For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019માં રાહુલ ગાંધીને પીએમ ઉમેદવાર બનાવવા પર થરુરનું મોટુ નિવેદન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરે પણ એ વાત તરફ ઈશારો કર્યો છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં સંભવ છે કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી ઉમેદવાર નહિ હોય.

|
Google Oneindia Gujarati News

આગામી લોકસભા ચૂંટણી માટે જે રીતે વિપક્ષ મહાગઠબંધનની તૈયારી કરી રહ્યુ છે, તેની સૌથી મોટી સમસ્યા એ છે કે આ મહાગઠબંધનના નેતા કોણ હશે. એક તરફ જ્યાં રાહુલ ગાંધીને તેમના નેતા માનવામાં આવી રહ્યા હતા તો બીજી તરફ ઘણા એવા પક્ષ હતા જે રાહુલ ગાંધીને પોતાના નેતા માનવા માટે તૈયાર નહોતા. જો કે ખુદ રાહુલ ગાંધીએ આ વાત અંગે કહ્યુ હતુ કે જરૂરી નથી કે તે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હોય. પરંતુ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરે પણ એ વાત તરફ ઈશારો કર્યો છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં સંભવ છે કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી ઉમેદવાર નહિ હોય.

આ પણ વાંચોઃ બહેન-દીકરી, ધર્મ, સંસ્કૃતિને બચાવવી હોય તો ભાજપને મત આપોઃ સંત સમાજઆ પણ વાંચોઃ બહેન-દીકરી, ધર્મ, સંસ્કૃતિને બચાવવી હોય તો ભાજપને મત આપોઃ સંત સમાજ

સાથે મળીને લેશે નિર્ણય

સાથે મળીને લેશે નિર્ણય

શશિ થરુરે કહ્યુ કે તેમનો પક્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ગઠબંધન જરૂર કરશે પરંતુ પ્રધાનમંત્રી ઉમેદવારના નામનો નિર્ણય એકસાથે મળીને બેસીને લેવામાં આવષે. તેમણે કહ્યુ કે મહાગઠબંધનમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર કોણ હશે એનો નિર્ણય બધાની સાથે વાતચીત કરીને થશે. તેમણે કહ્યુ કે અમે ભાજપની લાઈન પર આગળ નહિ વધે, અમારી વચ્ચે પીએમ પદના ઉમેદવારના નામ માટે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.

કાબેલ નેતાઓની ઉણપ નથી

કાબેલ નેતાઓની ઉણપ નથી

થરુરે કહ્યુ કે પક્ષની અંદર કાબેલ લોકોની ઉણપ નથી. અમારી પાસે ઘણા દિગ્ગજ નેતા છે. પ્રણવ મુખર્જી અને પી ચિદમ્બરનો ઉત્કૃષ્ટ રેકોર્ડ તમે જોઈ શકો છો. તેમણે કહ્યુ કે અમારી પાસે મુખર્જી અને ચિદમ્બરમ જેવા નેતા છે જેમનું કેરિયર ઘણુ જબરદસ્ત રહ્યુ છે. જો કે થરુરે સ્પષ્ટ કર્યુ છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીની અંદર નેતાઓ અને કાર્યકર્તાઓની પહેલી પસંદ છે. આ દરમિયાન થરુરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર એક વાર ફરીથી હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે પીએમ સફેદ ઘોડા પર બેઠેલા હીરોની જેમ છે જેમના હાથમાં તલવાર છે.

પીએમઓથી થાય છે બધા નિર્ણય

પીએમઓથી થાય છે બધા નિર્ણય

પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતા થરુરે કહ્યુ કે તે વન મેન આર્મી છે જેમની આગળ દરેક જણ નાચી રહ્યુ છે. દેશના ઈતિહાસમાં પ્રધાનમંત્રી કાર્યલય અત્યાર સુધીનું સૌથી કેન્દ્રીત કાર્યાલય બની ગયુ છે. બધા નિર્ણયો પીએમઓથી જ લેવામાં આવે છે. બધી ફાઈલો પાસ કરવા માટે પીએમઓ મોકલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે થરુરે પીએમ મોદીની તુલના વિંછી સાથે કરી હતી જેના કારણે તે વિવાદોમાં આવી ગયા હતા.

આ પણ વાંચોઃ સુખ, ધન અને સમૃદ્ધિના દિપોત્સવનો પ્રારંભ એટલે ધનતેરસઆ પણ વાંચોઃ સુખ, ધન અને સમૃદ્ધિના દિપોત્સવનો પ્રારંભ એટલે ધનતેરસ

English summary
Shashi Tharoor hints Rahul Gandhi may not be the PM candidate in 2019 Loksabha polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X