For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી વિનાશ, રેડ એલર્ટ, શાળા-કોલેજો બંધ

હિમાચલ પ્રદેશમાં શુક્રવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે હવામાન વિભાગે રાજ્યમાં રેડ એલર્ટ જારી કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ફરીથી એકવાર હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ઉત્પાત મચાવ્યો છે. શુક્રવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે રાજ્યના ઘણા રસ્તા બંધ થઈ ગયા છે જ્યારે આજે શાળા-કોલેજોને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં ઘણુ આર્થિક નુકશાન થયુ છે. હિમાચલમાં વરસાદનો કહેર હજુ પણ ચાલુ રહેશે અને એટલા માટે હવામાન વિભાગે રાજ્યમાં રેડ એલર્ટ જારી કર્યુ છે.

હિમાચલમાં ભારે વરસાદનો કહેર

તમને જણાવી દઈએ કે શુક્રવારથી ચાલી રહેલ વરસાદના કારણે અત્યાર સુધીમાં 126 રસ્તાઓ ભૂસ્ખલનનો શિકાર બની ગયા છે. બજારો અને મનાલી નેશનલ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યા છે. વરસાદના કારણે માત્ર મનુષ્યો જ નહિ જાનવરો પણ ત્રસ્ત છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સિરમૌરમાં વરસાદના કારણે ઘરના ધાબાનો કાટમાળ પડી જતા 60 ઘેટા-બકરા દબાઈ જવાના સમાચાર છે.

આ પણ વાંચોઃ કેરળ પર ફરીથી ખતરો, અમુક જિલ્લામાં ભારે વરસાદને કારણે યલો એલર્ટઆ પણ વાંચોઃ કેરળ પર ફરીથી ખતરો, અમુક જિલ્લામાં ભારે વરસાદને કારણે યલો એલર્ટ

પાંચ પ્રભાવિત જિલ્લામાં શિક્ષણ સંસ્થાઓ બંધ કરવાનો આદેશ

રાજ્ય સરકારે પાંચ પ્રભાવિત જિલ્લા કુલ્લુ, કિન્નૌર, હમીરપુર, કાંગડા અને ચંબામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે અને લોકોને અપીલ કરી છે કે જરૂર સિવાય ઘરની બહાર નીકળવુ નહિ.

પ્રશાસને લોકોને આપી ચેતવણી

વરસાદના કારણે મનાલીમાં હેલીપેડ વહી ગયુ તો વળી લાહુલનો સંપર્ક દેશદુનિયાથી કપાઈ ગયો છે અને નેશનલ હાઈવે તેમજ ફોરલેનને પણ ઘણુ નુકશાન થયુ છે. પ્રશાસને સંબંધિત એસડીએમને નિર્દેશ આપ્યા છે કે નદી-નાળાના કિનારે રહેતા લોકોને ત્યાંથી ખસેડી દેવામાં આવે અને લોકોને અપીલ કરી છે કે નદી-નાળાની નજીક ન જાય. જળસ્તર ગમે ત્યારે વધી શકે છે.

આ પણ વાંચોઃ ફરીથી વધ્યા પેટ્રોલના ભાવ, મુંબઈમાં 90 રૂપિયાને પારઆ પણ વાંચોઃ ફરીથી વધ્યા પેટ્રોલના ભાવ, મુંબઈમાં 90 રૂપિયાને પાર

English summary
Several parts of Himachal Pradesh witnessed landslides following heavy rainfall and flash floods in the region
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X