For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sharad Yadav Passes Away: શરદ યાદવનુ 75 વર્ષની વયે નિધન, પીએમ મોદી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યુ દુઃખ

પૂર્વ જેડીયુ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી શરદ યાદવના નિધન પર પીએમ મોદી સહિત ઘણા નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યુ.

|
Google Oneindia Gujarati News

Sharad Yadav Passes Away: પૂર્વ જેડીયુ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શરદ યાદવુ ગુરુવારે રાતે 75 વર્ષની વયે નિધન થઈ ગયુ. જેની પુષ્ટિ તેમની દીકરી સુભાષિનીએ કરી. સુભાષિનીએ ટ્વિટ કરીને લખ્યુ કે, 'પપ્પા નથી રહ્યા.' શરદ યાદવ વધતી ઉંમરના કારણે થતી બિમારીઓના લીધે છેલ્લા ઘણા દિવસોથી બિમાર હતા. અચાનક તેમની તબિયત વધુ બગડતા તેમને ગુરુગ્રામની ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Sharad Yadav

શરદ યાદવના નિધનથી રાજકીય જગત શોક વ્યાપી ગયો છે. તેમના નિધન પર ઘણા નેતાઓ સહિત પાર્ટી નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યુ છે. શરદ યાદવના નિધન પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ, 'શ્રી શરદ યાદવના નિધનથી અત્યંત દુઃખી છુ. તેમની લાંબી જાહેર કારકિર્દીમાં તેમણે પોતાને સંસદસભ્ય અને મંત્રી તરીકે પ્રતિષ્ઠિત કર્યા. તેઓ ડૉ. લોહિયાના આદર્શોથી ખૂબ પ્રભાવિત હતા. હું હંમેશા અમારી વાતચીતને સાચવીને રાખીશ. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. શાંતિ.'

બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ, ' મંડલ મસીહા, આરજેડીના વરિષ્ઠ નેતા, મહાન સમાજવાદી નેતા, મારા સંરક્ષક આદરણીય શરદ યાદવજીના અકાળ અવસાનના સમાચારથી હું દુઃખી છુ. હું કંઈ કહી શકવા અસમર્થ છુ. માતા અને ભાઈ શાંતનુ સાથે વાતચીત કરી. આ દુઃખની ઘડીમાં સમગ્ર સમાજવાદી પરિવાર પરિવારના સભ્યો સાથે છે.'

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે શરદ યાદવજી સમાજવાદના હિમાયતી હોવાની સાથે નમ્ર સ્વભાવના વ્યક્તિ હતા. હું તેમની પાસેથી ઘણુ શીખ્યો. હું તેમના શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરુ છુ. દેશ માટે તેમનુ યોગદાન હંમેશા યાદ રહેશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ પણ શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વીટમાં તેમણે લખ્યુ, 'અનુભવી નેતા, મારા મિત્ર અને સંસદમાં જાણીતા સાથીદાર શરદ યાદવજી, એક પ્રતિષ્ઠિત વિદ્યાર્થી નેતા જે જાહેર જીવનમાં સર્વોચ્ચ હોદ્દા પર પહોંચ્યા, તેમના અવસાનથી ખૂબ જ દુઃખ થયુ. તેઓ તેમની અભિવ્યક્તિમાં સ્પષ્ટવાદી હતા, એક સમાવેશી ભારત માટે પ્રતિબદ્ધ હતા.

પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પણ શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતા શ્રી શરદ યાદવના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયુ. તેઓ એક મજબૂત નેતા હતા. તે લોકો સાથે સરળતાથી જોડાઈ જતા હતા. તેમના પરિવાર, સંબંધીઓ અને અનુયાયીઓ પ્રત્યે મારી ઊંડી સંવેદના. શાંતિ.

શરદ યાદવના નિધન પર કિરણ રિજિજુએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ - પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શરદ યાદવનુ નિધન ખૂબ જ દુઃખદ છે. ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે મહાન સમાજવાદી નેતા આદરણીય શ્રી શરદ યાદવનુ અવસાન અત્યંત હૃદયદ્રાવક છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!

કોંગ્રેસે પણ શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે ટ્વીટ કર્યુ કે જેડીયુના પૂર્વ પ્રમુખ, પૂર્વ કેન્દ્રીય મંત્રી, વરિષ્ઠ સમાજવાદી નેતા શ્રી શરદ યાદવનુ નિધન ભારતીય રાજનીતિ માટે અપુરણીય ખોટ છે. ભગવાન તેમને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવાર અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં લખ્યુ છે કે સમાજવાદી વિચારધારાના સ્થાપક અને અમારા સમયના સૌથી પીઢ નેતાઓમાંથી એક શરદ યાદવજીનુ જવુ ખૂબ જ દુઃખદ સમાચાર છે. તેઓ મારા રાજકીય સંરક્ષક હતા. ભગવાન તેમના સ્વજનોને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ:

English summary
Sharad Yadav passes away at the age of 75, many leaders expressed grief including PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X