For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોડસેને થેંક્યુ કહેનાર IAS નિધિ પર એક્શન લોઃ NCP નેતા શરદ પવાર

નેશનલ રાષ્ટ્રવાદી પાર્ટીના પ્રમુખ શરદ પવારે રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખી ફડણવીસને આઈએએસ અધિકારી નિધિ ચૌધરી સામે કાર્યવાહી કરવાની માંગ કરી.

|
Google Oneindia Gujarati News

નેશનલ રાષ્ટ્રવાદી પાર્ટીના પ્રમુખ શરદ પવારે રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો. તેમણે ફડણવીસને આઈએએસ અધિકારી નિધિ ચૌધરી સામે કાર્યવાહી કરવાની માંગ કરી. ચૌધરીએ પોતાના ટ્વીટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટોને નોટોમાંથી હટાવવાની માંગ કરી હતી અને નાથુરામ ગોડસેને થેંક્યુ કહ્યુ હતુ. ત્યારબાદ આના પર વિવાદ શરૂ થઈ ગયો. જો કે બાદમાં તેમણે પોતાનુ ટ્વીટ ડિલીટ કરી દીધુ.

Sharad Pawar

નિધિ ચૌધરી 2012ની બેચની આઈએએસ છે. હાલમાં તે બીએમસીમાં છે. 17મેના રોજ એક ટ્વીટમાં નિધિએ લખ્યુ કે આપણે શાનદાર રીતે 150મી જયંતિ મનાવી રહ્યા છે. આ જ મોકો છે કે આપણે નોટોમાંથી તેમનો ફોટો હટાવી દઈએ, દુનિયાભરમાંથી તેમની મૂર્તિઓ હટાવી દઈએ, તેમના નામ પર રાખવામાં આવેલી સંસ્થાઓ અને રસ્તાઓના નામ બદલી દઈએ, આ બધા તરફથી તેમને અસલી શ્રદ્ધાંજલિ હશે, 30 જાન્યુઆરી, 1948 માટે થેંક્યુ ગોડસે.

આ ટ્વીટ પર વિવાદ બાદ નિધિ ચૌધરીએ તેને ડિલીટ કરી દીધુ. નિધિએ એક બીજા ટ્વીટમાં લખ્યુ કે 17મેનું મારુ ટ્વીટ મે ડિલીટ કરી દીધુ કારણકે અમુક લોકોએ તેને ખોટુ સમજ્યુ. જો તે 2011થી મારી ટાઈમલાઈન ફોલો કરી હોત તો તે સમજતા કે હું ગાંધીજીનો અનાદર કરવાનુ વિચારી પણ ન શકુ, હું તેમની સામે પૂરી શ્રદ્ધાથી માથુ ઝૂકાવુ છુ અને પોતાના અંતિમ શ્વાસ સુધી આમ કરતી રહીશ.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં એનકાઉન્ટર, સેનાએ એક આતંકીને કર્યો ઠારઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં એનકાઉન્ટર, સેનાએ એક આતંકીને કર્યો ઠાર

English summary
Sharad Pawar demands to Devendra Fadnavis take actions against IAS officer Nidhi Choudhary
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X