મમતાની રેલીમાં શત્રુઘ્ન સામેલ થવા પર ભાજપ સખ્ત, રૂડીએ આપ્યા કાર્યવાહીના સંકેત
નવી દિલ્હીઃ કોલકાતામાં વિપક્ષી દળોના નેતાઓનો જમાવડો લાગ્યો છે. મમતા બેનરજીના નેતૃત્વમાં થઈ રહેલ આ રેલીમાં એક પૂર્વ પીએમ, ત્ણ મુખ્યમંત્રી, 6 પૂર્વ મુખ્યમંત્રી અને પાંચ પૂર્વ કેન્દ્રીય મંત્રી સામેલ થયા છે. આ દરમિયાન મંચ પર ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા, પૂર્વ મંત્રી યશવંત સિન્હા, અરુણ શૌરી, રામ જેઠમલાણી પણ હાજર રહ્યા જેને લઈ ભાજપ તરફથી પહેલી વખત સખ્ત ટિપ્પણી કરવામાં આવી છે અને શત્રુઘ્ન સિન્હા વિરુદ્ધ કાર્યવાહીના સંકેત આપ્યા છે.
શત્રુઘ્ન સિન્હા રેલીમાં સામેલ થતાં ભાજપના નેતા રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું કે કેટલાક લોકો બીજેપીનો સ્ટેમ્પ લઈને મળનાર સુવિધાઓનો લાભ લેવા માગે છે. રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું કે પોતાના સ્વાર્થ માટે આટલા લોકો મંચ પર એકઠા થયા છે અને તેમનો ઉદ્દેશ્ય માત્ર મોદી સરકારને હટાવવાનો છે.
રૂડીએ કહ્યું કે તમામ સિદ્ધાંતવિહીન લોકો એક મંચ પર આવવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે શત્રુઘ્ન સિન્હા પર પ્રકાર કરતા કહ્યું કે પાર્ટી તેમના વિશે સંજ્ઞાન લઈ ચૂકી છે. કેટલાક લોકોની મહત્વકાંક્ષા બહુ વધી ગઈ છે. એ જરૂર કહેવા ઈચ્છું છું કે પાર્ટી અને જનતાના વિશ્વાસ સાથે દગો થયો છે. તેમણે કહ્યું કે મોદી સરકારને હટાવવા માટે આ લોકો એકઠા થઈ રહ્યા છે. રુડીએ કહ્યું કે જનતા સમજદાર છે અને તેઓ આમની વાતોમાં નહિ આવે. આ રેલીમાં સામેલ થનારા લોકોનો કોઈ સિદ્ધાંત નથી. જણાવી દઈએ કે કોલકાતામાં મમતા બેનરજીના નેતૃત્વમાં વિપક્ષીદળ એકઠા થયા છે જ્યાં તેમણે મોદી સરકારને હટાવવા માટે સાથે મળીને ચૂંટણી લડવાની વાત કહી છે. આ નેતાઓએ કહ્યું કે મોદી સરકારે દેશના વિકાસ માટે કંઈપણ નથી કર્યું. આવી સરકારને હટાવીને નવી સરકારને લાવવાનું કામ કરવાનું છે.
હાર્દિક પટેલ કહ્યું- આ ભાજપના ખાત્માની શરૂઆત છે