• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અડવાણીને ટિકિટ નહીં મળવા પર શત્રુઘ્ન સિંહાનું મોટું નિવેદન

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2019 માટે લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગર સીટથી ટિકિટ કાપી નાખી છે. તેના અંગે હવે શત્રુઘ્ન સિંહા ઘ્વારા પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પર પ્રહાર કરવામાં આવ્યા છે. શત્રુઘ્ન સિંહા ઘ્વારા પાર્ટીના નિર્ણયને અપમાનજનક અને શર્મનાક ગણાવતા કહ્યું કે આવી આશા 'વન મેન શૉ' અને 'ટુ મેન આર્મી' ના તાનાશાહ શાશન પાસે જ કરી શકાય છે.

આ પણ વાંચો: ક્યારેક પીએમ મોદી અને તોગડીયા સ્કુટર પર સાથે ફરતા હતા

અડવાણીને ટિકિટ નહીં મળવા પર ગુસ્સે થયા શત્રુઘ્ન સિંહા

અટલ બિહારી વાજપેયી સરકારમાં ઉપપ્રધાનમંત્રી રહેલા લાલકૃષ્ણ અડવાણી 75 વર્ષથી પાર્ટીના એવા નેતાઓમાં શામિલ છે, જેમની ટિકિટ કાપવામાં આવી છે. 91 વર્ષના અડવાણીની સંસદીય સીટથી ભાજપા અધ્યક્ષ અમિત શાહને ઉતારવામાં આવ્યા છે. ભાજપા અધ્યક્ષ અમિત શાહ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.

'વન મેન શૉ' અને 'ટુ મેન આર્મી' તાનાશાહ શાશન પાસે આવી જ આશા

અડવાણીને ટિકિટ નહીં મળવા પર શત્રુઘ્ન સિંહા ઘ્વારા ટવિટ કરીને રોષ પ્રગટ કરવામાં આવ્યો છે. તેમને લખ્યું કે પિતાતુલ્ય, અનુભવી, દાર્શનિક, મિત્ર, ગુરુ અને ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમની સહમતી વિના રાજનીતિની બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. તેમને ભાજપના નેતૃત્વ પર પણ પ્રહાર કર્યા છે. તેમને લખ્યું કે લાલકૃષ્ણ અડવાણી સહીત બીજા વરિષ્ઠ નેતાઓ મુરલી મનોહર જોશી અને શાંતા કુમારનું પણ અપમાન થયું છે. તેને કારણે આખા દેશને દુઃખ થયું છે. લોકો આ નિર્ણયથી હેરાન છે.

અડવાણીને બદલે પાર્ટીએ અમિત શાહને ટિકિટ આપી

અડવાણીને બદલે પાર્ટીએ અમિત શાહને ટિકિટ આપી

લાલકૃષ્ણ અડવાણી 1991થી જ ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા છે. આ સીટે તેમને વાજપેયી સરકારમાં ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી પદ સુધી પહોંચાડ્યા. અડવાણીની ભરપાઈ માટે ગાંધીનગર જેવી હાઈપ્રોફાઈલ સીટપર ભાજપના કોઈ કદાવર નેતા જ જોઈતા હતા. અડવાણીના કદના આજની તારીખમાં ભાજપમાં કોઈ નેતા હોય તો તે નરેન્દ્ર મોદી છે. પરંતુ મોદી આ વખતે ગુજરાતની સીટ પરથી ચૂંટણી કદાચ નહિ લડે. એટલા માટે પાર્ટીએ તેમના સૌથી નજીકના નેતા અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પર ભરોસો કરવાનું યોગ્ય માન્યુ છે. સત્ય એ પણ છે કે અમિત શાહે પોતાના રાજકીય કેરિયરની શરૂઆતના દિવસોમાં અડવાણી માટે પ્રચારની જવાબદારી ગાંધીનગરથી સંભાળી છે. એટલા માટે એક હાઈ પ્રોફાઈલ સીટ પર હાઈપ્રોફાઈલ ઉમેદવારના ચૂંટણી પ્રતિનિધિ હોવાના અનુભવનો પણ લાભ મેળવી શકાય છે.

મુરલી મનોહર જોશીની ટિકિટ પણ કપાઈ

મુરલી મનોહર જોશીની ટિકિટ પણ કપાઈ

જણાવી દઈએ કે સોમવારે ભાજપના સંગઠન મહાસચિવ રામલાલે ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરી હતી. રામલાલે મુરલી મનોહર જોશીને કહ્યું કે પાર્ટીએ નક્કી કર્યું છે કે તમને ચૂંટણી લડાવવામાં ન આવે. રામલાલે કહ્યું કે પાર્ટી ઈચ્છે છે કે તમે પાર્ટી ઑફિસ આવીને ચૂંટણી ન લડવાનું એલાન કરો. જો કે પાર્ટીની આ અપીલને મુરલી મનોહર જોશીએ સીધી રીતે નકારી કાઢી. જોશીએ કહ્યું કે આ પાર્ટીના સંસ્કાર નથી, જો મને ચૂંટણી ન લડાવવાનો ફેસલો થયો તો એકવાર અધ્યક્ષ અમિત શાહે આવીને મને સૂચિત તો કરવો જોઈતો હતો. મુરલી મનોહર જોશીએ સ્પષ્ટ હી દીધું કે તેઓ પાર્ટી ઑફિસ આવીને આવી ઘોષણા નહિ કરે.

English summary
Shatrughan sinha attacks pm modi and amit shah over lk advani snub
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X