For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સિરિયલ કિલરે 33 પરિવારને કરી નાખ્યા બરબાદ, થઈ ધરપકડ

લૂંટ બાદ લોકોની બેરહમીથી કરતો હતો હત્યા

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ લૂંટ બાદ બેરહમીથી લોકોની હત્યા કરનાર આદેશ ખાંબરાનો ખોફ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. આદેશ ખાંબરાએ અત્યાર સુધીમાં 33 હત્યા કરી હોવાનું કબુલ્યું છે. પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે, જેથી કરીને મામલાની જડ સુધી પહોંચી શકાય. પોલીસને જાણવા મળ્યા મુજબ આદેશ ખાંબરાનો પિતા નાનપણથી જ તેના પર અત્યાચાર કરતો હતો અને મારપીટના આ સિલસિલાના પગલે યુવાનીમાં આદેસ ખાંબરા પોતાની દરજીની દુકાન પણ એક જગ્યાએ નહોતો ચલાવી શકતો. જેનાથી ખાંબરાના દિલમાં નિર્દયતા વધતી ગઈ. 7 વર્ષની ઉંમરમાં જ માનું નિધન થઈ ગયું હતું. સંબંધીઓએ પણ તેના પર અત્યાચાર ગુજાર્યો.

આવી રીતે બન્યો સીરિયલ કિલર

આવી રીતે બન્યો સીરિયલ કિલર

મહારાષ્ટ્રના એક યુવક સાથે મિત્રતા બાદ આદેશે ભંડારામાં એક ટેલરની દુકાન ખોલી હતી. જ્યાં એક વાર આ વિસ્તારના એક શખ્સે મારપીટ કરી હતી. જે અંગે આદેશે પોતાના પિતાને વાત કરી. બાદમાં બાપ-દીકરાએ એક સંબંધીની સાથે મળીને બજારની વચ્ચોવચ એ યુવકને માર્યો. બાદમાં આદેશ ટ્રક લૂંટતી ગેંગ સાથે જોડાયો. એસપીએ જણાવ્યું કે આદેશની ગેંગમાં 12થી વધુ લોકો સામેલ હતા. જેમાંથી જયકરણ અને તુકારામ પણ હત્યાના સિલસિલામાં સામેલ છે. આ બંનેએ મોટા ભાગની હત્યાના મામલામાં આદેશનો સાથ આપ્યો હતો.

કેસ ડાયરી તૈયાર કરશે પોલીસ

કેસ ડાયરી તૈયાર કરશે પોલીસ

સીબીઆઈના કેસના આધારે પોલીસ ખાંબરા ગેંગની કેસ ડાયરી તૈયાર કરશે. સબુત-નિવેદનોને પોલીસની એક્સપર્ટ ટીમ દરેક સ્તર પર ચકાસશે. જેમાં પોલીસની લીગલ ટીમની સાથે સીનિયર ઓફિસર્સની ટીમ રહેશે. આઈજી જયદીપ પ્રસાદ ખુદ આખા કેસનું મોનિટરિંગ કરશે. આઈજીએ જણાવ્યું કે ટૂંક સમયમાં જ પોલીસની એક ટીમ આ કેસ માટે ગઠિત કરવામાં આવશે. સબુત એકઠાં કરી આરોપીને સજા અપાવડાવવા પર પોલીસનું મુખ્ય ફોકસ રહેશે. ટીમ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે આ કેસમાં કોઈ લાપરવાહી ન થાય અને કોર્ટમાં આરોપી તેનો ફાયદો ન ઉઠાવી શકે.

દેશભરમાં ખાંબરાની ગેંગ કરી રહી છે હત્યા

દેશભરમાં ખાંબરાની ગેંગ કરી રહી છે હત્યા

ડ્રાઈવરો અને ક્લીનરોની હત્યા કરી ટ્રક લૂંટનાર ખાંબરાના માણસોએ દેશમાં કેટલીય ગેંગ બનાવી રાખી છે. પોલીસની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આદેશ ખાંબરાની સાથે જેટલા લોકો કામ કરતા હતા તેઓ પહેલા આ કામ શીખી લેતા હતા અને બાદમાં ખુદની ગેંગ બનાવીને ઘટનાને અંજામ આપતા હતા. જેમાં આદેશનો સાથી જયકરણ પણ સામેલ હતો જેણે પોતાની અલગ ગેંગ બનાવીને બિલખિરિયામાં ટ્રક ડ્રાઈવર માખનની હત્યા કરી લોખંડના સળિયાથી ભરેલ ટ્રકને લૂંટી લીધી હતી. પરંતુ એકલા હાથે કરેલી પહેલી જ ઘટનામાં તે પોલીસના હાથે લાગી ગયો હતો. આ પણ વાંચો-ભીમ આર્મીના ચીફ રાવણને કરાયો મુક્ત, કહ્યુઃ ‘ભાજપને હરાવીશુ'

English summary
serial killer arrested from bhopal who looted and killed 33 people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X