For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહીન બાગ મામલાની આગામી સુનાવણી 23 માર્ચે, દિલ્હી હિંસા પર SCએ પોલીસને ફટકાર લગાવી

શાહીન બાગ મામલાની આગામી સુનાવણી 23 માર્ચે, દિલ્હી હિંસા પર SCએ પોલીસને ફટકાર લગાવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા તમામ પ્રદર્શનકારીઓને અહીંથી હટાવવા માટે સુપ્રીમ કોર્ટમા અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણીની આગામી તારીખ 23 માર્ચ નક્કી કરી છે. આ મામલાની હવે આગામી સુનાવણી 23 માર્ચે થશે. જણાવી દઈએ કે અગાઉ સુપ્રીમ કોર્ટે શાહીન બાગના પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા માટે મધ્યસ્થને નિયુક્ત કર્યા હતા. તમામ મધ્યસ્થે પ્રદર્શનકારીઓ સાથે વાત કર્યા બાદ પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો.

જેવી રીતે પાછલા ત્રણ દિવસોમાં દિલ્હીમાં હિંસા થઈ, તેને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. જેના પર કોર્ટે કહ્યું કે દિલહીની હિંસાને જોતા આ સંબંધમાં જે અરજી દાખલ કરવામાં આવી તેનો અવકાશ નહી વધારે. જણાવી દઈએ કે શાહીન બાગના પ્રદર્શનકારીઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે જેવી રીતે દિલ્હીમાં હિંસા થઈ તેને જોતા શાહીન બાગના પ્રદર્શનકારીઓને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે, પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે અરજીઓનો અવકાશ નહિ વધારે.

દિલ્હી પોલીસને ફટકાર લગવાી

દિલ્હી પોલીસને ફટકાર લગવાી

જો કે દિલ્હીમાં થયેલ હિંસાને લઈ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી છે. શાહીન બાગ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે પોલીસમાં સ્વતંત્રતા અને પ્રોફેશનલ વલણની કમી છે. જો પોલીસે પ્રોફેશનાલિઝ્મ અને કાનૂન અંતર્ગત કામ કર્યું હોત તો આવા પ્રકારની કોઈ સમસ્યા ના સર્જાઈ હોત. કોર્ટે કહ્યું કે જો કોઈ ભડકાઉ ભાષણ આપે છે તો પોલીસે કાર્યવાહી કરવી જોઈએ પોલીસમાં પ્રોફેશનાલિઝ્મની કમી છે.

મધ્યસ્થી નિયુક્તિના ફેસલાને યોગ્ય ગણાવ્યો

મધ્યસ્થી નિયુક્તિના ફેસલાને યોગ્ય ગણાવ્યો

જ્યારે શાહીન બાગ મામલાને લઈ સુપ્રીમ કોર્ટે મધ્યસ્થોની નિયુક્તિના ફેસલાને યોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે કહ્યું કે ક્યારેક ક્યારેક સમસ્યાના સમાધાન માટે અલગ રીતે વિચારવું પડે છે. સાથે જ કોર્ટે કહ્યું કે દિલ્હીમાં ચાલી રહેલ હિંસા ખતમ થવાની જરૂરત છે, જ્યારે હાલાત સ્થિર હશે ત્યારે શાહીન બાગના મામલાની સુનાવણી થશે. કોર્ટે કહ્યું કે હાલ આના પર સુનાવણી થઈ શકે તેવા પ્રકારનો માહોલ નથી.

માહોલ યોગ્ય નથી

માહોલ યોગ્ય નથી

અગાઉ કોર્ટે મધ્યસ્થોના રિપોર્ટને જોયો. સુનાવણી દરમિયાન સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તમે પોલીસને હતોત્સાહિત ના કરી શકો. અમારા કોન્સ્ટેબલનું મોત થઈ ગયું છે. જેના પર કોર્ટે કહ્યું કે હાલ અમે આ મુદ્દે વિચાર કરવા નથી માંગતા, અત્યારે હાલાત યોગ્ય નથી, જેથી અમે મામલાને ટાળીએ છીએ. કોર્ટના ફેસલાનો તુષાર મેહતાએ વિરોધ કર્યો. કોર્ટે કહ્યું કે 13 લોકોના મોત થયા છે અને આ ગંભીર વિષય છે સાથે જ કોર્ટે કહ્યું કે સાર્વજનિક જગ્યા પ્રદર્શન માટે નથી હોતી.

દિલ્હી હિંસા પર ગૃહ મંત્રી અમિત શાહની 24 કલાકમાં 3 બેઠક, અત્યાર સુધીમાં 17 લોકોના મોતદિલ્હી હિંસા પર ગૃહ મંત્રી અમિત શાહની 24 કલાકમાં 3 બેઠક, અત્યાર સુધીમાં 17 લોકોના મોત

English summary
shaheen bagh issue: Supreme court to hear on 23rd march, court slams police over delhi violence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X