• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીના સ્વચ્છતા અભિયાન માટે ઝાડું નહીં ઊઠાવે શાહરુખ!

|

મુંબઇ, 12 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનથી ઘણી સેલિબ્રિટીઝ જોડાઇ રહી છે. બોલિવુડના ઘણા સિતારાઓ ઝાડુ ઊઠાવીને સફાઇ કરતા દેખાઇ રહ્યા છે. તેમાં ઋતિક રોશન, સલમાન ખાન જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે પરંતુ બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન આપને ઝાડુ ઊઠાવીને સફાઇ કરતા નહીં દેખાય. આમ તો શાહરુખ મોદીના આ અભિયાનને સમર્થન આપે છે પરંતુ તેમને આના માટે ઝાડું પકડવું મંજૂર નથી. શાહરુખ અનુસાર તેમને ઝાડું ઊઠાવવું સારું નથી લાગતું.

અભિયાન સાથે જોડાવાના સવાલ પર શાહરુખે જણાવ્યું કે તેમનું હૃદય સાફ છે. શાહરુખે જણાવ્યું કે 'હું દિલની સફાઇ કરી રહ્યો છું, દિમાગની પણ સફાઇ કરી રહ્યો છું. મારું હૃદય સાફ છે. આમ પણ મને ઝાડું ઊઠાવવું થોડું અજીબ લાગે છે.'

જોકે શાહરુખે અભિયાનમાં બીજી મોટી હસ્તીઓના સામેલ થવાના વખાણ કર્યા. શાહરુખે જણાવ્યું કે 'આ અભિયાનમાં મોટી હસ્તિયોના સામેલ થવાથી લોકોને પ્રેરણા મળે છે.' ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ શાહરુખને આ અભિયાનમાં જોડાવવા માટે નોમિનેટ કર્યા હતા.

શાહરુખ ખાન મંગળવારે બે બાળકોના એક ઇવેંટ ચિલ્ડ્રન મંથમાં સામેલ થયા. 14 નવેમ્બરના રોજ ચિલ્ડ્રન ડેથી પહેલા તેમણે અત્રે આવેલા બાળકોની સાથે મન મૂકીને મસ્તી કરી. શાહરુખે બાળકોની સાથે સ્ટેજ પર ડાંસ પણ કર્યો.

English summary
Shahrukh Khan denied to join PM Modi's 'Clean India Campaign', he nominated by tennis player Sania Mirza.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X