For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીના ઈન્ટરવ્યુને ભાજપના શત્રુએ ગણાવ્યો ફિક્સઃ ‘સર હવે પ્રેસ કોન્ફરન્સ કરો'

જે રીતે હાલમાં જ પીએમ મોદીએ એએનઆઈને ઈન્ટરવ્યુ આપ્યો તે બાદ સિન્હાએ પીએમ મોદીને પ્રેસ કોન્ફરન્સ કરવા માટે કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના પોતાના જ નેતા શત્રુઘ્ન સિન્હા હંમેશા પોતાની જ પાર્ટી માટે મુશ્કેલીઓ વધારવા માટે જાણીતા છે. ઘણા પ્રસંગોએ સિન્હાએ માત્ર પાર્ટી જ નહિ પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. જે રીતે હાલમાં જ પીએમ મોદીએ એએનઆઈને ઈન્ટરવ્યુ આપ્યો તે બાદ સિન્હાએ પીએમ મોદીને પ્રેસ કોન્ફરન્સ કરવા માટે કહ્યુ છે. શત્રુઘ્ન સિન્હાએ એક સાથે ઘણા ટ્વિટ કરીને પીએમ મોદીને બીજા પત્રકારો અને ટીવી ચેનલને ઈન્ટરવ્યુ આપવા માટે કહ્યુ છે.

ઘણો અભ્યાસ કરવામાં આવ્યો હતો ઈન્ટરવ્યુનો

ઘણો અભ્યાસ કરવામાં આવ્યો હતો ઈન્ટરવ્યુનો

શત્રુઘ્ન સિન્હાએ ટ્વિટ કરીને લખ્યુ કે સર અમે તમારો પહેલેથી જ લખાયેલો અને પૂર્વ નિયોજિત ઈન્ટરવ્યુ જોયો, આના પર ઘણુ સંશોધન અને અભ્યાસ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે સમય આવી ગયો છે કે તમે પોતાની છબીને મજબૂત અને સક્ષમ નેતા તરીકે સ્થાપિત કરો. સારુ રહેશે કે તમે નિર્ભીક સવાલોના જવાબ આપો. અમને ખબર છે કે તમે આવા સવાલોનો સામનો નથી કરવા ઈચ્છતા પરંતુ કમસે કમ તમે દિગ્ગજ નેતા યશવંત સિન્હા, અરુણ શૌરીના સવાલોના જવાબ તો આપો.

પહેલા જેવો પ્રભાવી નહોતો ઈન્ટરવ્યુ

પહેલા જેવો પ્રભાવી નહોતો ઈન્ટરવ્યુ

પીએમ મોદીના ઈન્ટરવ્યુનો ઉલ્લેખ કરતા સિન્હાએ કહ્યુ કે તમે આ ઈન્ટરવ્યુમાં શાંત અને સુલઝાયેલા લાગી રહ્યા હતા પરંતુ તમારા ગયા પ્રદર્શનની તુલનામાં આ ઈન્ટરવ્યુ એટલો પ્રભાવી ના લાગ્યો. પહેલાના સમયમાં બધા પ્રધાનમંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ છે પરંતુ તમે 4.5 વર્ષના કાર્યકાળમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી, કેમ સર! એકવાર સાચા પત્રકારોના સવાલોનો સામનો કરો જેમના વિચારો સરકારી પત્રકાર જેવા ના હોય અને તે તમારા રાગ દરબારી ના હોય.

કેમ લોકો સાથ છોડી રહ્યા છે?

કેમ લોકો સાથ છોડી રહ્યા છે?

પીએમ મોદીને પડકારતા સિન્હાએ કહ્યુ કે શું તમે પત્રકાર રવીશ કુમારના સવાલોના જવાબ આપવામાં અસહજ છો. કેમ ઘણા લોકો આપણને સબકા સાથ સબકા વિકાસ, રામ જન્મભૂમિ જેવા મુદ્દાઓ બાદ પણ છોડી રહ્યા છે. સમય છે કે આ વર્ષે આપણે નાટકીય અંદાજને દૂર કરીને ફરીથી મજબૂત, ઈમાનદાર અને પારદર્શી બનીએ. હું તમને સારા દોસ્ત, ભાઈ, સાથી તરીકે સૂચન કરુ છુ કે તમે પ્રેસ કોન્ફરન્સ કરો, આ સારો વિચાર છે. આનો સ્વીકાર કરો, એ તમારા માટે સારુ છે, દેશ માટે સારુ છે પરંતુ જો તમે આને ફગાવી દેશો તો ઈશ્વર તમને શુભકામનાઓ, ચૂંટણી ઘણી નજીક છે સર, લોકતંત્ર જળવાઈ રહે, જય હિંદ.

આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈન્ટરવ્યુની 2014 સાથે તુલના, જાણો શું છે ફરકઆ પણ વાંચોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈન્ટરવ્યુની 2014 સાથે તુલના, જાણો શું છે ફરક

English summary
Shatrughan Sinha takes on PM Narendra Modi over his interview dares him for press conference.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X