Video: SRKને ધારાસભ્યએ કહ્યું, તુ હશે ક્યાંકનો સુપરસ્ટાર!

શાહરૂખ ખાન ફરી તેની કામોના કારણે ચર્ચામાં આવ્યા છે. તેમના જન્મદિવસે બની હતી એક ઘટના જેના કારણે ફરી એક વખત તે ચર્ચામાં આવ્યા છે. આ અંગે વધુ વાંચો અહીં.

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનને મહારાષ્ટ્રના વિધાનસભાના પરિષદના ધારાસભ્ય જયંત પાટિલે ઘણી ખરી ખોટી સંભળાવી હતી. તેનો આ વીડિયો ઘણા સમયથી સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે. આ વીડિયોમાં દેખાય છે તેમ જયંત પાટિલ શાહરૂખ ખાનને ખખડાવતા કહે છે કે, હશે તું ક્યાંકનો સુપરસ્ટાર અહીંનો નથી. આ સાથે ત્યાંથી આગળ જતા રહે છે અને શાહરૂખ ખાન આ તમામ વાત ચૂપચાપ સાંભળ્યા કરે છે. આ વીડિયો 2 નવેમ્બરનો હોવાનો માનવામાં આવે છે. આ દિવસે શાહરૂખ ખાનનો જન્મદિવસ હતો. પોતાના જન્મદિવસની ઉજવણી કરવા શાહરૂખ ખાન અલીબાગ ગયા હતા. મળતી માહિતી અનુસાર, શાહરૂખ ખાન પોતાના જન્મદિવસની ઉજવણી કરીને અલીબાગથી સ્પેશ્યલ મોટરબોટમાં બેસીને મુંબઇ આવી રહ્યા હતા. ઠીક આ જ સમયે જયંત પાટિલ મુંબઇના કોલાવાથી પોતાની બોટમાં રાયગઢ જવાના હતા.

Shah rukh khan

શાહરૂખ પોતાની મોટર બોટથી આવવાના છે તે વાત તેના ફેન્સને ખબર પડતા શાહરૂખની એક ઝલક મેળવવા માટે તેના ફેન્સ મોટી સંખ્યામાં ત્યાં આવી ગયા હતા. ભીડના કારણે ધારાસભ્યને ત્યાંથી બહાર નીકળવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માંડ માંડ તેઓ પોતાની બોટ સુધી પહોંચી શક્યા. તેઓ જ્યારે પોતાની બોટ સુધી પહોંચ્યા તો જોયું કે, શાહરૂખ ખાનની બોટ ત્યાં ઊભી છે અને આથી તેમની બોટને કિનારા સુધી નથી લાવી શકાઇ. ધારાસભ્યના ગુસ્સાનો પારો ઉપર ચડી ગયો. તેમણે બધાની વચ્ચે શાહરૂખ ખાનનું અપમાન કરતા કહ્યું કે, આ અલીબાગ તમે ખરીદી લીધું છે? તું હોઇશ સુપરસ્ટાર ક્યાંકનો પણ અહીંનો નથી. જયંત પાટિલના આવા વ્યવહાર પર શાહરૂખ ખાને કોઇ પણ પ્રતિક્રિયા આપવાને બદલે તે શાંતિથી તેમની વાતો સાંભળી અને ધારાસભ્યા ત્યાંથી નીકળ્યા બાદ તેઓ બોટમાંથી બહાર આવ્યા અને પોતાના રસ્તે ચાલતા થયા. શાહરૂખ ખાનના ફેન્સ તેના આવા વ્યવહારની ખુબ પ્રસંશા કરી રહ્યા છે. જયંત પાટીલને શાહરૂખે કોઇ પણ પ્રકારનો જવાબ ના આપતા આખી ઘટનાને ખૂબ શાંતિથી સંભાળી હતી. આ વીડિયો શાહરૂખ ખાનના ફેન્સે આ વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો, એ પછી ધારાસભ્ય જયંત પાટિલની આલોચના થઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X