PMની દીવો પ્રગટાવવાની અપીલ પર થરુરુનો કટાક્ષઃ આ મોદીની ફીલ ગુડ મૂમેન્ટ હતી
કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં વધી રહ્યો છે, ભારતમાં આનો સામનો કરવા માટે 21 દિવસનુ લૉકડાઉન છે, જેનો આજે 10મો દિવસ છે. આજે પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને અપીલ કરીને કહ્યુ કે કોરોનાના અંધકારને પ્રકાશની તાકાતથી હરાવવાની જરૂર છે. આના માટે પ્રધાનમંત્રીએ લોકોને રવિવારે રાતે નવ વાગે નવ મિનિટ સુધી દીવો પ્રગટાવવાની અપીલ કરી છે, આનો હેતુ એકજૂટતાનો સંદેશ આપવાનો છે.

આ બસ પીએમ મોદીની ફીલ ગુડ મૂમેન્ટ હતીઃ શશિ થરુર
પીએમ મોદીના આ વીડિયો મેસેજ બાદ કોંગ્રેસ તરફથી પહેલી પ્રતિક્રિયા તેમના સાંસદ શશિ થરુરે આપી છે. જેમણે કહ્યુ કે પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં લોકોના દર્દ, તેમના બોધ અને તેમની આર્થિક ચિંતાઓ વિશે કંઈ ન કહ્યુ, આ બસ પીએમ મોદીની ફીલ ગુડ મૂમેન્ટ હતી.

શશિ થરુરે કર્યો કટાક્ષ, કહ્યુ - અત્યારે શોમેનની વાતો સાંભળી...
તેમણે આ વિશે ટ્વિટ કર્યુ કે અત્યારે પ્રધાન શોમેનની વાતો સાંભળી, લોકોના દર્દ, તેમના બોધ, તેમની આર્થિક ચિંતાઓને દૂર કરવા વિશે કંઈ કહેવામાં આવ્યુ નથી. ભવિષ્ય વિશે કોઈ દ્રષ્ટિ નહિ, કે એ મુદ્દાઓ પર કોઈ વાત નહિ, જેના વિશે લૉકડાઉન બાદના માહોલમાં વાત કરવાનો તેમનો ઈરાદો હોય. બસ, ભારતના ફોટો-ઑપ પ્રધાનમંત્રી દ્વારા તૈયાર કરવામાં આવેલ ફીલ-ગુડ મૂમેન્ટ હતી. આ થરુરનુ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે.
|
પીએમ મોદીએ કહી છે દીવો પ્રગટાવવાની અપીલ
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પોતાના વીડિયો મેસેજમાં કહ્યુ છે કે 5 એપ્રિલ એટલે કે આ રવિવારે રાતે નવ વાગે નવ મિનિટ માટે ઘરની બધી લાઈટો બંધ કરી દો અને દરવાજા પર ઉભા રહીને અથવા બાલકનીમાં દીવો પ્રગટાવો, મિણબત્તી સળગાવો અથવા કંઈ પણ પ્રકાશ કરો, આ શક્તિ દ્વારા આપણે એ સંદેશ આપવા ઈચ્છીએ છીએ કે દેશવાસી એકજૂટ છે. પીએમે કહ્યુ કે એકજૂટતાના દમ પર જ આ મહામારીને મ્હાત આપી શકાય તેમ છે.

ઘરમાં રહેલો દરેક વ્યક્તિ જંગનો ભાગીદાર
કોરોના સામે જંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજે જ્યારે દરેક જણ ઘરમાં છે, તો લોકો વિચારી રહ્યા છે કે તે એકલા કેવી રીતે લડાઈ લડશે, તમારા મનમાં આ પ્રશ્ન આવતો હશે કે કેટલા દિવસ કાપવા પડશે, આપણે પોતાના ઘરમાં જરુર છે પરંતુ આપણામાંથી કોઈ એકલુ નથી. 130 કરોડ દેશવાસીઓની સામૂહિક શક્તિ દરેક વ્યક્તિ સાથે છે.
આ પણ વાંચોઃ દૂરદર્શન પર આવતા જ છવાઈ રામાયણ, 17 કરોડ દર્શકો સાથે બનાવ્યો નવો રેકૉર્ડ