For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શીના બોરા કેસ: ડ્રગ ઓવરડોઝની વાત ખોટી, ઇંદ્રાણીની હાલત નાજુક

|
Google Oneindia Gujarati News

શીના બોરા કેસની મુખ્ય આરોપી ઇંદ્રાણી મુખર્જી હાલમાં મુંબઈની જે.જે.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કહેવાઇ રહ્યું છેકે તેણે નિયત પ્રમાણ કરતા વધુ માત્રામાં દવાઓનો ઓવરડોઝ લઇ લીધો છે. જેના કારણે તેની હાલત નાજુક થઇ ગઈ અને તે હોસ્પિટલ પહોંચી ગઇ છે. પરંતુ હવે ઇંદ્રાણીની દવા ખાવાની વાત પર અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે.

ઇંદ્રાણીના લોહી અને યુરીનની તપાસ કરવામાં આવી છે. લોહી અને યુરીનના તપાસ રીપોર્ટમાં અલગ તથ્યો સામે આવી રહ્યાં છે. મુંબઈની ખાનગી હિંદુજા હોસ્પિટલના રીપોર્ટમાં ઇંદ્રાણીના શરીરમાં દવાઓના અંશ મળ્યા છે, જ્યારે યુરીન ટેસ્ટના રીપોર્ટમાં સામે આવી રહ્યું છેકે તેણે તણાવ દૂર કરવાની ગોળીઓ ખાધી હતી. પરંતુ તેનાથી અલગ ફોરેન્સિક લેબના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે ઇંદ્રાણીએ દવાઓ નથી ખાધી.

ડ્રગ ઓવરડોઝની વાત ખોટી
જણાવી દઇકે દેશના હાઇ પ્રોફાઇલ મર્ડર કેસમાંથી એક એવા શીના મર્ડર કેસના ત્રણ મુખ્ય આરોપીઓમાંથી ઇંદ્રાણી મુખર્જીને શુક્રવારે બપોરે બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવી હતી. જેમા વિવિધ તપાસ રીપોર્ટમાં જુદા જુદા તથ્ય બહાર આવી રહ્યાં છે.

હાલમાં હાલત નાજુક

હાલમાં હાલત નાજુક

ડૉક્ટર્સના જણાવ્યા મુજબ હાલમાં તે અવાજ સાંભળીને રીસ્પોન્સ કરી રહી છે. ઇંદ્રાણીએ પીવા માટે પાણી માંગ્યુ હતુ. હાલમાં તે અર્ધ બેભાન અવસ્થામાં છે. ઇંદ્રાણી મુખર્જીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છેકે તેની હાલત નાજુક છે.

ઇંદ્રાણી ખેંચની દવાઓ લે છે

ઇંદ્રાણી ખેંચની દવાઓ લે છે

જેલ પ્રશાસનના કહેવા મુજબ ઇંદ્રાણી ખેંચની દવાઓ લે છે. જો કે લેબના રીપોર્ટ્સ મુજબ આ અંગે રહસ્યો ગુઢ થઇ રહ્યાં છે. આ પહેલા કહેવામાં આવ્યું હતુ કે તણાવના કારણે ઇંદ્રાણીએ આત્મહત્યાની કોશિષ કરી છે.

શું ઇંદ્રાણીએ આત્મહત્યાની કોશિષ નથી કરી?

શું ઇંદ્રાણીએ આત્મહત્યાની કોશિષ નથી કરી?

મહત્વપૂર્ણ છેકે ઇંદ્રાણીની પોતાની પુત્રી શીના બોરાની હત્યાના કેસમાં 25 ઑગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી છે. શીના બોરાની હત્યા એપ્રિલ 2012માં થઇ હતી. આ મામલે ઇંદ્રાણીના પહેલા પતિ સંજીવ ખન્ના અને તેના કાર ડ્રાઇવર શ્યામવરની પણ ધરપકડ કરવામાં આવી છે.

તપાસનો દોર CBIના હાથમાં

તપાસનો દોર CBIના હાથમાં

સંપૂર્ણ મામલાની તપાસ મુંબઇ પોલીસ કરી રહી હતી. પરંતુ બાદમાં મહારાષ્ટ્ર સરકારે સમગ્ર મામલો કેન્દ્રીય તપાસ એજન્સી CBIને સોંપી દીધો છે. હાલમાં તો ઇંદ્રાણીના વકીલને પણ તેને મળવાની પરવાનગી નથી આપવામાં આવી.

English summary
The mystery over whether Indrani Mukerjea, prime accused in the murder of her daughter Sheena Bora, attempted suicide deepened today amid conflicting findings on suspected drug overdose even as she remained critical with next 48 hours being crucial for her survival.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X