For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિંદુ પત્ની-મુસ્લિમ પતિ પાસપોર્ટ વિવાદમાં આરોપી અધિકારીનું સમ્માન કરશે શિવસેના

શિવસેના લખનઉના પાસપોર્ટ વિવાદમાં આરોપી ગણાવવામાં આવ રહેલા અધિકારી વિકાસ મિશ્રાના સમર્થનમાં આવી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

શિવસેના લખનઉના પાસપોર્ટ વિવાદમાં આરોપી ગણાવવામાં આવ રહેલા અધિકારી વિકાસ મિશ્રાના સમર્થનમાં આવી ગઈ છે. હાલમાં જ લખનઉના એક પતિ-પત્નીએ પાસપોર્ટ અધિકારી પર આરોપ લગાવ્યો હતો કે અલગ-અલગ ધર્મના હોવાના કારણે તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. મામલાના ચર્ચામાં આવ્યા બાદ અધિકારીની બદલી કરી દેવામાં આવી.

shivsena

અનિલ સિંહના નેતૃત્વમાં શિવસેનાનુ એક ડેલીગેશન શનિવારે લખનઉ પહોંચ્યુ અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઈક સાથે મુલાકાત કરી. શિવસેનાએ કહ્યુ કે સરકાર મુસ્લિમોને ખુશ કરવાની કોશિશ કરી રહી છે. આ દેશની સુરક્ષાનો મામલો છે. વિકાસ મિશ્રાની બદલી કરી દેવામાં આવી. એ કે માત્ર તેનું કામ કરી રહ્યો હતા. શિવસેનાએ કહ્યુ કે વિકાસને તેઓ સમ્માનીત કરશે.

ગુરુવારે તનવી શેઠ અને તેમના પતિ અનસ સિદ્દીકીએ વિકાસ મિશ્રા પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો. તેમણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટ્વિટ કરતા કહ્યુ હતુ કે મિશ્રા એ તેને પોતાની સરનેમ બદલવા માટે કહ્યુ. એટલુ જ નહિ તન્વીએ મિશ્રા પર જોર જોરથી બૂમો પાડવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યુ કે તેમણે અનસને પોતાનો ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવવા માટે કહ્યુ હતુ.

English summary
Shiv Sena delegation met UP guv Ram Naik over passports issued to an inter faith couple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X