શિવસેના સાંસદે કર્યો આયુર્વેદિક મરઘી અને ઈંડુ હોવાનો દાવો
શિવસેના સાંસદ સંજય રાઉતે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કહ્યુ કે શું તમને ખબર છે કે આયુર્વેદિક મરઘી અને આયુર્વેદિક ઈંડુ હોય છે. તેમના આ નિવેદનથી સભ્યો આશ્ચર્યચક્તિ થઈ ગયા. તેમણે કહ્યુ કે મરઘી અને ઈંડુ શાકાહારી ભોજન છે. આયુષ મંત્રાલયની આ જવાબદારી છે કે તે એ પ્રમાણિત કરે. તેમણે આ વિશે વિસ્તારથી પોતાની વાત કહી અને આયુષ મંત્રાલયને બજેટ વધારવાની જરૂરિયાત દર્શાવી.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કર્ણાટકનું સંકટ વધ્યુ, જાણો શું છે બહુમતનું ગણિત

ઈંડાને શાકાહાહી કેટેગરીમાં રાખવામાં આવે
શિવસેના સાંસદ સંજય રાઉતે સોમવારે સંસદમાં માંગ કરી કે મરઘી અને ઈંડાને વેજિટેયિરનની શ્રેણીમાં રાખવામાં આવે. ઉચ્ચ ગૃહમાં આયુર્વેદ પર ચર્ચા દરમિયાન તેમણે કહ્યુ કે આયુષ મંત્રાલય એ નક્કી કરે કે મરઘી શાકાહારી છે કે માંસાહારી. રાઉતે સપાના સાંસદ રામ ગોપાલ યાદવના કથનનો હવાલો આપીને કહ્યુ કે હનુમાનજી પર્વત લઈને આવ્યા અને લક્ષ્મણજીને સંજીવની મળી. આયુર્વેદ ત્યાંથી ચાલુ થયુ અને ક્યાં પહોંચી ગયુ છે.

મહારાષ્ટ્રનું આપ્યુ ઉદાહરણ
શિવસેના સાંસદે પોતાના તર્કના પક્ષમાં ઉદાહરણ આપતા કહ્યુ કે અમારા મહારાષ્ટ્રમાં નંદૂરબાર એક આદિવાસી જિલ્લો છે. હું ત્યાં ગયો હતો. જ્યારે કામ ખતમ થઈ ગયુ તો આદિવાસી લોકો અમારી પાસે જમવાનુ લઈને આવ્યા. મે તેમને પૂછ્યુ કે આ શું છે? એ બોલ્યા મરઘી છે. મે તેમને કહ્યુ કે હું મરઘી નહિ ખઉ, તેમણે કહ્યુ કે સાહેબ આ આયુર્વેદિક મરઘી છે. આદિવાસીએ કહ્યુ કે આ એક એવી મરઘી છે જેનુ અમે એવી રીતે પાલનપોષણ કરીએ છીએ કે તમારા શરીરના બધા રોગ બહાર નીકળી જાય. આ આયુષ મંત્રાલય માટે રિસર્ચનો વિષય છે.

આયુષ મંત્રાલય કરે રિસર્ચ
સંજય રાઉતે કહ્યુ કે થોડા દિવસો પહેલા હરિયાણાની ચૌધરી ચરણસિંહ એગ્રીકલ્ચલ યુનિવર્સિટીના અમુક લોકો મારી પાસે આવ્યા. તેમણે જણાવ્યુ કે તે આયુર્વેદિક ઈંડા પર રિસર્ચ કરી રહ્યા છે. મે જ્યારે તેમને પૂછ્યુ કે આ આયુર્વેદિક ઈંડા શું છે? તો તેમણે જણાવ્યુ કે તેમની સંસ્થામાં જે પોલ્ટ્રી ફાર્મ બનાવવામાં આવ્યુ છે તેમાં મરઘીને માત્ર આયુર્વેદિક ભોજન ખવડાવવામાં આવે છે. તેનાથી જે ઈંડા પેદા થાય છે તે સંપૂર્ણપણે શાકાહારી હોય છે. તે આયુર્વેદિક ઈંડા છે જેમને પ્રોટીનની જરૂર છે અને જે માંસાહાર નથી કરવા ઈચ્છતા તે આ ઈંડા ખાઈ શકે છે. તેમણે આગળ કહ્યુ કે આ આયુષ મંત્રાલયની જવાબદારી છે કે તે પ્રમાણિત કરે કે ઈંડા શાકાહારી છે કે માંસાહારી.

બજેટ વધારવાની માંગ
સંજય રાઉતે આગળ કહ્યુ કે આયુષ મંત્રાલયનું બજેટ વધારવાની જરૂર છે. તેમણે કહ્યુ કે આજે આખી દુનિયામાં પ્રધાનમંત્રી મોદીજી આપણા આયુર્વેદ અને યોગના સૌથી મોટા બ્રાંડ એમ્બેસેડર બની ચૂક્યા છે. આખા વિશ્વમાં યોગ છે અને આયુર્વેદ છે. એવામાં આયુષ મંત્રાલયનું બજેટ 1500 કરોડ રૂપિયાના બદલે ઓછામાં ઓછુ 10 હજાર કરોડ રૂપિયા હોવુ જોઈએ. આયુર્વેદના પક્ષમાં બોલતા તેમણે કહ્યુ કે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય છે ત્યારે એલોપેથીવાળા કહે છે કે હવે અમારાથી કંઈ નહિ થાય, ત્યારે આપણે આયુર્વેદનો દરવાજો ખખડાવીએ છીએ.