For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યાય માટે બળાત્કાર પિડીતાએ કર્યો અન્નજળનો ત્યાગ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ન્યાય માટે બળાત્કાર પિડીતાએ કર્યો અન્નજળનો ત્યાગ

ન્યાય માટે બળાત્કાર પિડીતાએ કર્યો અન્નજળનો ત્યાગ

ઉત્તરપ્રદેશમાં એક ગેંગ રેપનો ભોગ બનેલી યુવતીએ ન્યાય મેળવવા માટે ખાવા-પીવાનું છોડી દીધુ છે. ગેંગ રેપ પિડીતા જણાવી રહી છેકે જ્યાં સુધી આરોપીઓ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી તે અન્નજળ નહીં ગ્રહણ કરે. તો જ્યારે વિસ્તારના મેયરને આ ઘટનાની જાણ થઇ તો તેમણે હોસ્પિટલ જઇને પિડીતાની આપવીતી સાંભળી હતી.

TTEએ ચાલુ ટ્રેનમાંથી વૃદ્ધાને ધકેલતા વૃદ્ધાનું મોત

TTEએ ચાલુ ટ્રેનમાંથી વૃદ્ધાને ધકેલતા વૃદ્ધાનું મોત

મધ્યપ્રદેશના બેરક્ષા રેલ્વે સ્ટેશન પર TTEની હેવાનિયતનો મામલો સામે આવી રહ્યો છે. અહીં એક TTEએ ચાલુ ટ્રેનમાંથી 55 વર્ષીય વૃદ્ધાને ધક્કો મારીને ટ્રેનમાંથી નીચે ધકેલી મૂકી હતી. જેના કારણે મહિલાની ટ્રેન સાથે ટક્કર થઇ હતી. અને પરિણામે તેનું મોત થયુ હતુ.

10 વર્ષ બાદ ધોની વળ્યો ઘરેલુ ક્રિકેટ તરફ

10 વર્ષ બાદ ધોની વળ્યો ઘરેલુ ક્રિકેટ તરફ

ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની લાંબા સમય બાદ રણજી ટ્રોફીના એક દિવસીય મુકાબલામાં તેમજ મુસ્તાક અલી ટ્રોફીની ટી-20 મેચમાં રમતા જોવા મળશે. આખરે 10 વર્ષ બાદ હવે ધોની ઘરેલુ ક્રિકેટના મેદાને જોવા મળશે.

12 વર્ષની માસૂમ સાથે મૌલવીએ કર્યું દુષ્કર્મ

12 વર્ષની માસૂમ સાથે મૌલવીએ કર્યું દુષ્કર્મ

ઉત્તરપ્રદેશના બરેલીમાંથી એક ધૃણાસ્પદ ઘટનાના સમાચાર મળી રહ્યાં છે. યુપીના બરેલી જિલ્લામાં એક બાળક સાથે કુકર્મની ઘટનાથી સૌ કોઇ શર્મસાર થઇ ગયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં એક મૌલવીએ બાળકી સાથે કુકર્મ કર્યુ હોવાનો ખુલાસો થયો છે.

દેશનો પહેલો એસ્ટ્રોસેટ ઉપગ્રહ PSLV-C30 લોન્ચ

દેશનો પહેલો એસ્ટ્રોસેટ ઉપગ્રહ PSLV-C30 લોન્ચ

આજે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ દેશને ગૌરવની ક્ષણ પ્રદાન કરી છે. આજે શ્રી હરિકોટામાં ઇસરોની ટીમે ભારતના એસ્ટ્રોસેટ સહિત સાત ઉપગ્રહને લઇને જવાવાળા રોકેટનું સફળ પ્રક્ષેપણ કર્યું છે. સાત ઉપગ્રહોને લઇને જવાવાળા આ રોકેટે શ્રી હરિકોટાથી સવારે 10 વાગ્યે ઉડાન ભરી છે.

