શીના બોરા હત્યા કેસ: 7 વર્ષ બાદ પૂર્વ કમિશનર રાકેશ મારિયાએ તેમના પુસ્તકમાં કર્યા ઘણા ખુલાસા
મહારાષ્ટ્રના પ્રખ્યાત શીના બોરા હત્યા કેસના લગભગ 7 વર્ષ પછી, મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાએ મૌન તોડ્યું હતું અને અનેક મહત્વપૂર્ણ ઘટસ્ફોટ કર્યા હતા. જણાવી દઈએ કે રાકેશ મારિયા પર પણ આરોપ હતો કે તપાસ દરમિયાન તેણે શીનાની હત્યાના આરોપી પીટર મુખર્જીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આટલા વર્ષો પછી, રાકેશ મારિયાએ હવે તેની એક પુસ્તકમાં આ કેસ અને તેના ટ્રાન્સફરનો ઉલ્લેખ કર્યો છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં શીનાની હત્યાના કેસમાં આખા દેશમાં ચકચાર મચી ગઈ હતી. આ કેસ ત્યારે વધુ ચર્ચામાં આવ્યો હતો જ્યારે 2015 માં મુંબઇ પોલીસે પીટરની પૂર્વ પત્ની ઇંદ્રાણી મુખર્જીની હત્યાના આરોપમાં ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દીધો હતો. તે સમયે રાકેશ મારિયા મુંબઈ પોલીસ કમિશનર હતા. રાકેશ મારિયાની દેખરેખ હેઠળ આ મામલાની તપાસ કરવામાં આવી રહી હતી અને ઈન્દ્રાણી બાદ પીટર મુખર્જીની પણ લાંબા સમયથી પૂછપરછ કરવામાં આવી હતી. તપાસની વચ્ચે, પૂર્વ કમિશનર રાકેશ મારિયાને બઢતી આપીને હોમગાર્ડ્સના ડિરેક્ટર જનરલ તરીકે અન્યત્ર બદલી કરવામાં આવી હતી.
પોતાના પુસ્તકમાં કર્યો ખુલાસો
બદલીમાં, રાકેશ મારિયાએ પણ ઘણાં આક્ષેપોનો સામનો કરવો પડ્યો હતો, જે તેમણે પોતાની પુસ્તક 'લેટ મી સે ઇટ નાઉ' માં કર્યો છે. પોતાની પુસ્તકમાં તેમણે આ આરોપને નકારી કાઢ્યો છે કે તપાસ દરમિયાન તેમણે તત્કાલિન સીએમ દેવેન્દ્ર ફડણવીસને પીટર મુખરજીના બારમાં ગેરમાર્ગે દોર્યા હતા. તમને જણાવી દઇએ કે સીએમ ફડણવીસને ટાંકીને કેટલાક મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેમને કહેવામાં આવ્યું હતું કે પીટર મુખર્જી શીના બોરા હત્યા કેસમાં સામેલ નથી. પુસ્તકમાં રાકેશ મારિયાએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે શીના બોરા હત્યા કેસ અંગે તેઓ મુખ્યમંત્રીને ફક્ત એક જ વાર મળ્યા હતા અને તે દરમિયાન તેમને કહેવામાં આવ્યું હતું કે ગુના સમયે પીટર ભારતમાં હાજર ન હતો, પરંતુ હત્યામાં તેની આ સંડોવણી અંગે તપાસ કરવામાં આવી રહી છે.
ભારત વિરોધી ગતિવિધિઓમાં શામેલ હોવાના કારણે કેન્સલ થયો બ્રિટિશ MP ડેબીનો વિઝા