'પાવરફૂલ લોકોનુ દબાણ...' અદાર પૂનાવાલાએ પત્ની-બાળકો સાથે છોડ્યો દેશ, થોડા દિવસોમાં વાપસી પર વિચારશે
ભારતની વેક્સીન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા પત્ની અને બાળકો સાથે દેશ છોડીને લંડન જતા રહ્યા છે.
નવી દિલ્લીઃ ભારતની વેક્સીન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા પત્ની અને બાળકો સાથે દેશ છોડીને લંડન જતા રહ્યા છે. અદાર પૂનાવાલાએ લંડનના એક દૈનિક વર્તમાનપત્રને આપેલ ઈન્ટરવ્યુમાં કહ્યુ છે કે તેમના ઉપર કોવિડ-19ની વેક્સીન 'કોવિશીલ્ડ' બનાવવા માટે પાવરફૂલ લોકોનુ ભારે દબાણ હતુ. જ્યારે આ કામ તેમના એકલાનુ નથી. જો કે અદાર પૂનાવાલાએ કહ્યુ છે, 'લોકોએ એ વાતની ચિંતા કરવાની જરૂર નથી કે વેક્સીન 'કોવિશીલ્ડ' નિર્માણનુ શું થશે. પૂણેમાં કોવિશીલ્ડ તેજ ગતિએ કરવામાં આવી રહી છે. યુકેમાં અમારા બધા ભાગીદારો અને હિતધારકો સાથે મે એક મહત્વની બેઠક કરી છે. હું થોડા દિવસોમાં પોતાની વાપસી પર વિચારીશ.' અદાર પૂનાવાલાએ સ્પષ્ટ કર્યુ છે કે તેઓ લંડનમાં જ રહીને કોરોનાની વેક્સીન 'કોવિશીલ્ડ' ઉત્પાદનનુ મૉનિટરિંગ કરશે. 28 એપ્રિલે જ અદાર પૂનાવાલાને 'સંભવિત જોખમ'ના કારણે દેશમાં વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી.

અદાર પૂનાવાલાનો દાવો - પાવરફૂલ લોકોએ વેક્સીન માટે બનાવ્યુ દબાણ
કોવિડ-19ની વેક્સીન 'કોવિશીલ્ડ' બનાવતી કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે ભારતમાં કોવિશીલ્ડના પુરવઠાની માંગને લઈને અમુક પાવરફૂલ લોકોએ તેમના પર દબાણ કર્યુ છે અને મોબાઈલ ફોન પર વાત કરીને ઉગ્રતાપૂર્વક વાતો કરી છે. તેમણે કહ્યુ કે આ દબાણના કારણે તેઓ પત્ની અને બાળકોને લઈને લંડન આવી ગયા છે.
શું ભારતની બહાર 'કોવિશીલ્ડ'નુ ઉત્પાદન થશે? આ સવાલના જવાબમાં અદાર પૂનાવાલાએ કહ્યુ, આગલા અમુક દિવસોમાં આ અંગે ઘોષણા થવા જઈ રહી છે. લંડનના વર્તમાનપત્રના જણાવ્યા મુજબ 2021ના જાન્યુઆરીમાં ઑક્સફૉર્ડ/એસ્ટ્રાજેનેકા વેક્સીનને મંજૂરી આપવામાં આવી હતી ત્યાં સુધી સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાએ 800 મિલિયન અમેરિકી ડૉલરની કિંમતે પોતાની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1.5થી 2.5 બિલિયન ડોઝ સુધી વધારી લીધી હતી. કંપનીએ બ્રિટન સહિત 68 દેશોને વેક્સીન નિકાસ કરવાનુ શરૂ કરી દીધુ હતુ કારણકે ભારતમાં એ વખતે સ્થિતિ એટલી ખરાબ નહોતી.
અદાર પૂનાવાલાએ કહ્યુ અમે વાસ્તવમાં લોકોને વેક્સીન આપીને મદદ કરી કારણકે બાકીના દેશોને પણ આની જરૂર હતી. મને નથી લાગતુ, અહીં સુધી કે ભગવાન પણ એ અનુમાન લગાવી શકતા નહોતા કે ભારતમાં સ્થિતિ આટલી ખરાબ થવાની છે.
અદાર પૂનાવાલાએ કહ્યુ - બધા મારા ખભે છોડી દેવામાં આવ્યુ...
અદાર પૂનાવાલાએ કહ્યુ, 'હું અહીં(લંડન) હાલમાં વધુ સમય સુધી રહેવાનો છુ...કારણકે હું એ માહોલમાં પાછો જવા નથી માંગતો. ત્યાં બધુ મારા ખભે છોડી દેવામાં આવ્યુ હતુ. પરંતુ હું તેને એકલો નથી કરી શકતો. હું આવી સ્થિતિમાં ત્યાં બિલકુલ રહેવા માંગતો નહોતો. હું માત્ર પોતાનુ કામ કરવાની કોશિશ કરી રહ્યો હતો અને માત્ર એટલા માટે કે તમે દરેકની જરૂરિયાતને નથી પૂરા કરી શકતા પરંતુ તમે એ અંદાજ લગાવી શકો છો કે બદલમાં તે શું કરશે.'
અદાર પૂનાવાલાએ કહ્યુ, 'અમે પૂરી મહેનત અને ઈમાનદારીથી કંઈ પણ ખોટુ નફાખોરી કર્યા વિના કામ કર્યુ. અમે ઈચ્છતા તો અમે પણ કંઈ પણ ખોટુ કે નફાખોરી કરી શકતા હતા. હું ઈતિહાસની સાથે ન્યાય કરવાની રાહ જોઈશ. ભારત અને દુનિયા પ્રત્યે અમારી જવાબદારી હંમેશાથી હતી કારણકે અમે રસી બનાવીએ છીએ. પરંતુ અમે ક્યારેય એ વિચારીને વેક્સીન નથી બનાવી કે અમે લોકોની જિંદગી બચાવી રહ્યા છે પરંતુ આ વખતે અમે લોકોના જીવન બચાવવા માટે આટલી રસી બનાવી.'












Click it and Unblock the Notifications
