For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

“પીએમ બનવાથી કોઈ બુદ્ધિમાન નથી બની જતુ”: શત્રુઘ્ન સિન્હા

પટના સાહેબથી ભાજપના બળવાખોર સાંસદ શત્રુઘ્ન સિન્હાએ ફરી એકવાર પીએમ મોદીને નિશાના પર લીધા છે. ક્યારેક ભાજપના સ્ટાર પ્રચારક રહી ચૂકેલ સિન્હાને પક્ષે કર્ણાટક ચૂંટણી પ્રચારથી દૂર રાખ્યા હતા.

|
Google Oneindia Gujarati News

પટના સાહેબથી ભાજપના બળવાખોર સાંસદ શત્રુઘ્ન સિન્હાએ ફરી એકવાર પીએમ મોદીને નિશાના પર લીધા છે. ક્યારેક ભાજપના સ્ટાર પ્રચારક રહી ચૂકેલ સિન્હાને પક્ષે કર્ણાટક ચૂંટણી પ્રચારથી દૂર રાખ્યા હતા. આનાથી નારાજ શત્રુઘ્ન સિન્હાએ ગુરુવારે એક પછી એક ઘણા ટ્વિટ કરીને પીએમ મોદી પર પ્રહારો કર્યા. તેમણે ટ્વિટમાં મોદી અને અમિત શાહને ટેગ કર્યા અને કહ્યુ કે, "પ્રધાનમંત્રી બનવાથી કોઈ બુદ્ધિમાન નથી બની જતુ." તેમણે કહ્યુ, "શ્રીમાન, આજે ચૂંટણી પ્રચાર થંભી જશે, પૈસાની તાકાત છતાં જનશક્તિ પ્રબળ હશે. મને એક સ્ટાર પ્રચારક તરીકે બોલાવવામાં આવ્યો નહિ. જેમ બિહાર, ઉત્તરપ્રદેશથી લઈ ગુજરાત જેવા રાજ્યોમાં કરવામાં ના આવ્યુ. કારણ આપણને સૌને ખબર છે."

માનનીય પ્રધાનમંત્રીની મર્યાદા અને ગરિમા જળવાવી જોઈએ

માનનીય પ્રધાનમંત્રીની મર્યાદા અને ગરિમા જળવાવી જોઈએ

સિન્હાએ બીજા ટ્વિટમાં લખ્યુ કે, "હું નમ્રતાપૂર્વક એક જૂના મિત્ર, શુભચિંતક અને પાર્ટી સમર્થક તરીકે સૂચન કરુ છુ... આપણે સીમા પર ન કરવી જોઈએ. આપણે પર્સનલ ન બનવુ જોઈએ. મર્યાદા જાળવીને મુદ્દાઓ સામે રાખવા જોઈએ. માનનીય પ્રધાનમંત્રીની મર્યાદા અને ગરિમા જાળવવી જોઈએ." આ ટ્વિટ્સમાં સૌથી ખાસ વાત એ હતી કે સિન્હાએ મોદી અને અમિત શાહને બંનેને ટેગ કરીને આ બધી વાત લખી હતી.

પીએમ બનવા માટે યોગ્યતાની જરૂર હોતી નથી

પીએમ બનવા માટે યોગ્યતાની જરૂર હોતી નથી

સિન્હાએ ત્યારબાદ અન્ય એક ટ્વિટમાં લખ્યુ કે અમે કોંગ્રેસ માટે પીપીપી (પોંડિચેરી, પંજાબ અને પરિવાર) જેવી વિચિત્ર અને બેકાર પરિભાષાઓનો પ્રયોગ કરી રહ્યા છે. પરિણામ 15 મે ના રોજ આવવાના છે. કંઈ પણ થઈ શકે છે. પીએમ હોવાથી કોઈ દેશમાં સૌથી બુદ્ધિમાન નથી બની જતુ. પીએમ બનવા માટે કોઈ યોગ્યતાની જરૂર નથી માત્ર બહુમતની જરૂર હોય છે.

સૌથી શ્રેષ્ઠ વ્યક્તિને જીતવા દો

સૌથી શ્રેષ્ઠ વ્યક્તિને જીતવા દો

છેલ્લી ટ્વિટમાં તેમણે લખ્યુ, "કર્ણાટકના લોકોને નક્કી કરવા દો અને સૌથી શ્રેષ્ઠ વ્યક્તિને જીતવા દો. વિજય કર્ણાટક! જય હિંદ!" તમને જણાવી દઈએ કે શત્રુઘ્ન સિન્હા છેલ્લા ઘણા સમયથી પક્ષ અને સરકારના વિરોધમાં નિવેદનબાજી કરી રહ્યા છે. હમણા હાલમાં જ અન્ય સીનિયર નેતા યશવંત સિન્હાએ ભાજપ છોડી દીધુ હતુ, ત્યારબાદ બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ શત્રુઘ્ન સિન્હાને પણ પક્ષ છોડવાની સલાહ આપી હતી.

English summary
shatrughan sinha taunts pm modi says becoming prime minister does not mean you are intelligent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X