For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું આ રીતે થશે દેશમાં રસીકરણ? સીરમ ઈન્સ્ટીટ્યુટને ઑર્ડર કરાઈ ભારતની વસ્તીની માત્ર 4% વેક્સીન

સીરમ ઈન્સ્ટીટ્યુટને ભારતની કુલ વસ્તીના માત્ર 4 ટકા જ છે. તો એવામાં સૌથી મોટો સવાલ એ થાય છે કે શું દેશનુ રસીકરણ આ ગતિએ થશે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ચાલુ છે. રોજ સાડા ત્રણ લાખથી વધુ કોવિડ-19ના નવા દર્દી સામે આવી રહ્યા છે. કોરોનાના પ્રકોપને રોકવા માટે સરકારે 1 મેથી 18+ વાળાને પણ વેક્સીનેટ કરવાનુ અભિયાન ચલાવ્યુ છે. પરંતુ ભારતમાં હાલમાં વેક્સીનની કમી થઈ રહી છે. ઘણા રાજ્યોમાં વેક્સીનેશન અભિયાન વેક્સીનની કમીના કારણે બંધ કરવામાં આવ્યુ છે. વેક્સીન પ્રોડક્શન સાથે જોડાયેલ એક જાણકાર વ્યક્તિએ દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે ગયા વર્ષે ડિસેમ્બરથી લઈને અત્યાર સુધી માત્ર 110 મિલિયન એટલે કે 11 કરોડ વેક્સીન ડોઝ માટે જ સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા(એસઆઈઆઈ)ને ઑર્ડર આપ્યો છે. આ સંખ્યા ભારતની કુલ વસ્તીના માત્ર 4 ટકા જ છે. તો એવામાં સૌથી મોટો સવાલ એ થાય છે કે શું દેશનુ રસીકરણ આ ગતિએ થશે?

સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી ફાર્મા કંપની

સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી ફાર્મા કંપની

સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા ભારતમાં કોવિશીલ્ડ વેક્સીન બનાવી રહી છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી ફાર્મા કંપનીઓમાંની એક છે. દેશમાં હાલમાં રાજ્ય સરકારોને વેક્સીન નથી મળી રહી. ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકારની આના માટે ટીકા કરી છે.

વેક્સીન ઉત્પાદનની ક્ષમતાને રાતોરાત વધારી ન શકાય

વેક્સીન ઉત્પાદનની ક્ષમતાને રાતોરાત વધારી ન શકાય

18+ વાળાને વેક્સીનેશન અભિયાન શરૂ થવાના થોડા દિવસ પહેલાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા પાસે મોટી સંખ્યામાં વેક્સીન ડિમાંડ કરી રહ્યા છે. જો કે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાએ કહ્યુ છે કે વેક્સીન ઉત્પાદનની ક્ષમતાને રાતોરાત વધારી ન શકાય. દુનિયાના સૌથી મોટા વેક્સીન નિર્માતા ફાર્મ કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યુ છે કે છેલ્લા એક મહિનામાં સીરમ ઈન્સ્ટીટ્યુટને તેની ક્ષમતાથી વધુ પ્રોડક્શન કરવા માટે કહેવામાં આવી રહ્યુ છે. જો કે અમે એ વાતનુ ધ્યાન રાખ્યુ છે પરંતુ અમે હાલમાં એક મહિનામાં માત્ર 60થી 70 મિલિયન સુધી ડોઝ બનાવવામાં સક્ષમ છે પરંતુ અમારી કોશિશ છે કે જુલાઈમાં અમે તેને 100 મિલિયન કરી લઈશુ.

લગ્નના 27 વર્ષ બાદ બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સ લેશે ડિવૉર્સલગ્નના 27 વર્ષ બાદ બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સ લેશે ડિવૉર્સ

પાવરફૂલ લોકોએ ધમકીઓ આપી

પાવરફૂલ લોકોએ ધમકીઓ આપી

અદાર પૂનાવાલાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે ભારતમાં વેક્સીનની ડિમાન્ડ માટે તેમને ઘણા પાવરફૂલ લોકોએ ધમકીઓ આપી છે. આના કારણે તેઓ પત્ની અને બાળકો સાથે લંડનમાં શિફ્ટ થઈ ગયા છે. જો કે તેમણે કહ્યુ કે સીરમ ઈન્સ્ટીટ્યુટ વેક્સીન ઉત્પાદનમાં કોઈ કમી નહિ કરવાની કોશિશ કરી રહ્યુ છે.

English summary
Serum Institute has given covishield vaccine order which covers just 4 percent population of India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X