શાહીન બાગઃ સુપ્રીમ કોર્ટે કહ્યુ - ધરણા પ્રદર્શન માટે સાર્વજનિક સ્થળોને ઘેરવા ગેરકાયદે
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે શાહીન બાગ વિરોધ પ્રદર્શન કેસમાં સુનાવણી કરીને કહ્યુ કે શાહીન બાગ કેસમાં અમે બે સભ્યોની સમિતિ બનાવી હતી જેણે રિપોર્ટ પણ આપ્યો હતો પરંતુ તેમછતાં વિરોધ પ્રદર્શન સતત ચાલુ રહ્યા. આનાથી લોકોને ઘણી મુશ્કેલી થઈ. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે સામાન્ય રસ્તાને અનિશ્ચિત કાળ સુધી રોકી ન શકાય, વિરોધ પ્રદર્શનનો અધિકાર માત્ર નિર્દિષ્ટ ક્ષેત્રોમાં જ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે સીએએ અને એનઆરસી માટે ગયા વર્ષે ડિસેમ્બરમાં દિલ્લીના શાહીન બાગમાં જોરદાર વિરોધ પ્રદર્શન થયા. દિલ્લી-નોઈડાના રસ્તા પર થયેલ વિરોધ પ્રદર્શનના કારણે મહિનાઓ સુધી રસ્તો બંધ કરવો પડ્યો. જેનાથી સામાન્ય નાગરિકને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

વિરોધની પણ એક સીમા હોય
તમને જણાવી દઈએ કે કેસની સુનાવણી જસ્ટીસ સંજય કિશન કૌલની આગેવાનીવાળી બેન્ચ કરી રહી છે. બુધવારે જસ્ટીસ કૌલે કહ્યુ કે વિરોધની પણ એક સીમા હોય છે. સાર્વજનિક સ્થળોને ધરણા પ્રદર્શન માટે ઘેરી શકાય નહિ, કાયદા હેઠળ આ સ્વીકાર્ય નથી. આા પ્રદર્શન લોકો માટે મુશ્કેલીનુ કારણ બને છે. જસ્ટીસ કૌલે કહ્યુ કે મધ્યસ્થીનો પ્રયત્ન પણ શાહીન બાગને ખાલી કરવામાં સફળ ન થયો પરંતુ અમને કોઈ પસ્તાવો નથી. સાર્વજનિક બેઠકો પર પ્રતિબંધ ન લગાવી શકાય પરંતુ તે નિર્દિષ્ટ ક્ષેત્રોમાં હોવુ જોઈએ.

બંધારણ વિરોધ કરવાનો અધિકાર આપે છે પરંતુ...
ન્યાયાધીશ સંજય કિશન કૌલે કહ્યુ, 'અદાલત કાર્યવાહીની માન્યતાને માને છે અને તેનો અર્થ પ્રશાસને ટેકો આપવાનો નથી. દૂર્ભાગ્યથી પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ રીતે અમારે હસ્તક્ષેપ કરવો પડ્યો. ઉપયુક્ત કાર્યવાહી કરવા માટે પ્રતિવાદી પક્ષોની જવાબદારી પરંતુ આ રીતના કાર્યો માટે યોગ્ય પરિણામ સામે આવવા જોઈએ. બંધારણ વિરોધ કરવાનો અધિકાર આપે છે પરંતુ તેને સમાન ફરજો સાથે જોડવુ જોઈએ. પ્રશાસને કઈ રીતે કામ કરવુ જોઈએ એ તેમની જવાબદારી છે અને પ્રશાસનિક કામોને કરવા માટે અદાલતના આદેશોને છૂપાવવા જોઈએ નહિ. '

સાર્વજનિક સ્થળોએ અનિશ્ચિત કાળ સુધી કબ્જો ન કરી શકાય
જસ્ટીસ કૌલે આગળ કહ્યુ, વિસ્તારને અતિક્રમણ અને અવરોધોથી મુક્ત કરવા માટે પ્રશાસને કાર્યવાહી કરવી જોઈએ. વિરોધ પ્રદર્શન માટે સાર્વજનિક સ્થળો આ રીતનો કબ્જો સ્વીકાર્ય નથી. આ રીતના વિરોધ પ્રદર્શનને સોશિયલ મીડિયા વધુ ખતરનાક બનાવી દે છે. વિરોધ સ્વરૂપે થરૂ થયેલા આ કાર્યક્રમ આજે યાત્રીઓ માટે અસુવિધાનુ કારણ બની ગયો. સાર્વજનિક સ્થળોએ અનિશ્ચિત કાળ સુધી કબ્જો ન કરી શકાય.
રિયા ચક્રવર્તીને મળ્યા જામીન, ભાઈ શોવિકની અરજી ફગાવી