For Quick Alerts
For Daily Alerts
ઘરેલૂ હિંસા મામલે શીલા દિક્ષિતના જમાઇની ધરપકડ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતના જમાઇ સઇદ મોહમ્મદ ઇમરાનની ઘરેલૂ હિંસા મામલે પોલિસે ધરપકડ કરી છે. તમને જણાવી દઇએ કે શીલા દિક્ષિતની પુત્રી લતિકા દિક્ષિત અને તેના પતિ સઇદ મોહમ્મદ છેલ્લા 10 મહિનાથી અલગ રહે છે.
લતિકાએ પોતાના પતિ મોહમ્મસ સામે ઘરેલૂ હિંસા કાયદા હેઠળ બારાખંભા પોલિસ સ્ટેશનમાં કેસ ફાઇલ કરાવ્યો હતો. આ કેસ પર કાર્યવાહી કરતા પોલિસે સઇદની આજે ધરપકડ કરી છે. સઇદની ધરપકડ બેંગલુરુથી થઇ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તરપ્રદેશમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં શીલા દિક્ષિતને પ્રમુખ ચહેરો બનાવવામાં આવ્યો છે. તેઓ કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદનો ચહેરો છે.