For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિરડી સાઈ મંદિરમાં 11 દિવસમાં આવ્યુ 14.54 કરોડ રૂપિયાનું દાન

નવા વર્ષમાં મહારાષ્ટ્રના શિરડી સાંઈ મંદિર પર ભક્તો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. માત્ર 11 દિવસોમાં સાંઈબાબા પર 14.54 કરોડ રૂપિયાનો ચઢાવો ચઢાવવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવા વર્ષમાં મહારાષ્ટ્રના શિરડી સાંઈ મંદિર પર ભક્તો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. માત્ર 11 દિવસોમાં સાંઈબાબા પર 14.54 કરોડ રૂપિયાનો ચઢાવો ચઢાવવામાં આવ્યો છે. દુનિયાભરમાં જાણીતા સાંઈબાબા મંદિરને છેલ્લા 11 દિવસોમાં 14.54 કરોડ રૂપિયાનું દાન મળ્યુ છે. ક્રિસમસ પહેલાથી શરૂ થઈને નવા વર્ષ સુધી 11 દિવસોમાં મંદિરને 14.54 કરોડ રૂપિયાનું દાન મળ્યુ છે.

saibaba

શ્રી સાંઈબાબા ન્યાસના ઉપાધ્યક્ષ ચંદ્રશેખર કદમે આની જાણકારી આપતા કહ્યુ કે આ દાન આપનારામાં દેશ ઉપરાંત વિદેશોના શ્રદ્ધાળુઓ પણ શામેલ છે. સાઈન બોર્ડના અધિકારીએ જણાવ્યુ કે 22 ડિસેમ્બર, 2018થી 1 જાન્યુઆરી 2019 વચ્ચે મંદિરના દાનપત્રોમાં 8.05 કરોડ રૂપિયા દાન આપવામાં આવ્યુ છે. આ ઉપરાતં દાન કાઉન્ટરો પર ઓનલાઈન દાન, ડેબિટ/ ક્રેડિટ કાર્ડ, ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા 6 કરોડનું દાન મળ્યુ.

રોકડ ઉપરાંત સોના-ચાંદીની વસ્તુઓ તરીકે પણ દાન મળ્યુ છે. દાનમાં લગભગ 19 લાખ રૂપિયાની કિંમતના સોના ચાંદીની સામગ્રી દાનમાં મળી છે. સાંઈબાબાને લગભગ 507 ગ્રામ સોનુ અને 16.5 કિલો ચાંદીનું દાન આવ્યુ છે. આ દાન ઉપરાંત મંદિર ટ્રસ્ટને શ્રદ્ધાળુઓ આપેલા પેડ પાસ અને ઓનલાઈન દર્શન સુવિદાના માધ્યમથી 3.62 કરોડ રૂપિયાનું દાન મળ્યુ છે. મંદિરને દાન આપનારામાં ભારત ઉપરાંત 19 દેશોના શ્રદ્ધાળુઓ શામેલ છે જેમાં અમેરિકા, બ્રિટન, મલેશિયા, સિંગાપુર, જાપાન અને ચીનના શ્રદ્ધાળુઓ શામેલ છે. મંદિરને દાનમાં લગભગ 30 લાખ 63 હજાર રૂપિયાની વિદેશી મુદ્રા મળી છે.

આ પણ વાંચોઃ સબરીમાલાને લડાઈનું મેદાન બનાવવા ઈચ્છે છે સંઘ પરિવાર': સીએમ વિજયનઆ પણ વાંચોઃ સબરીમાલાને લડાઈનું મેદાન બનાવવા ઈચ્છે છે સંઘ પરિવાર': સીએમ વિજયન

English summary
The Shirdi Sai Baba Temple received a total of Rs 14.54 crore in donations over 11 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X