પોતાના કપડા ઉતારવા પડ્યા છે. આ ઘટના ગૌતમબુદ્ધનગરની છે. અહીં પ્લોટની દાવેદારીને લઇને ચાલી રહેલી પંચાયતમાં પતિને બચાવવા માટે મહિલાએ આ પગલુ ભરવુ પડ્યુ હતુ. ત્યારબાદ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુએ લીધા બાપ્પાના આર્શિવાદ

કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુએ લીધા બાપ્પાના આર્શિવાદ

ગણેશ વિસર્જન પહેલા કેન્દ્રીય રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુએ GSBમાં જઈને ગણપતિ બાપ્પાના આર્શિવાદ લીધા હતા. જણાવી દઇએ કે મુંબઈના માટુંગા સ્થિત આ ગણપતિ બાપ્પા સૌથી અમિર ગણપતિ છે.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને કરી ગણેશ પૂજા

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને કરી ગણેશ પૂજા

શનિવારે મહારાષ્ટ્રના નાગપુરના એક ગણેશ પંડાલમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અહીં તેમણે અન્ય લોકો સાથે મળીને ગણેશ પૂજા કરી હતી.

વર્લ્ડ ટુરીઝમ ડેની ઉજવણી

વર્લ્ડ ટુરીઝમ ડેની ઉજવણી

શનિવારે વર્લ્ડ ટુરીઝમ ડે હતો. આ અવસરે રાજસ્થાનના જૂનાગઢ ફોર્ટ પર પ્રવાસીઓની ઘણી ભીડ રહી હતી. ત્યારે ફોરેનર્સની એક લાક્ષણિક તસવીર ક્લીક થઇ હતી.

ગયામાં માઓવાદીઓએ કર્યું આત્મસમર્પણ

ગયામાં માઓવાદીઓએ કર્યું આત્મસમર્પણ

બિહારના ગયામાં છેલ્લા ઘણાં સમયથી જે મોસ્ટ વોન્ટડે માઓવાદી હતા, તેમાંથી કેટલાકે ગઇકાલે હથિયારો સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતુ.

હીમાચલ પ્રદેશના મુખ્યપ્રધાનની દિકરીના લગ્ન

હીમાચલ પ્રદેશના મુખ્યપ્રધાનની દિકરીના લગ્ન

શનિવારે હીમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહની દિકરી મિનાક્ષીના લગ્ન હતા. આ અવસર પર અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહ પણ એક સામાન્ય પિતાની જેમ ભાવુક બન્યા હતા.

બિહારમાં ચૂંટણીનો ધમધમાટ

બિહારમાં ચૂંટણીનો ધમધમાટ

હાલમાં બિહારમાં ચૂંટણીનો ધમધમાટ તેની ચરમસીમાઓ છે. ત્યારે બિહારના મુખ્યપ્રધાન નિતિશ કુમાર સમસ્તીપુરના કલ્યાણપુરમાં એક મિટીંગમાં ગયા હતા. જ્યાં તેમનું ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ.

English summary
September 27: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X