For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિરીષા બાંદલા : યુનિટી 22માં રિચર્ડ બ્રાન્સન સાથે અવકાશયાત્રા કરશે એ ભારતીય મૂળનાં યુવતી કોણ છે?

શિરીષા બાંદલા : યુનિટી 22માં રિચર્ડ બ્રાન્સન સાથે અવકાશયાત્રા કરશે એ ભારતીય મૂળનાં યુવતી કોણ છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
શિરીષા બાંદલા, સ્પેશ મિશન, વર્જિન ગૅલેટિક

11 જુલાઈએ યુનિટી 22 મિશન ઉડાન ભરશે, ત્યારે આ અમેરિકા જ નહીં પણ ભારત માટે પણ એક મહત્ત્વની ઘટના હશે. ભારતીય મૂળનાં અંતરિક્ષયાત્રી શિરીષા બાંદલા, આ અવકાશયાત્રામાં સામેલ હશે.

શિરીષાએ ટ્વીટ કરીને જણાવ્યું કે 'યુનિટી 22'ની અદ્ભુત ટીમમાં સામેલ થવા બદલ મને ગર્વ છે.

https://twitter.com/SirishaBandla/status/1410946704875130882

તેમણે લખ્યું "મને આનંદ છે કે હું એ કંપની સાથે જોડાયેલી છું, જેનો હેતુ દરેક વ્યક્તિને અવકાશયાત્રાનો આનંદ અપાવવાનો છે."


છ અવકાશયાત્રીઓનું મિશન

આ મિશનમાં કુલ છ અવકાશયાત્રીઓ જશે, જેમાં વર્જિન ગ્રૂપના સ્થાપક રિચર્ડ બ્રાન્સન પણ સામેલ છે.

શિરીષા બાંદલા મૂળે આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાથી છે અને અમેરિકામાં સ્થાયી થયાં છે. કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ બાદ તેઓ અવકાશયાત્રા કરનારાં ત્રીજાં ભારતીય મહિલા બની જશે.

https://twitter.com/ncbn/status/1410884250090414085

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ પણ શિરીષા બાંદલાને શુભેચ્છા પાઠવી છે.

તેમણે ટ્વીટ કર્યું છે, "વધુ એક વખત ભારતીય મૂળનાં મહિલા પોતાની ક્ષમતાનો પરચો આપવા જઈ રહ્યાં છે."

"શિરીષા બાંદલા વીએસએસ યુનિટીમાં અવકાશયાત્રાએ જઈ રહ્યાં છે, જેનાથી દરેક ભારતીય ગર્વની લાગણી અનુભવે છે."

2012માં સુનીતા વિલિયમ્સ ચાર મહિના માટે ઇન્ટરનેશનલ સ્પેસ-સ્ટેશનમાં રહ્યાં હતાં. મૂળ હરિયાણાનાં કલ્પના ચાવલા 16 દિવસ સુધી અવકાશમાં રહ્યાં હતાં અને વિવિધ સંશોધનો હાથ ધર્યાં હતાં. પૃથ્વી પર પરત ફરતી વેળાએ અવકાશયાનમાં આગ લાગી હતી, જેમાં તમામ અવકાશયાત્રીઓનાં મૃત્યુ થયાં હતાં.


કોણ છે શિરીષા બાંદલા?

https://www.instagram.com/p/CQ1sQFAjPdZ/?utm_source=ig_embed&ig_rid=364f1624-c843-4eca-b4c3-c672eafae179

શિરીષા બાંદલાનો જન્મ ભારતમાં થયો છે અને તેઓ ચાર વર્ષનાં હતાં, ત્યારે માતાપિતા સાથે અમેરિકા ગયાં હતાં. શિરીષાના પિતા ડૉ. બાંદલા મુરલીધર વ્યવસાયે વૈજ્ઞાનિક છે અને અમેરિકન સરકારમાં સિનિયર ઍક્ઝક્યુટીવ સર્વિસના સભ્ય છે.

શિરીષા અમેરિકાના હ્યુસ્ટનમાં મોટાં થયાં છે, તેમણે પરજ્યુ યુનિવર્સિટીમાંથી ઍરોનૉટિકલ અને ઍસ્ટ્રૉનોમિકલ ઍન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવ્યા બાદ શિરીષા કૉમર્સિયલ સ્પેસ ફલાઇટ ફેડરેશનમાં અને એલ-3 કૉમ્યુનિકેશનમાં કામ કર્યું છે.

છ અવકાશયાત્રીઓની ટીમ અંતરિક્ષની મુસાફરી કરશે

2015માં શિરીષા વર્જિન ગૅલેક્ટિકમાં જોડાયાં અને હાલમાં તેઓ કંપનીના વાઇસ પ્રૅસિડેન્ટ છે. તેઓ અમેરિકન ઍસ્ટ્રોનૉટિકલ સોસાયટી અને ફ્યૂચર સ્પેસ લીડર્સ ફાઉન્ડેશનના બોર્ડ ઑફ ડિરેક્ટરમાં પણ સામેલ છે.

ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શિરીષાએ લખ્યું, "યુનિટી 22માં હું રિસર્ચરનો અનુભવ લઈશ, મને આશા છે કે ભવિષ્યના વૈજ્ઞાનિકો, ટેકનૉલૉજીનાા નિષ્ણાતો અને શિક્ષણવિદોને તેનો લાભ થશે. તેઓ પૃથ્વી અને અવકાશને વધુ સારી રીતે સમજવા માટે અવકાશયાનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશે."


'શિરીષાને બાળપણથી આકાશ સાથે પ્રેમ છે'

https://mobile.twitter.com/ganeshbandla/status/1410914337011634184

જ્યારથી શિરીષાની અવકાશયાત્રાની વાત જાહેર થઈ છે, ત્યારથી આંધ્ર પ્રદેશમાં રહેતા શિરીષાના દાદા ડૉ. રગઇયાહનું જીવન બદલાઈ ગયું છે. તેમને સતત ફોન આવે છે અને પૌત્રીની સફળતા બદલ લોકો અભિનંદન પાઠવે છે.

સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા શિરીષાના દાદા જણાવે છેઃ "હું બહુ ખુશ છું. શિરીષા નાની હતી, ત્યારથી તેને આકાશ પ્રત્યે આકર્ષણ રહ્યું છે."

https://mobile.twitter.com/ANI/status/1411673939609198597

"તે અવકાશયાત્રાએ જઈ રહી છે, તે નીડર વ્યક્તિ છે અને તેની અંદર નિર્ણય લેવાની અસાધારણ શક્તિ છે. અવકાશયાત્રા પૂર્ણ કરીને શિરીષા સુરક્ષિત પરત આવે, તે માટે હું અને પરિવારજનો ઉત્સુક છીએ."

તેઓ કહે છે કે "શિરીષાએ અવકાશયાત્રા માટે બહુ તૈયારી કરી છે. અવકાશયાન અને પ્લેન તેને કાયમ આકર્ષિત કરતાં રહાં છે. તે મને કહેતી કે મારે અવકાશયાત્રી બનવું છે અને આજે એ વાત સાચી પુરવાર થઈ છે."


'યુનિટી 22' મિશન શું છે?

વર્જિનનું મિશન યુનિટી 22

વર્જિનની સત્તાવાર યાદી મુજબ 'યુનિટી 22' એક કોડ આધારિત નામ છે, જે વીએસએસ યુનિટીની 22મી ટેસ્ટ ફ્લાઇટ માટે છે.

'યુનિટી 22' જેવું મિશન અગાઉ થયું નથી, આ મિશનમાં બે પાઇલટ અને કૅબિનમાં ચાર મિશન સ્પેશિયાલિસ્ટ બેઠાં હશે. કૅબિનમાં વર્જિનના સ્થાપક સર રિચર્ડ બ્રાન્સન પણ હશે.

કૉમર્સિયલ અવકાશયાત્રાને કઈ રીતે વધુ આરામદાયી અને આનંદદાયી બનાવી શકાય તે ચકાસવા આ ટેસ્ટ ફ્લાઇટ કરવામાં આવશે.

ફ્લાઇટ દરમિયાન કૅબિનના વાતાવરણ અને બેઠકવ્યવસ્થા અંગે નિરીક્ષણો કરવામાં આવશે. સાથે જ અવકાશયાનથી પૃથ્વીનો નજારો કેવો મળે છે, તેનો પણ અભ્યાસ કરાશે. યુનિટી 22નું જીવંત પ્રસારણ પણ જોઈ શકાશે.


કરોડોની અંતરિક્ષ મુસાફરી

સર રિચર્ડ બ્રાન્સન

બીબીસીના વિજ્ઞાન સંવાદદાતા જૉનાથન ઍમોસ અનુસાર આ ટેસ્ટ ફલાઇટ યુનિટી રૉકેટમાં કરવામાં આવશે. રૉકેટમાં બેસનારી વ્યક્તિને અમુક સમય માટે વજનરહિત હોવાની અનુભૂતિ થાય છે અને વ્યક્તિ પૃથ્વીને નરી આંખે જોઈ શકે છે.

600 લોકોએ અવકાશયાત્રા માટે પૈસા જમા કરાવ્યા છે. જો કંપની કૉમર્સિયલ યાત્રા શરૂ કરે તો એક ટિકિટની કિંમત 2.50 લાખ ડૉલર રૂપિયા સુધી હશે.

વર્જિન ગેલાટીક કર્મશીયલ અવકાશ યાત્રા ક્ષેત્રમાં ઝંપલાવવા માગે છે અને તે માટે કંપની છેલ્લા બે દાયકાથી પ્રયત્ન કરી રહ્યું છે. કંપની 2022માં કોર્મશીયલ સર્વિસ શરુ કરવાની યોજના ધરાવે છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=yUwejY1AQ-I

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Shirisha Bandla: Who is the young lady of Indian descent who will travel with Richard Branson in Unity 22?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X