For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં ગોજારો ટ્રેન અકસ્માત, 13 સેકન્ડમાં 58 લોકોનાં મોત

પંજાબમાં ગોજારો ટ્રેન અકસ્માત, 13 સેકન્ડમાં 58 લોકોનાં મોત

|
Google Oneindia Gujarati News

અમૃતસરઃ દશેરાના અવસર પર પંજાબના અમૃતસરમાં ગોજારો ટ્રેન અકસ્માત થયો છે, આ અકસ્માતમાં 58થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને 70થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રશાસન મુજબ મૃતકોની સંખ્યા વધી શકે છે. આ ઘટના એ સમયે બની જ્યારે કેટલાય લોકો રેલના પાટા પર ઉભીને રાવણ દહન જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક ટ્રેન આવી ગઈ અે ટ્રેક પર ઉભેલા લોકોને ઝપેટમાં લઈ લીધા.

ગોજારો રેલ અકસ્માત

ગોજારો રેલ અકસ્માત

જાણકારી મુજબ જે જગ્યાએ મેળો ચાલી રહ્યો હતો ત્યાંથી લગભગ 25 મીટરની દૂરી પર જ રેલવે ટ્રેક હતો. લોકો ટ્રેકની આજુબાજુમાં ઉભા હતા, ફટાકડાના અવાજથી ત્યાં ભાગદોડ મચી હતી અને એ સમયે જ ડબલ ટ્રેક પર બંને બાજુથી ટ્રેન પસાર થઈ રહી હતી, કેટલાય લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.

આ કારણે થયો અકસ્માત

આ કારણે થયો અકસ્માત

પોલીસ મુજબ આ ઘટનામાં 50થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે. લોકોને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે અને મૃતકોને હોસ્પિટલે દાખલ કરવામાં આવી રહ્યા છે. આંખે જોનારનું કહેવું છે કે આ અકસ્માત પાછળ તંત્ર અને દશેરા આયોજન સમિતિ જવાબદાર છે. જ્યારે ટ્રેન આવી રહી હતી ત્યારે તેમણે અલર્ટ કરવા હતા અને તેમણે ખાતરી કરવી જોઈતી હતી કે ટ્રેન ઉભી રહી જાય અથવા તો ધીમી પડી જાય.

અચાનક અવા પહોંચી ટ્રેન

અચાનક અવા પહોંચી ટ્રેન

ઉત્તર રેલવેના CPRO મુજબ અમૃતસર અને મનાવલા વચ્ચે ગેટ નંબર 27ની પાસે દશેરા મહોત્સવમાં કોઈ ઘટના બની જે બાદ ગેટ નંબર 27 જે બંધ હતો લોકો તે તરફ ભાગવા લાગ્યા. એ સમયે જ તે બાજુથી DMU ટ્રેન નંબર 74943 પસાર થઈ જેને કારણે આ ઘટના ઘટી.

જુઓ વીડિયો

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે ટ્વીટ કર્યું કે, અણૃતસરની દુખદ રેલવે દુર્ઘટના વિશે સાંભળીને સ્તબ્ધ છું. દુખના આ સમયે તમામ સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલો ખુલા રાખવા માટે કહી દેવામાં આવ્યું છે. જિલ્લા અધિકારીઓને યુદ્ધ સ્તરે રાહત અને બચાવ અભિયાન શરૂ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. અમૃતસર ટ્રેન અકસ્માતને કારણે પંજાબના મુખ્યમંત્રીએ પોતાની ઈઝરાયેલનો ઈઝરાયેલનો પ્રવાસ રદ કરી દીધો છે.

GSTની અસરઃ LED બલ્બ થયા સસ્તા, હજારો મેગાવોટ વીજળીની બચત પણ થઈ GSTની અસરઃ LED બલ્બ થયા સસ્તા, હજારો મેગાવોટ વીજળીની બચત પણ થઈ

English summary
Several feared dead as a train runs into a burning Ravan effigy in Choura Bazar near Amritsar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X