For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હદ કરી નાખી: સાડી, બ્લાઉઝ અને ચણીયાના પૈસામાં પણ કૌભાંડ?

|
Google Oneindia Gujarati News

તમે નેતાઓ અને સરકારના ઘણાં કૌભાંડ સાંભળ્યા હશે. પરંતુ આજે અમે તમને ઉત્તરપ્રદેશના એક એવા કૌભાંડ અંગે જણાવી રહ્યાં છીએ જે અંગે તમે વિચાર્યુ પણ નહીં હોય.

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાંથી ચણીયા કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જી હા, લખનઉ વિકાસ પ્રાધિકરણમાં મહિલા કર્મચારીઓને યુનિફોર્મ તરીકે આપવામાં આવતા કપડાનું કૌભાંડ બહાર આવી રહ્યું છે.

Corruption

આ વખતે મહિલાઓની સાડી, બ્લાઉઝ, અને ચણીયા વિતરણમાં ગોટાળાના સમાચારો મળી રહ્યાં છે. મહીલા કર્મચારીઓએ આરોપ લગાવ્યો છેકે તેમને સાડી તો આપવામાં આવી પરંતુ ચણીયા નથી આપવામાં આવ્યા. મહિલાઓએ અધિકારીઓ પર ચણીયા કૌભાંડના આરોપ લગાવતા જણાવ્યું હતુ કે અધિકારીઓ ચણીયાના પૈસા ચાઉં કરી ગયા છે.

LDAમાં ચોથી શ્રેણીના 1300 કર્મચારીઓને યુનિફોર્મ વહેચવામાં આવ્યા હતા. આ અંગે 25 લાખ રૂપિયા પાસ કરાવવામાં આવ્યા. દરેક કર્મચારી માટે 1950 રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.

પરંતુ મહિલાઓનો આરોપ છે કે જે સાડી, બ્લાઉઝ તેમને આપવામાં આવ્યા છે તેની બજાર કિંમત માત્ર 150થી 200 રૂપિયા છે. આવામાં અધિકારીઓ દર કર્મચારી દીઠ સાડી, બ્લાઉઝ અને ચણીયાના 1700 રૂપિયા ચાઉં કરી ગયા છે.

English summary
Shameful scam of Saari blouse and peticote exposes the reality of Uttar Pradesh. Fourth class women employees accused officials for peticote scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X