For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શશિ થરૂર બોલ્યા- નેહરૂને કારણે આજે 'ચાવાળો' પીએમ બની શક્યો

શશિ થરૂર બોલ્યા- નેહરૂને કારણે આજે 'ચાવાળો' પીએમ બની શક્યો

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે એક કાર્યક્રમ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પર પરોક્ષ રીતે નિશાન સાધ્યું. દેશના વિકાસમાં પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂના યોગદાનને યાદ કરવતા થરૂરે કહ્યું કે, 'નેહરૂને કારણે આજે એક ચાવાળો પીએમ બની શક્યો.' જણાવી દઈએ કે શશિ થરૂરે વર્ષ 2013માં પંડિત નહેરૂ પર લખેલ પુસ્તક Nehru-The Invetion Of Indiaનું નવું એડિશન લૉન્ચ કર્યું છે. આ પુસ્તકના લોકાર્પણ સમયે કાર્યક્રમ દરમિયાન શશિ થરૂરે સત્તા પક્ષ પર પ્રહાર કર્યો અને દેશમાં લોકતંત્રની મૂળ મજબૂત કરવા માટે જવાહરલાલ નેહરુના યોગદાનને યાદ કર્યું.

થરૂરના પુસ્તકનું લોકાર્પણ

થરૂરના પુસ્તકનું લોકાર્પણ

કાર્યક્રમમાં સંબોધન આપતાં શશિ થરૂરે કહ્યું કે કેટલાક લોકો આરોપો લગાવી રહ્યા છે કે પંડિત નેહરુએ પોતાની દીકરી (ઈંદિરા ગાંધી)ને પોતાના ઉત્તરાધિકારી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ આરોપો પાયાવિહોણા છે. થરૂરે કહ્યું કે પંડિત નેહરુએ દેશમાં લોકતાંત્રિક સંસ્થાનોને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું.

મોદી પર કર્યા પ્રહાર

મોદી પર કર્યા પ્રહાર

પોતાની વાતને સાબિત કરવા માટે થરૂરે એક જૂનો કિસ્સો સંભળાવતા કહ્યું કે, 'જ્યારે એક પ્રખ્યાત અમેરિકન પત્રકારે પંડિત નેહરુને સવાલ કર્યો હતો કે તમે તમે તમારા વારસાને કઈ રીતે જોવા માગો છો? તો આના જવાબમાં પંડિત નેહરુએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેમના દેશની જનતા ખુદ સરકાર ચલાવવામાં સક્ષમ થાય.' થરૂરે કહ્યું કે નેહરુજીના નિધન બાદ દેશ રડ્યો, પરંતુ તેમણે લોકતંત્રને એટલી મજબૂતી આપી દીધી હતી કે દેશ તેમના મૃત્યુ પાદ પણ આગળ વધતો રહ્યો. કોંગ્રેસના સાંસદે કહ્યું કે, 'આજે જો આપણા દેશમાં લોકતંત્ર છે તો તે એટલા માટે કેમ કે પંડિત નેહરુએ તેને આકાર આપ્યો. આજે જો કોઈ ચાવાળો દેશનો પ્રધાનમંત્રી બની શકે છે તો તે એટલા માટે કેમ કે પંડિત નેહરુએ એવી લોકતાંત્રિક સંસ્થાઓ બનાવી, જેના કારણે દેશનો દરેક નાગરિક દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકે છે.'

કહ્યું- નેહરુને કારણે મોદી પીએમ બની શક્યા

કહ્યું- નેહરુને કારણે મોદી પીએમ બની શક્યા

દેશમાં સેક્યૂલેરિઝ્મનાં મૂળ મજબૂત કરવામાં પંડિત નેહરુના યોગદાનનો ઉલ્લેખ કરતા શશિ થરૂરે કહ્યું કે પંડિત નેહરુના અને તેમના કેટલાય મિત્રોના ઘરમાં કામ કરનારા લોકો મુસ્લિમ હતા. જેમના માટે એમના મનમાં બહુ આદર હતો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે એકવાર પંડિત નેહરુએ કહ્યું હતું કે આ મુલ્લા, સાધૂ કે સંત દેશની દરેક સમસ્યાનું સમાધાન ન કરી શકે. આ જ કારણ રહ્યું છે જેનાથી તેમણે સેક્યૂલરિઝ્મને ભારે મહત્વ આપ્યું. આ દિવસોમાં ઈન્ટરનેટ પર પંડિત નેહરુ વરુદ્ધ ચાલી રહેલ ખોટા સમાચારો પર થરૂરે કહ્યું કે 'આવું કેમ કરવામાં આવી રહ્યું છે કે ભારતના એક મહાન સપૂત, જેણે આ દેશનો પાયો નાખ્યો, તેને બદનામ કરવાની કોશિશ કેમ થઈ રહી છે? આજે ભારત અંતરિક્ષના ક્ષેત્રમાં કેટલી પ્રગતિ કરી રહ્યો છે. ભારતના અંતરિક્ષ કાર્યક્રમનો પાયો પણ પંડિત નેહરુએ જ રાખ્યો હતો.' જણાવી દઈએ કે બેંગ્લોર લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન પણ શશિ થરૂરે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે અજ્ઞા આરએસએસના સૂત્રએ એમને કહ્યું હતું કે, 'પીએમ મોદી શિવલિંગ પર બેઠેલા વીંછીની જેમ છે, જેમને હાથથી પણ ન હટાવી શકાય અને ચપ્પલ મારીને પણ ન હટાવી શકાય.'

સિંગાપુરમાં ફિનટેક ફેસ્ટિવલમાં પીએમઃ ‘સરકારે બદલ્યા 130 કરોડ લોકોના જીવન'સિંગાપુરમાં ફિનટેક ફેસ્ટિવલમાં પીએમઃ ‘સરકારે બદલ્યા 130 કરોડ લોકોના જીવન'

English summary
shashi tharoor attacks pm modi while book launching event.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X