‘હત્યારોપી' વાળા નિવેદન પર રવિશંકર પ્રસાદ સામે કોર્ટ પહોંચ્યા શશિ થરુર
કોંગ્રેસ નેતા શશિ થરુરે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સામે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. શશિ થરુરે રવિશંકર પ્રસાદ સામે ગુનાહિત માનહાનિની ફરિયાદ તિવરુવનંતપુરમ કોંર્ટમાં કરી છે અને કહ્યુ છે કે કાયદા મંત્રીએ જે પણ નિવેદન આપ્યુ છે તે ખોટુ અને દૂર્ભાવનાપૂર્ણ છે. થરુરે રવિશંકર પ્રસાદને તેમના નિવેદન માટે માફી માંગવા કહ્યુ છે.
આ પણ વાંચોઃ અટકળો પર ઉપેન્દ્ર કુશવાહાએ લગાવ્યુ વિરામ, એનડીએની બેઠકમાં નહિ થાય શામેલ
શશિ થરુરે પીએમ મોદી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી ત્યારબાદ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પલટવાર કરતા શશિ થરુરને હત્યારોપી ગણાવ્યા હતા. છેલ્લા અમુક મહિનાઓથ શશિ થરુર સતત પીએમ મોદી પર વ્યક્તિગત હુમલા કરી રહ્યા છે. ત્યારબાદ ભાજપ નેતાઓએ પણ થરુર પર ઘણી વાર હુમલા કર્યા છે.
થરુરે પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે જો દેશના કાયદામંત્રી રાજકીય વિરોધના કારણે હત્યાના ખોટા કેસની તપાસ કરી છે તો પછી ન્યાય અને લોકતંત્રમાં વિશ્વાસ કેવી રીતે જળવાશે. શશિ થરુરે કેન્દ્રીય મંત્રી સામે ફરિયાદમાં તેમની માફી માંગવાની માંગ કરી છે.