For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bank Strike: દેશભરમાં આજે બેંક કર્મચારીઓની હડતાળ

Bank Strike: દેશભરમાં આજે બેંક કર્મચારીઓની હડતાળ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રના તમામ બેંક કર્મચારીઓ આજે હડતાળ પર છે. એવામાં આજે તમામ ગ્રાહકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દેશભરના બેંક કર્મચારી સંગઠનોએ આજે બેંક હડતાળનું એલાન કર્યું છે. જણાવી દઈએ કે વિજયા બેંક અને દેના બેંકના બેંક ઑફ બરોડામાં વિલયનો તમામ બેંક કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે, જેને પગલે દેશભરના બેંક કર્મચારીઓએ આજે હડતાળનું એલાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે માત્ર એક અઠવાડિયામાં બેંકની આ બીજી હડતાળ છે.

bank strike

અગાઉ શુક્રવારે 21 ડિસેમ્બરે પણ બેંકે હડતાળનું એલાન કર્યું હતું. બેંકોએ વિલયના વિરોધમાં આ હડતાળ કરી હતી, સાથે જ સેલેરી લઈને અનિયમિતતાને પણ શક્ય તેટલી જલદી નિપટાવવાની માંગ કરી છે. વધુમાં બેંકોએ પહેલેથી જ પોતાના ગ્રાહકોને હડતાળની જાણકારી આપી દીધી છે. જો કે પ્રાઈવેટ સેક્ટરની બેંક પહેલાની જેમ કામ કરશે. આ હડતાળનું આયોજન યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યૂનિયન્સ તરફથી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કુલ 9 યૂનિયન આવે છે.

જે યૂનિયન આ ફોરમમાં સામેલ છે તે ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ કૉફેડરેશન, ઑલ ઈન્ડિયા બેંક ઈંપ્લાયીસ એસોસિએશન, નેશનલ કૉફેડરેશન ઑફ બેંક ઈંપ્લાયીસ, નેશનલ ઓર્ગેનાઈઝેશન ઑફ બેંક વર્કર્સ સામેલ છે. સંગઠને દાવો કર્યો છે કે આ હડતાળમાં કુલ 10 લાખ અધિકારી અને કર્મચારી સામેલ છે. એઆઈબીઈએના જનરલ સેક્રેટરી સીએચ વેકટચલમે જણાવ્યું કે હડતાળને ખતમ કરવા માટે એડિશનલ ચીફ લેબર કમિશનરની સાથે બેઠક થઈ હતી પરંતુ આમાં કોઈ સમાધાન નિકળ્યું નથી. બેઠક દરમિયાન સરકારે બેંકોની ચિંતા પર કોઈ ધ્યાન આપ્યું નથી અને કોઈપણ પ્રકારનો વાયદો પણ કર્યો નથી.

આ પણ વાંચો- ભાજપમાં કુંવરજી બાવળીયા બની શકશે દિગ્ગજ નેતા ?

English summary
Services of state-owned banks are expected to be impacted Wednesday (today) due to a nation-wide strike call given by unions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X