For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ વિવાદઃ શિવસેના બોલી - સરકાર જો સાફ હોય તો JPSથી કેવો ડર

રાફેલ મુદ્દે ભાજપની સહયોગી પાર્ટી રહેલી શિવસેનાએ પણ સરકાર પર હુમલો કર્યો.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ પર બુધવારે સવારે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ ઓડિયો ટેપ પર સંસદમાં ભારે હોબાળો થયો. ભારે શોરબકોર અને સૂત્રોચ્ચાર વચ્ચે વિપક્ષી સાંસદોએ ખૂબ હોબાળો કર્યો. રાફેલ મુદ્દે ભાજપની સહયોગી પાર્ટી રહેલી શિવસેનાએ પણ સરકાર પર હુમલો કર્યો. સંસદમાં શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યુ કે કેવો ઓફસેટ કોન્ટ્રાક્ટર હતો જેની કંપની પણ બની નહોતી. માત્ર કાગળો પર હતી. જ્યારે કે એચએએલ પાસે બધુ હતુ. આપણી સરકાર જો સાફ છે તો આપણે કેમ ડરીએ છીએ જેપીસીથી.

Arvind Sawant

સાવંતે સરકારને પૂછ્યુ કે જો યુરો ફાઈટરની કિંમત ઓછી હતી તો તેની સાથે ફરીથી ભાવતાલ કેમ કરવામાં ન આવ્યો. સૌથી મોટી વેદનાન વાત તો એ છે કે 2001થી વાત ચાલી રહી છે અને ના સુખોઈ આવ્યુ ના રાફેલ આવ્યુ. હવે જે ડીલ થઈ તેને પણ સંપૂર્ણપણે આવવામાં ઘણો સમય લાગશે. સાવંતે કહ્યુ કે અમે નથી કહ્યુ કે રાફેલ ખોટુ છે. જેમ બોફોર્સને લોકો કહે છે કે બોફોર્સ સાચુ હતુ, ડીલ ખોટી હતી. તેવુ જ રાફેલ માટે લોકો કહે છે કે રાફેલ સાચુ છે ડીલ ખોટી છે.

સાવંતે કહ્યુ કે કેવો ઓફસેટ કોન્ટ્રાક્ટર હતો જેની કંપની પણ બની નહોતી. માત્ર કાગળ પર હતી. જ્યારે કે એચએએલ પાસે બધુ હતુ. આપણી સરકાર જો સાચી હોય તો જેપીસીની તપાસનો કેવો ડર, જેપીસી લઈ લો. વળી, રાફેલ મુદ્દે લોકસભામાં પશ્ચિમ બંગાળના સીપીઆઈ-એમ સાંસદ મોહમ્મદ સલીમે કહ્યુ કે રાફેલ ડીલ પર સરકારે સુપ્રી કોર્ટને ખોટી જાણકારી આપી છે. પ્રધાનમંત્રીની દરેક મામલે દખલ દેખાઈ રહી છે એટલા માટે તેમને આ સહન કરવુ પડ્યુ. સલીમે સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે સરકાર રિલાયન્સ માટે કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ જાણો, એ દોઢ કલાકના ઈન્ટરવ્યુમાં શું ના બોલ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી?આ પણ વાંચોઃ જાણો, એ દોઢ કલાકના ઈન્ટરવ્યુમાં શું ના બોલ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી?

English summary
Shiv Sena MP Arvind Sawant in Lok Sabh If government is right, then what is the fear of JPC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X