કેજરીવાલે કહ્યું ભારતમાં રોકાણ માટે પીએમ વિનંતી ન કરે

કેજરીવાલે કહ્યું ભારતમાં રોકાણ માટે પીએમ વિનંતી ન કરે

દેશના પ્રધાનમંત્રી હાલમાં વિદેશયાત્રા પર છે. પીએમની વિદેશ યાત્રા પર દિલ્હીના સીએમે વાક પ્રહાર કર્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમની વિદેશયાત્રા પર તીખો પ્રહાર કરતા જણાવ્યું છેકે પીએમ વિદેશોમાં ભારતમાં રોકાણ કરવા માટે વિનંતીઓ ન કરે.

વર્લ્ડ ટુરીઝમ ડેની ઉજવણી

વર્લ્ડ ટુરીઝમ ડેની ઉજવણી

વર્લ્ડ ટુરીઝમ ડે નિમિત્તે રાજસ્થાનના હવા મહેલ ખાતે રાજસ્થાની લોક નૃત્ય કલાકારો અને વિદેશી પ્રવાસીઓએ મળીને ડાન્સ કર્યો હતો.

લાલ બાગ ચા રાજાની વિદાય

લાલ બાગ ચા રાજાની વિદાય

ગણેશોઉત્સવ ધામધૂમથી સંપન્ન થયો છે. મુંબઈમાં રવિવારે લાલ બાગ ચા રાજાની ગણેશ ભગવાનની મૂર્તિના વિસર્જનમાં લાખોની સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો.

મુંબઈમાં ગણેશ વિસર્જનમાં લાખો લોકો રહ્યાં ઉપસ્થિત

મુંબઈમાં ગણેશ વિસર્જનમાં લાખો લોકો રહ્યાં ઉપસ્થિત

મુંબઈની ગીરગામ ચોપાટી પર નાની મોટી અનેક ગણેશ મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુ . જેમા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો.

દેશભરમાં ગણેશ વિસર્જન સંપન્ન

દેશભરમાં ગણેશ વિસર્જન સંપન્ન

મુંબઈની જેમ હૈદરાબાદમાં પણ ગણેશોત્સવનું ઘણું મહત્વ છે. રવિવારે હૈદરાબાદમાં પણ ઠેરઠેર સઘન સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન સંપન્ન થયું હતુ.

સુરતમાં ગણેશ વિસર્જન

સુરતમાં ગણેશ વિસર્જન

ગુજરાતમાં પણ ભક્તોએ નવ દિવસ સુધી ગણેશ ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ ગઇકાલે ધામધૂમથી ગણેશ વિસર્જન કર્યું હતું

ઝારખંડના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા ધોની

ઝારખંડના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા ધોની

વન ડે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ઝારખંડના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આ અંગે ઝારખંડના મુખ્યપ્રધાન રઘુવર દાસે મિડીયાને માહતી આપી હતી.

મુખ્ય ચૂંટણી કમિશ્નર પહોંચ્યા બિહાર

મુખ્ય ચૂંટણી કમિશ્નર પહોંચ્યા બિહાર

ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર ડૉ. નસીમ જૈદી ચૂંટણીની તૈયારીઓની સમિક્ષા કરવા માટે બિહારના પટના પહોંચ્યા હતા. જ્યાં તેઓ માન્યતા પ્રાપ્ત રાજનૈતિક દળોના પ્રતિનિધીઓને પણ મળશે.

લાલુ બોલ્યા NRI ઉમેદવારો શોધવા મોદી વિદેશ ગયા છે

લાલુ બોલ્યા NRI ઉમેદવારો શોધવા મોદી વિદેશ ગયા છે

રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે મોદી પર વાકપ્રહાર કર્યા છે. મહત્વપૂર્ણ છેકે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મુખ્યપ્રધાન પદના ઉમેદવારની ઘોષણા નથી કરી. ત્યારે લાલુએ ભાજપ પર કટાક્ષ કરતા જણાવ્યું હતુ કે પીએમ મોદી NRI ઉમેદવારોની શોધમાં અમેરિકા ગયા છે.

English summary
September 28: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X