સ્પાની આડમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પોલીસે ભાંડો ફોડ્યો
હરિયાણાના ગુરુગ્રામમાં સ્પા સેન્ટરના નામ પર ચાલી રહેલા સેક્સ રેકેટનો પોલીસે ભાંડો ફોડ્યો છે. પોલીસને જાણકારી મળી હતી કે સેક્ટર-43 પાસે સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. પોલીસે નકલી ગ્રાહક સ્પામાં મોકલ્યો તો મેનેજર યુવતી અપાવવા માટે તૈયાર થઇ ગયો. ત્યારપછી મેનેજરને પકડી લેવામાં આવ્યો. આખી ઘટના સુશાંતલોક સી બ્લોકના વ્યાપાર કેન્દ્ર નજરના સ્પા સેન્ટરની છે. સુશાંતલોક ચોકી પોલીસે શનિવારની રાત્રે સ્પા સેન્ટર પ્રબંધકની ધરપકડ કરી લીધી.

ટીમ સાથે નકલી ગ્રાહક
આ કાર્યવાહી મહિલા ચોકી પ્રભારી સેક્ટર 51 રાજબાલાની આગેવાનીમાં કરવામાં આવી. સ્પા સેન્ટરના પ્રબંધક શ્યામની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ટીમ સાથે નકલી ગ્રાહક તૈયાર કરીને શનિવારે રાત્રે સેક્ટર 43 નજીક વ્યાપાર કેન્દ્ર માર્કેટ પહોંચી. માર્કેટમાં ચાલી રહેલા નેચરલ સ્પામાં ટીમે પહેલાથી જ રવિ યાદવ નામના યુવકને નકલી ગ્રાહક બનાવીને મોકલ્યો હતો.

3000 રૂપિયા લઈને યુવતી ઉપલબ્ધ
ગ્રાહકે અંદર મેનેજર સાથે વાતચીત કરી તો તે 3000 રૂપિયા લઈને યુવતી ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર થઇ ગયો. ત્યારપછી સ્પા મેનેજરે ગ્રાહક પાસે યુવતી મોકલી. ઈશારો મળતા જ ટીમ અંદર દાખલ થયી અને મેનેજર અને મહિલાની ધરપકડ કરી લેવામાં આવી. મેનેજરની ઓળખ લક્ષ્મણ વિહાર નિવાસી શ્યામ તરીકે થયી છે. પશ્ચિમ બંગાળની નાદિયા નિવાસી એક મહિલા પાસે દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો.

એક મહિલાની ધરપકડ
પોલીસે આરોપી મેનેજરને પકડી લીધો, જેને રવિવારે ડ્યુટી મેજિસ્ટ્રેટ સામે હાજર કરવામાં આવ્યો. તેને જામીન મળી ચુક્યા છે. આખા મામલે તપાસ ચાલી રહી છે. છાપામારી દરમિયાન પોલીસે સ્પામાંથી એક મહિલાની ધરપકડ કરી છે. પૂછપરછમાં મહિલાએ જણાવ્યું કે તે એક ગરીબ પરિવારથી આવે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે સ્પામાં નોકરી કરે છે. સ્પા સેન્ટરનો મેનેજર તેને રૂપિયાનું લાલચ આપીને તેની પાસે દેહ વેપાર કરાવતો હતો.