સેના તૈયાર હોય તો પીઓકે પર હુમલાનો આદેશ કેમ નથી આપતા પીએમઃ શિવસેના
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કેન્દ્રની સરકાર પાસે માંગ કરી છે કે સેનાને પાક અધિકૃત કાશ્મીર કાર્યવાહી માટે આદેશ આપવામાં આવે. આમાં કહેવામાં આવ્યુ છે કે ટુકડે-ટુકડે ગેંગને પણ મોદી સબક શીખવાડે. સામનામાં આ લેખ સેના પ્રમુખ જનરલ નરવણે હાલમાં જ આપેલા એ નિવેદનને આધાર બનાવીને લખ્યો છે જેમાં તેમણે કહ્યુ છે કે જો સરકાર પાસેથી આદેશ મળે છે તો સેના પીઓકે પર કબ્જા માટે તૈયાર છે.
સામનામાં લખેલા લેખમાં કહેવામાં આવ્યુ છે - નવા સેનાપ્રમુખ જનરલ મનોજ નરવાણે સ્પષ્ટ કહ્યુ છે કે પાક અધિકૃત કાશ્મીર અમારુ છુ. કેન્દ્ર સરકાર આદેશ આપે તો પાક અધિકૃત કાશ્મીર પર સૈન્ય કાર્યવાહી કરી કબ્જામાં લઈશુ. પાક અધઇકૃત કાશ્મીરમાં પાકિસ્તાની સેના તથા આઈએસઆઈના સમર્થનથી આતંકવાદી કેમ્પ ચલાવવામાં આવે છે. જે સીમા પાર કરીને લોહી વહાવવાનુ કામ કરે છે. એવામાં જનરલ નરવણેની નીતિનુ અમે સ્વાગત કરીએ છીએ.
સામનામાં લખાયેલ લેખ મુજબ, જનરલ નરવણે કેન્દ્ર પાસે સૈન્ય કાર્યવાહીનો આદેશ માંગી રહ્યા છે તો પ્રધાનમંત્રી મોદી આવો આદેશ આપે, આ જ દેશની ભાવના છે. ભાજપના નેતા આ વિશે ભાષણ આપતા રહ્યા છે. આનિર્ણયથી ભાજપની કેન્દ્ર સરકાર સાહસી અને સામર્થ્યવાળી છે એ પણ સાબિત થઈ જશે.
ભાજપ નેતાઓએ પોતાના ભાષણમાં ટુકડે ટુકડે ગેંગના ઉલ્લેખ પર લેખમાં કહેવામાં આવ્યુ છે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની ટુકડે ટુકડે ગેંગ પર તેમનો ગુસ્સો છે. હિંદુસ્તાન સેના બંધારણીય મૂલ્યોની રક્ષા માટે કટિબદ્ધ છે. પાકિસ્તાની સેનાની જેમ ઘૂસણખોરી કરવી આપણી સેનાનુ પુરુષાર્થ નથી. દેશની સંસદ દ્વારા પાસ કરાયેલ પ્રસ્તાવને અમલમાં લાવવાનો આદેશ સેના પ્રમુખ માંગ્યો છે. કેન્દ્ર સરકારે હવે પાછળ ન હટવુ જોઈએ. ટુકડે ટુકડે ગેંગને સબક શીખડવાડવો જ ઉત્તમ માર્ગ છે.
આ પણ વાંચોઃ જામિયામાં ફરીથી છાત્રોનુ હલ્લાબોલ, વીસીના કાર્યાલયને ઘેરી કર્યુ પ્રદર્શન