શીલાને મળ્યું વફાદારીનું ઇનામ, બની ગયા કેરળના રાજ્યપાલ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 માર્ચ: દિલ્હીમાં આમ આદમી પાર્ટીના હાથે પોતાની 15 વર્ષની સત્તા ગુમાવનાર દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત રાજકારણમાં ભૂતકાળ બનવા લાગી હતી. હાર બાદ પાર્ટીથી ઉપેક્ષિત શીલાને હવે જઇને વર્ષોની વફાદારીનું ઇનામ મળ્યું છે.

દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવી રહ્યા છે. શીલા દીક્ષિતને કેરળના રાજ્યપાલના પદ પર બેસાડવાને લઇને કોંગ્રેસ હાઇકમાને લીલી ઝંડી બતાવી દીધી છે અને તેમની વરણીની જાહેરાત કોઇપણ સમયે થઇ શકે છે. જો આવું બન્યું તો એ નક્કી છે કે દિલ્હીની કોંગ્રેસી રાજકારણ એક નવો ચિલો ચાતરી રહી છે.

15 વર્ષો સુધી દિલ્હી પર પોતાનું એકચક્રી શાસન ચલાવનારી શીલા દીક્ષિતને રાજ્યપાલ પદની જવાબદારી સોંપાવાથી એક વાત તો સ્પષ્ટ છે કે હવે સક્રીય રાજનીતિમાં તેમની ભૂમિકા સમાપ્ત થઇ જશે. જોકે જાણકારો માનવું છે કે કોંગ્રેસ શીલાને રાજભવન પહોંચાડીને તેમને તેમની વફાદારીનું ઇનામ આપવા માંગે છે.

sheila dikshit
કેરળના રાજ્યપાલ નિખિલ કુમારે પોતાના પદથી રાજીનામું આપ્યું છે. તેમના બિહારના ઓરંગાબાદ સંસદીય વિસ્તારથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Did You Know: કેરળમાં શિશુઓનું મૃત્યુ દર ભારતના રાજ્યોમાં સૌથી ઓછી છે. સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતા વધારે છે. તેને યૂનિસેફ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વનું પ્રથમ શિશુ સૌહર્દ રાજ્ય જાહેર કર્યું છે.

English summary
Sheila Dikshit, the former three-term Chief Minister of Delhi, was yesterday night appointed Governor of Kerala within three months of her defeat in the recent Assembly polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X